સોમવારે શેરબજારમાં જોવા મળી શકે છે દિવાળી જેવો માહોલ, જાણો કેમ ?
ભારતની જીડીપીના આંકડામાં વૃદ્ધિ જણાતા અને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પણ ભાજપ તરફી જાહેર થતા શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીએ આજે એક નવો વિક્રમ રચીને 20,291ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. તો બીએસસી સેન્સેક્સ પણ 492.75 પોઈન્ટના વધારા સાથે 67,481.19 બંધ રહ્યો હતો.

ભારતીય શેરબજારમાં આજનો દિવસ મહત્વનો રહ્યો છે. જીડીપીની વૃદ્ધિ અને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા એક્ઝિટ પોલમાં તમામ રાજ્યોમાં એક જ પક્ષની સરકાર આવતી હોવાના વર્તારાના કારણે, શેરબજાર વર્તમાન સપ્તાહના છેલ્લા દિવસે, આજે 1 ડિસેમ્બરના શુક્રવારના રોજ વધારા સાથે બંધ રહ્યું હતું. નિફ્ટી નવી ટોચ પર પહોચ્યો હતો. તો મુંબઈ શેરબજાર 492.75 પોઈન્ટના વધારા સાથે 67,481.19 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતું. જો રવિવારે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના જાહેર થનારા પરિણામ પણ એક્ઝિટ પોલમાં રજૂ થયેલા તારણ મુજબ જ આવશે તો સોમવારે ભારતીય શેરબજારમાં દિવાળી જેવો માહોલ સર્જાઈ શકે છે.
ભારતની જીડીપીના આંકડામાં વૃદ્ધિ જણાતા અને પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પણ ભાજપ તરફી જાહેર થતા શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીએ આજે એક નવો વિક્રમ રચીને 20,291ની નવી ટોચ પર બંધ રહ્યો હતો. તો બીએસસી સેન્સેક્સ પણ 492.75 પોઈન્ટના વધારા સાથે 67,481.19 બંધ રહ્યો હતો. નિફટીમાં સમાવેશ થતી વિવિધ કંપનીઓ પૈકી 1204 કંપનીઓના સ્ટોક ઉછાળા સાથે બંધ રહ્યાં હતા. જ્યારે 917 કંપનીઓના શેર નીચા મથળે બંધ રહ્યાં હતા.
મુંબઈ શેરબજાર આજે સપ્તાહના અંતિમ દિવસે 492.75 પોઈન્ટના વધારા સાથે 67,481.19 પોઈન્ટ ઉપર બંધ રહ્યું હતુ. બીએસસી સેન્સેક્સમાં સમાવેશ થતી1894 કંપનીઓમાંથી 1096 કંપનીઓના શેરના ભાવ વધારા સાથે એટલે કે ગ્રીન સિગ્નલ સાથે બંધ રહ્યાં હતા. તો બીજી બાજુ 798 એવી કંપની હતી જેના ભાવ ઘટાડા સાથે બંધ રહ્યાં હતા. બીએસસી સેન્સેક્સમાં સમાવેશ થતી ટોપ 30 કંપનીમાંથી 19 કંપનીના શેરના ભાવ ઉછાળા સાથે બંધ થવા પામ્યા હતા. જ્યારે 11 કંપનીઓના શેરના ભાવ ગગડ્યા હતા.
બીએસસીમાં સમાવેશ થતી ટોચની 30 કંપની પૈકી 29 કંપનીઓના શેરના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં વધારો થયો હતો. જ્યારે એક માત્ર બજાજ ફાયનાન્સના શેરના ભાવમાં 2.93 ટકાનો ઘટાડો ચેલ્લા એક સપ્તાહમાં જોવા મળ્યો હતો. જ્યારે એસબીઆઈના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં મહત્વનો કોઈ વધારો કે કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.
વર્તમાન સપ્તાહના છેલ્લા દિવસે નિફ્ટી અને બીએસસી સેન્સેકસમાં આજે જોવા મળેલ ઉછળો જીડીપીના આંકડામાં સારી વૃદ્ધિ અને પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીના ગઈકાલ ગુરુવારે મોડી સાંજે જાહેર એક્ઝિટ પોલના થયેલા જાહેર આંકડાઓના કારણે હોવાનું શેરબજારના નિષ્ણાતોનું માનવું છે. જો રવિવાર 3 ડિસેમ્બરે પાંચ રાજ્યની ચૂંટણીના પરિણામ પણ એક્ઝિટ પોલના વલણ મુજબ જ જાહેર થશે તો ભારતીય શેરબજાર ખાસ કરીને બીએસસી સેન્સેક્સ તેની ઓલટાઈમ ઉચ્ચ સપાટી 67838.53ને વટાવીને એક નવો ઈતિહાસ રચી શકે છે. બીએસસી સેન્સેક્સ ગત સપ્ટેમ્બર મહિનામાં સર્વોચ્ચ સપાટીએ 67927.23 સ્પર્શીને 67838.53 પોઈન્ટ ઉપર બંધ રહ્યો હતો.