AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંતરિક્ષયાત્રીઓને પરત લાવવા એલોન મસ્કની કંપની SpaceXએ કરી મદદ, આવો છે એલોન મસ્કનો પરિવાર

Elon Musk Family: 9 બાળકોના પિતા એલોન મસ્કનું 5 મહિલાઓ સાથે અફેર હતું જેમાંથી તેમણે 3 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. જાણો તેના પરિવારમાં કોણ કોણ છે અને તે કયા ક્ષેત્રમાં જોડાયેલો છે.

અંતરિક્ષયાત્રીઓને પરત લાવવા એલોન મસ્કની કંપની SpaceXએ કરી મદદ, આવો છે એલોન મસ્કનો પરિવાર
| Updated on: Mar 19, 2025 | 1:31 PM
Share

એલોન મસ્ક વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. વિશ્વની સૌથી મોટી EV ઓટો કંપની ટેસ્લાના સ્થાપક અને CEOએ ફરી ઈતિહાસ રચ્યો છે અને વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ બન્યા છે. 31 મેના રોજ તેમની કુલ સંપત્તિમાં $1.98 બિલિયનનો વધારો થયો છે. જે બાદ તેમની કુલ સંપત્તિ 192 અબજ ડોલર થઈ ગઈ છે. 9 બાળકોના પિતા એલોન મસ્ક (Elon Musk)નું 5 મહિલાઓ સાથે અફેર હતું જેમાંથી તેણે 3 મહિલાઓ સાથે લગ્ન કર્યા હતા. જાણો તેમના પરિવારમાં કોણ કોણ છે અને તેઓ કયા ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે.

અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલમોર અવકાશમાં નવ મહિના ગાળ્યા બાદ પૃથ્વી પર પાછા ફર્યા છે.ખાસ વાત એ છે કે આ મિશનમાં એલોન મસ્કની કંપની સ્પેસએક્સનો પણ નાસા સાથે નોંધપાત્ર સહયોગ હતો.

એલોન મસ્કની જેમ તેમનું અંગત જીવન પણ રસપ્રદ

28 જૂન, 1971ના રોજ જન્મેલા એલોન મસ્કની માતા મે મસ્ક વ્યવસાયે મોડલ રહી ચૂકી છે અને પિતા એરોલ મસ્ક એન્જિનિયર છે. પિતા એરોલ મસ્કે બે લગ્ન કર્યા હતા. પહેલી પત્ની મેય અને બીજી હેડ હતી. મેય મસ્ક સાથે તેને ત્રણ બાળકો થયા હતા. એલન, કિમ્બલ અને ટોસ્કા. 1979માં માતા અને પિતા અલગ થઈ ગયા. તેના પિતાએ મે મસ્કથી અલગ થયા બાદ હેઇડ નામની મહિલા સાથે ફરીથી લગ્ન કર્યા હતા. લગ્ન સમયે હેઇડ પહેલેથી જ 4 વર્ષના બાળકની માતા હતી. બાદમાં બંનેને એક પુત્રનો પણ જન્મ થયો હતો.

Did you know Elon Musk kids Family

ભાઈ કિમ્બલ એનજીઓ ચલાવે છે અને બહેન ફિલ્મમેકર

1972માં જન્મેલા એલોન મસ્કના ભાઈ કિમ્બલ રેસ્ટોરન્ટ ધ કિચનના સ્થાપક છે. તે ‘બ્રિગ ગ્રીન’ નામની એનજીઓ પણ ચલાવે છે. સોશિયલ વર્ક હેઠળ તેણે અમેરિકામાં 200 લર્નિંગ ગાર્ડન બનાવ્યા. એલોન મસ્કની બહેન ટોસ્કા ફિલ્મ નિર્માતા છે. તે મહિલા-કેન્દ્રિત સ્ટ્રીમિંગ સેવા, Passionflix ના સ્થાપક છે.

પ્રથમ લગ્ન લેખક જસ્ટિન વિલ્સન સાથે થયા

એલન મસ્કે વર્ષ 2000માં કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સન સાથે લગ્ન કર્યા હતા. 2002માં, તેણીએ પુત્ર નૈવેદ એલેક્ઝાન્ડર મસ્કને જન્મ આપ્યો. જો કે, ગંભીર બીમારીના કારણે 10 અઠવાડિયામાં જ તેમનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ બંનેએ IVF દ્વારા 2004માં જોડિયા ગ્રિફીન અને ઝેવિયર મસ્કને જન્મ આપ્યો હતો.

આ પણ વાંચો : Gautam Adani Family Tree : ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી 7 ભાઈ-બહેન સાથે ચાલમાં રહેતા હતા, જાણો હવે પરિવારમાં કોણ શું કરે છે?

2006 માં, વિલ્સન IVF દ્વારા ફરી એકવાર ગર્ભવતી બની અને તેણે ત્રણ બાળકોને જન્મ આપ્યો. એલોન મસ્કે તેમને કે, સેક્સોન અને ડેમિયન મસ્ક નામ આપ્યા. એલોન મસ્કે વર્ષ 2008માં વિલ્સન સાથે છૂટાછેડા લીધા હતા. હાલમાં, મસ્ક અને વિલ્સને તેમના પાંચ છોકરાઓની કસ્ટડી લીધી છે.

કેનેડિયન સિંગર ગ્રિમ્સ સાથે બીજા લગ્ન

વિલ્સનથી અલગ થયા પછી એલોન મસ્કે કેનેડિયન સિંગર ગ્રિમ્સ સાથે લગ્ન કર્યા. તેને બે બાળકો હતા. એક પુત્ર અને એક પુત્રી. બાળકોના નામોમાં તફાવતને કારણે તેઓ આખી દુનિયામાં ચર્ચાનું કારણ બની ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મસ્કે 2021માં સેક્રેટરી શિવાન ગિલિસ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. બંનેને જોડિયા બાળકો હોવાની ચર્ચા છે.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">