અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ મોંઘા થયા ડ્રાયફ્રૂટ્સ, જાણો ક્યારે થશે સસ્તા

ભારત મોટાભાગે અફઘાનિસ્તાનથી ડ્રાય ફ્રુટની આયાત કરે છે. ત્યાં તાલિબાનના કબજા બાદ તેના ભાવ વધવા લાગ્યા છે. અંજીર અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના કબજા બાદ મોંઘા થયા ડ્રાયફ્રૂટ્સ, જાણો ક્યારે થશે સસ્તા
ડ્રાયફ્રુટમાં તેજી ઝડપથી આવવા લાગી છે.

અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનના કબજા અને કોરોના મહામારી (Covid-19 pandemic) સહિત અન્ય આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમોને કારણે અમેરિકાથી બદામ અને પિસ્તાની આયાત પ્રભાવિત થવાને કારણે  આગામી તહેવારોની સીઝન ખાસ કરીને દિવાળી સુધી ડ્રાયફ્રુટ્સમાં (Dry Fruits) તેજી જોવા મળી શકે છે.

ડ્રાય ફ્રૂટના જથ્થાબંધ વેપારીઓને ઓનલાઈન પ્લેટફોર્મ પૂરું પાડતી કંપની ટ્રેડબ્રિજના ઓપરેશન હેડ સ્વપ્નિલ ખૈરનારે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનમાં થયેલા ઘટનાક્રમને કારણે અને યુએસથી આયાત ઘટવાને કારણે ડ્રાય ફ્રૂટમાં તેજી જોવા મળી છે.

તેમણે કહ્યું કે દેશમાં મોટાભાગની બદામ અમેરિકાથી આયાત કરવામાં આવે છે, જ્યારે અંજીર અફઘાનિસ્તાનથી આવે છે. કિસમિસની સ્થાનિક માંગનો અડધો ભાગ અફઘાનિસ્તાનથી પૂરો થાય છે. છેલ્લા એક મહિનાથી અફઘાનિસ્તાનથી ડ્રાય ફ્રુટની આયાત લગભગ બંધ થઈ ગઈ છે.

જોકે, કાજુના ભાવમાં વધારે વધારો થશે નહીં કારણ કે કાજુની મોટાભાગની માંગ દેશના ઉત્પાદન દ્વારા જ પૂરી થાય છે. ખૈરનાર માને છે કે દિવાળી પર ડ્રાયફ્રૂટ્સમાં તેજીના કારણે લોકો ડ્રાયફ્રૂટ્સ ભેટ તરીકે આપવાને બદલે અન્ય વિકલ્પો પસંદ કરી શકે છે.

થોડા અઠવાડિયામાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે એવી આશા

પ્રયાગરાજના ચોકમાં આવેલી અગ્રવાલ ડ્રાય ફ્રુટ્સ કંપનીના માલિક મધુસુદન અગ્રવાલે જોકે સૂકા મેવાના ભાવમાં તીવ્ર વધારો થવાની શક્યતાને નકારીને  કહ્યું કે અટારી બોર્ડરથી અફઘાન ડ્રાય ફ્રૂટ્સની આયાત પર નજીવી અસર પડી છે અને આગામી 15- 20 દિવસમાં પરિસ્થિતિ સામાન્ય થવાની અપેક્ષા છે.

બદામ 50-60 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે

વધુમાં તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનથી આયાત કરવામાં આવતી ખડી બદામની છૂટક કિંમત 800 રૂપિયા પ્રતિ કિલો છે, જેની કિંમત છેલ્લા 20 દિવસમાં 50 થી 60 રૂપિયા જેટલી વધી છે. બીજી બાજુ, અંજીરનો ભાવ પણ 1000 રૂપિયાથી વધીને 1200 રૂપિયા પ્રતિ કિલો થયો છે.

જ્યારે કિસમિસમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ સાથે જ કિસમિસ 600 રૂપિયા પ્રતિ કિલોએ પહોચી છે. જોકે કાજુની કિંમત 800 રૂપિયા પ્રતિ કિલોએ સ્થિર છે.

આ પણ વાંચો : Indian Economy: અર્થતંત્રએ મહામારી સામે લડવાનુ શીખી લીધુ છે, શોર્ટ ટર્મ રોજગાર પેદા કરવા પર મુકવો પડશે ભાર – RBI MPC સભ્ય

આ પણ વાંચો :  New Wage Code : કર્મચારીઓ માટે અગત્યના સમાચાર , 1 ઓક્ટોબરથી નોકરીના સમયથી લઈ પગાર સુધી આ થશે ફેરફાર, જાણો તમને શું થશે અસર

Click on your DTH Provider to Add TV9 Gujarati