AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dollar Vs Rupee : રૂપિયાનું ધોવાણ અટકાવવા RBI એ વિદેશી મુદ્રા ભંડોળમાંથી 2 અબજ ડોલરનું વેચાણ કર્યું

ક્રૂડ ઓઈલ(Crude Oil)ના ભાવ 115 ડોલર પ્રતિ બેરલની આઠ વર્ષની ઊંચી સપાટીને પાર કરી ગયા છે.મોંઘા ક્રૂડ ઓઈલથી દેશમાં મોંઘવારી વધવાની ધારણા છે.

Dollar Vs Rupee : રૂપિયાનું ધોવાણ અટકાવવા RBI એ વિદેશી મુદ્રા ભંડોળમાંથી 2 અબજ ડોલરનું વેચાણ કર્યું
ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 7:40 AM
Share

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia Ukraine war)ને કારણે વિશ્વભરનું ચલણ નબળું પડી રહ્યું છે. ભારતીય ચલણ રૂપિયો(Rupee) પણ ઘટાડાથી દૂર રહી શક્યો છે. રૂપિયાને ગગડવાથી બચાવવા માટે RBIએ મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકે તેના ફોરેન એક્સચેન્જ ફંડમાંથી 2 અબજ ડોલરનું વેચાણ કર્યું છે. વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઈલના ભાવમાં જબરદસ્ત વધારાને કારણે ભારતીય ચલણ દબાણ હેઠળ છે. આરબીઆઈએ રૂપિયાને નબળો પડતો અટકાવવા માટે ડોલર(Dollar) વેચવાનું શરૂ કર્યું છે. આ પગલાંથી આયાત કરતી કંપનીઓને મોંઘા ડોલર ચૂકવી ખરીદી ન કરવી પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

ક્રૂડ ઓઈલ(Crude Oil)ના ભાવ 115 ડોલર પ્રતિ બેરલની આઠ વર્ષની ઊંચી સપાટીને પાર કરી ગયા છે.મોંઘા ક્રૂડ ઓઈલથી દેશમાં મોંઘવારી વધવાની ધારણા છે. જયારે આરબીઆઈ ડોલરનું વેચાણ કરે છે ત્યારે તે બજારમાં ઉપલબ્ધ વધારાની રોકડ ઘટાડવા માટે રૂપિયો ખરીદે છે. જેના કારણે કિંમતોમાં વધારો થઈ શકે છે.

મોંઘા ડોલરની શું અસર થશે?

  • ભારત વિશ્વનો બીજો સૌથી વધુ ઇંધણનો વપરાશ કરતો દેશ છે. જેમાંથી 80% ઇંધણ ઈમ્પોર્ટ દ્વારા મળે છે. સરકારી ઓઈલ કંપનીઓ ડોલરમાં ક્રૂડ ઓઈલ ખરીદે છે. જો ડૉલર મોંઘો થાય અને રૂપિયો સસ્તો થાય તો ડૉલર ખરીદવા વધુ રૂપિયા ચૂકવવા પડે. તેનાથી આયાત મોંઘી થશે અને સામાન્ય ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ માટે વધુ પૈસા ચૂકવવા પડશે.
  • ભારતમાંથી લાખો બાળકો વિદેશમાં અભ્યાસ કરે છે જેમના માતા-પિતા ફીમાંથી જીવન ખર્ચ ચૂકવે છે. તેમનો અભ્યાસ મોંઘો થશે કારણ કે વાલીઓને વધુ પૈસા આપીને ડોલર ખરીદવા પડે છે. જે તેમને મોંઘવારીનો આંચકો લાગશે.
  • કુકીંગ ઓઇલ પહેલાથી જ મોંઘુ છે જેની જરૂર આયાત દ્વારા પહોંચી વળાય છે. જો ડોલર મોંઘો થશે તો ખાદ્યતેલની આયાત કરવી વધુ મોંઘી થશે.
  • વિદેશ પ્રવાસ ખર્ચાળ બને છે. જે લોકો વિદેશ જવા માગે છે તેમને ડોલર ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડી શકે છે જેની અસર તેમના પર પડશે.

મોંઘવારીની ચિંતામાં વધારો

જો ડોલર સામે રૂપિયો નબળો પડે તો મોંઘવારી વધુ મજબૂત બને છે. મોંઘવારી વધે તો લોકોનું જીવન મુશ્કેલ બની જાય છે. જ્યારે ચીજવસ્તુઓની કિંમત વધે છે ત્યારે લોકોની ખરીદશક્તિ ઘટી જાય છે. આ સિવાય રૂપિયાના અવમૂલ્યનથી આયાત બિલમાં વધારો થાય છે. આયાત બિલમાં વધારાને કારણે દેશની રાજકોષીય ખાધ વધે છે.

આ પણ વાંચો : MONEY9: ગિફ્ટ પર પણ ટેક્સ હોય છે? જાણવા માટે જુઓ વીડિયો

આ પણ વાંચો : MONEY9: જૂની પેન્શન સ્કીમ અમલી બનશે તો સરકારને શું થશે અસર? જુઓ આ વીડિયોમાં

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">