શેરબજારમાં જબરદસ્ત ખરીદદારીના પગલે સેન્સેક્સ 46500 અને નિફ્ટી 13600ને પાર પહોંચ્યા

શેરબજારમાં જબરદસ્ત ખરીદદારીના પગલે સેન્સેક્સ 46500 અને નિફ્ટી 13600ને પાર પહોંચ્યા
Stock Market

ભારતીય શેરબજારમાંપ્રારંભિક સત્રમાં જબરદસ્ત ખરીદીને કારણે બજાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સ 312 પોઇન્ટ વધીને 46,475 પર અને નિફ્ટી 87 પોઇન્ટ ઉપર ઉઠી 13,654 પર કારોબાર કરી રહ્યા છે. તેજીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ રૂ .184.75 લાખ કરોડને પાર કરી ગઈ છે. સેન્સેક્સ 46,592.૦૪ પર અને નિફ્ટી સવારે 13,666.૪૫ સુધી […]

Ankit Modi

| Edited By: Pinak Shukla

Dec 16, 2020 | 9:58 AM

ભારતીય શેરબજારમાંપ્રારંભિક સત્રમાં જબરદસ્ત ખરીદીને કારણે બજાર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. સેન્સેક્સ 312 પોઇન્ટ વધીને 46,475 પર અને નિફ્ટી 87 પોઇન્ટ ઉપર ઉઠી 13,654 પર કારોબાર કરી રહ્યા છે. તેજીને કારણે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ રૂ .184.75 લાખ કરોડને પાર કરી ગઈ છે. સેન્સેક્સ 46,592.૦૪ પર અને નિફ્ટી સવારે 13,666.૪૫ સુધી ઉપલું સ્તર દર્જ કરાવ્યું હતું

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ ( સવારે 9.40 વાગે)

બજાર           સૂચકઆંક                   વૃદ્ધિ 

સેન્સેક્સ        46,575.42       +312.25 

નિફટી        13,654.30           +86.45 

બંને ઇન્ડેક્સ હાલમાં ૦.૬ ટકા આસપાસ વૃદ્ધિ દર્જ કરાવી કારોબાર કરી રહ્યા છે. ગઈકાલે બજારમાં શરૂઆતમાં કડાકો બોલ્યા બાદ રિકવરી સાથે બજાર ગ્રીન ઝોનમાં બંધ થયું હતું. આજે સવારથીજ તેજી દેખાઈ રહી છે. સેન્સેક્સ 46,573.31 પર અને નિફ્ટી 13,663.10 પર ખુલ્યા હતા.નિફ્ટીમાં એમ એન્ડ એમ અને ઓએનજીસી શેરો 2-2% સુધી વધીને ટ્રેડ કરી રહ્યા છે.

દિગ્ગ્જ શેરોની સાથે મિડકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ 0.66 ટકાના સ્તરે કારોબાર કરી રહ્યો છે. સ્મોલકેપ શેર્સ પણ ખરીદી જોવા મળી રહ્યા છે. ઓઇલ-ગેસ શેરોમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે. બીએસઈ ઓઇલ એન્ડ ગેસ ઈન્ડેક્સમાં 0.90 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

Stock market closes with strong position, Sensex rises 500 points

હાલમાં બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ સેન્સેક્સ લગભગ 320 પોઇન્ટ એટલે કે 0.70 ટકાના વધારા સાથે 46585 ની આસપાસ કારોબાર કરી રહ્યા છે. એનએસઈનો 50 શેરોનો ઈન્ડેક્સ નિફ્ટી લગભગ 90 અંક એટલે કે 0.65% ની મજબૂતી સાથે 13655 ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati