AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે Mutual Fund માં રોકાણ કરો છો ? તો ૩૦ જૂન સુધીમાં પતાવી લો આ કામ નહીતો નહિ ઉપાડી શકો પોતાના પૈસા

જો તમે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)માં નાણાંનું રોકાણ કરો છો તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે.

શું તમે Mutual Fund માં રોકાણ કરો છો ? તો ૩૦ જૂન સુધીમાં પતાવી લો આ કામ નહીતો નહિ ઉપાડી શકો પોતાના પૈસા
PAN- Aadhaar Linking
| Updated on: Jun 12, 2021 | 8:33 AM
Share

જો તમે મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)માં નાણાંનું રોકાણ કરો છો તો આ માહિતી જાણવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 30 જૂનથી એક ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે. આ નિયમ હેઠળ 30 જૂન સુધીમાં જેમના પાન અને આધારકાર્ડને લિંક(PAN-Aadhaar Link) કર્યા નહીં હોય તેમનું પાનકાર્ડ (PAN Card)અમાન્ય થઈ જશે. આટલુંજ નહિ આ બાબત સીધી મ્યુચ્યુઅલ ફંડ્સના તમારા રોકાણને અસર કરશે. ઉલ્લેખનીય છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ (MF) માં રોકાણ કરતા લગભગ 20-30 લાખ લોકોએ તેમના પાનને આધાર સાથે લિંક કર્યું નથી.

30 જૂન સુધીમાં જે લોકો પાનને આધાર સાથે લિંક કરશે નહીં તેમને આવકવેરા કાયદા હેઠળ 10,000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે. મોટી સમસ્યા એ હશે કે તમારો પાન સૂચના કે નોટિસ વગર અમાન્ય અથવા નિષ્ક્રિય થઈ જશે.

અમાન્ય PAN દ્વારા મ્યુચ્યુઅલ ફંડનું રોકાણ શક્ય નથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે તમારે બે દસ્તાવેજીકરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પ્રથમ પ્રક્રિયા હેઠળ તમારા KYC કરવું જરૂરી છે. બીજી પ્રક્રિયા માટે ગ્રાહક પાસે માન્ય PAN હોવું જરૂરી છે. જો તમારો પાન આધાર લિંક નહીં હોવાના કારણે રિકવેસ્ટ રદ થઈ જાય છે તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકશો નહીં.

MFમાં 30% પાનકાર્ડ આધાર સાથે જોડાયેલા નથી મ્યુચ્યુઅલ ફંડ ટ્રાન્સફર એજન્સી કમ્પ્યુટર એજ મેનેજમેન્ટ સર્વિસીસ (CAMS) અનુસાર લગભગ 20 લાખ પાન નંબર છે જે હજી પણ આધાર સાથે લિંક કરાયા નથી. એટલે કે, લગભગ 30% પાનકાર્ડ આધાર સાથે જોડાયેલા નથી. આવકવેરાના નિયમો મુજબ 30 જૂન 2021 ના રોજ અથવા તે પહેલાં આધારને તમારા પાન સાથે લિંક કરવું ફરજિયાત છે. જો પાન આધાર સાથે જોડાયેલ નથી તો પાન નિષ્ક્રિય તરીકે માનવામાં આવશે. આ સાથે મ્યુચ્યુઅલ ફંડ્સનું KYC પણ નકામું થઈ જશે.

SIP બંધ થઈ જશે જો તમે તમારા પાનને આધાર સાથે જોડશો નહીં તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સમાં કોઈ નવા રોકાણ કરી શકશો નહીં. આ ઉપરાંત તમે મ્યુચ્યુઅલ ફંડના પૈસા લઈ શકશો નહીં. સેબીના નિયમન મુજબ કેવાયસી અને પાન માન્ય હશે ત્યારે જ ફંડના પૈસા ઉપાડી શકાશે

Follow Us
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
g clip-path="url(#clip0_868_265)">