ડુંગળીના ભાવ આસમાને પહોંચતા કિંમત નિયંત્રિત કરવા સરકારે ગોડાઉનના દરવાજા ખુલ્લા કર્યા

ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કસ્તુરીના ભાવ વધારાની સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય ભંડારમાંથી ડુંગળીની જરૂર પુરી કરવા સૂચના આપી છે. ડુંગળીના છૂટક ભાવ ગુજરાતમાં કેટલાક સ્થળોએ  75 રૂપિયા પ્રતિ કિલો છે. ડુંગળીના છૂટક ભાવ મુંબઈમાં  86 રૂપિયા કિલો, ચેન્નાઈમાં 83 રૂપિયા કિલો, કોલકાતામાં 70 રૂપિયા કિલો […]

ડુંગળીના ભાવ આસમાને પહોંચતા કિંમત નિયંત્રિત કરવા સરકારે ગોડાઉનના દરવાજા ખુલ્લા કર્યા
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Oct 24, 2020 | 11:25 PM

ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કસ્તુરીના ભાવ વધારાની સમસ્યાને પહોંચી વળવા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કેન્દ્રીય ભંડારમાંથી ડુંગળીની જરૂર પુરી કરવા સૂચના આપી છે. ડુંગળીના છૂટક ભાવ ગુજરાતમાં કેટલાક સ્થળોએ  75 રૂપિયા પ્રતિ કિલો છે. ડુંગળીના છૂટક ભાવ મુંબઈમાં  86 રૂપિયા કિલો, ચેન્નાઈમાં 83 રૂપિયા કિલો, કોલકાતામાં 70 રૂપિયા કિલો અને દિલ્હીમાં 55 રૂપિયા કિલો લેવાઈ રહ્યા છે.

Falling onion prices put farmers in tension in Bhavnagar

કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઉપભોક્તા બાબતોના સચિવ લીના નંદને કહ્યું કે અમે ભાવને નિયંત્રણમાં રાખવા પ્રયાસો ઝડપી કર્યા છે. બફર સ્ટોકમાંથી ડુંગળી મેળવવા સૂચના અપાઈ છે. આસામ, આંધ્ર પ્રદેશ, બિહાર, ચંદીગઢ, હરિયાણા, તેલંગાણા અને તમિલનાડુએ સૂચના મુજબ કામગીરી શરૂ પણ કરી છે. આ રાજ્યો બફર સ્ટોકમાંથી કુલ 8,000 ટન ડુંગળી લઈ રહ્યા છે. અન્ય રાજ્યોના પ્રતિસાદની રાહ જોવાઈ રહી છે. કેન્દ્ર નાસિકના સ્ટોરેજ બફર સ્ટોકમાંથી 26-28 રૂપિયા પ્રતિ કિલોના દર પર તે રાજ્યોને ડુંગળી ઓફર કરે છે. જે પોતાને સ્ટોક વધારવા માંગે છે.  જે રાજ્યોને ડુંગળી પહોંચાડવી પડે છે, તેના માટે કિલો 30 રૂપિયા પ્રતિ કિલો રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હીમાં કિંમતોને નિયંત્રિત કરવા માટે નાફેડ સેન્ટ્રલ સ્ટોર અને મધર ડેરીના વેચાણ કેન્દ્ર દ્વારા છૂટક વેચાણ માટે બફર સ્ટોકમાંથી ડુંગળી અપાઈ રહી છે. સરકારે અત્યાર સુધી વર્ષ 2019-20ના રવી પાકની ખરીદીમાંથી બનાવેલા 100,000 ટનના બફર સ્ટોકથી 30,000 ટન ડુંગળી બજારમાં લાવવમાં આવી છે. ખરીફ ડુંગળી મંડીઓમાં જલ્દી  પહોંચવાની સંભાવના છે અને સરકારને અપેક્ષા છે કે 37 લાખ ટનની અનુમાનિત ખરીફ પાક ઉત્પાદન બજારમાં આવ્યા પછી બજારમાં સપ્લાય વધારશે જેનાથી ભાવ ઓછા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">