Dividend Stocks : કોમર્શિયલ વ્હીકલ બનાવતી કંપની શેરધારકોને 3700% ડિવિડન્ડ આપશે
Eicher Motors Q4 Results : કંપનીએ નાણાકીય વર્ષ 2022-23 માટે આ બીજું ડિવિડન્ડ જારી કર્યું છે. ઓગસ્ટ 2022માં, કંપનીએ 2100 ટકા એટલે કે 21 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું હતું. હવે 37 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે.

Dividend Stocks: ગુરુવારે શેરબજાર(Share Market) બંધ થયા પછી કોમર્શિયલ વાહન નિર્માતા(Commercial Vehicle Manufacturer) આઇશર મોટર્સે ચોથા ત્રિમાસિક પરિણામો (Eicher Motors Q4 Results) જાહેર કર્યા છે. કંપનીના નફામાં 48.5 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે. કંપનીએ શેરધારકો માટે 3700 ટકા (Eicher Motors Dividend)ના બમ્પર ડિવિડન્ડની જાહેરાત કરી છે. આજે પરિણામ પહેલા આ શેરમાં દબાણ જોવા મળ્યું હતું અને તે 0.37 ટકાના ઘટાડા સાથે રૂપિયા 3405ના સ્તરે બંધ થયો હતો. કંપનીના શેરની 52 સપ્તાહની ઉંચી સપાટી 3,886.00 જયારે 52 સપ્તાહની નીચી સપાટી 2,333.15 રૂપિયા છે.
આ પણ વાંચો : શું Go First પર NCLT દ્વારા લેવામાં આવેલ નિર્ણયના લીધે ભારતની પ્રતિષ્ઠા સમ્રગ દુનિયામાં ખોરવાશે? જાણો સમ્રગ વિગત
આઇશર મોટર્સના ચોથા ક્વાર્ટરના પરિણામ
Q4 માં આઇશર મોટર્સનો નફો વાર્ષિક ધોરણે 48.5 ટકાના ઉછાળા સાથે રૂ. 905.6 કરોડ રહ્યો હતો. આવક 19.1 ટકાના ઉછાળા સાથે રૂ. 3804.3 કરોડ રહી હતી. EBITDA 23.3 ટકાના ઉછાળા સાથે રૂ. 933.6 કરોડ રહ્યો. માર્જિન 80 બેસિસ પોઈન્ટ સુધરીને 24.5 ટકા થયું છે.
કંપનીએ રૂ.37નું ડિવિડન્ડ જાહેર કર્યું છે
BSE સાથે શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, આઈશર મોટર્સે 1 રૂપિયાની ફેસ વેલ્યુના આધારે 3700 ટકા એટલે કે 37 રૂપિયા પ્રતિ શેરનું ભારે ડિવિડન્ડ જાહેર કર્યું છે. બોર્ડના આ નિર્ણયને એજીએમની બેઠકમાં મંજૂરી આપવામાં આવશે. રોકાણકારોને 30 દિવસમાં ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો : Train Ticket Rules : વેઇટિંગ સાથે ટ્રેનની ટિકિટ બુક કરી છે? ટિકિટ ઉપરના આ કોડ જણાવશે કન્ફર્મ થવાની શક્યતા કેટલી છે
કંપની નાણાકીય વર્ષ 2023 માં બીજું ડિવિડન્ડ જાહેર કર્યું
કંપનીએ નાણાકીય વર્ષ 2022-23 માટે આ બીજું ડિવિડન્ડ જારી કર્યું છે. ઓગસ્ટ 2022માં, કંપનીએ 2100 ટકા એટલે કે 21 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું હતું. હવે 37 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ રીતે, નાણાકીય વર્ષ 2022-23માં, કંપનીએ પ્રતિ શેર 58 રૂપિયાનું કુલ ડિવિડન્ડ જાહેર કર્યું છે.
ઓટો કમ્પોનન્ટ કંપની તેના શેરધારકોને 2800% ડિવિડન્ડ આપશે
એક એક્સચેન્જ ફાઇલિંગમાં બોશે જણાવ્યું હતું કે કંપનીએ FY23 માટે રૂ. 10ની ફેસ વેલ્યુ પર શેર દીઠ રૂ. 280ના ડિવિડન્ડને મંજૂરી આપી છે. અગાઉ માર્ચ 2023માં 200 રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવ્યું હતું. અગાઉના નાણાકીય વર્ષમાં, કંપનીએ શેર દીઠ રૂ. 210ના ડિવિડન્ડને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે માર્ચ ક્વાર્ટરમાં કંપનીએ 399 કરોડ રૂપિયાનો નફો કર્યો છે, જે એક વર્ષ પહેલા સમાન ક્વાર્ટરમાં 351 કરોડ રૂપિયા હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…