નાણાં મંત્રાલય દર મહિને રૂ 1.3 લાખની સહાય આપી રહ્યું છે તે મેસેજ તમને મળ્યો કે નહિ ? જાણો હકીકત, નહિતર રાતા પાણીએ રડવાનો વારો આવશે

ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીસ (DFS) નું નામ આ મેસેજના નીચે લખેલું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે DFS વતી લોકોને રોકડ વહેંચવામાં આવી રહી છે. કોરોનાથી ખરાબ અસરગ્રસ્ત લોકોને આ મદદ આપવામાં આવી રહી છે.

સમાચાર સાંભળો
નાણાં મંત્રાલય દર મહિને રૂ 1.3 લાખની સહાય આપી રહ્યું  છે તે મેસેજ તમને મળ્યો કે નહિ ? જાણો હકીકત, નહિતર  રાતા પાણીએ રડવાનો વારો આવશે
Nirmala Sitharaman - Finance Minister

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલો એક મેસેજ ચર્ચાનો વિષય બન્યો છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે નાણાં મંત્રાલય દર મહિને 1.30 લાખ રૂપિયા આપે છે. આ સહાય આવતા છ મહિના માટે આપવામાં આવશે. એટલે કે દરેક વ્યક્તિને 7.8 લાખ રૂપિયા મળશે. આ સંદેશ સાથે એક લિંક શેર કરવામાં આવી છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ તક ગુમાવશો નહીં અને લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરો.

PIB Fact Checkની ટીમે આ મેસેજની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો અને જાણવા મળ્યું કે મેસેજ ફેક છે. નાણાં મંત્રાલયને ટેગ કરીને કહેવામાં આવ્યું છે કે ઇમરજન્સી કેશના નામે છેતરપિંડી કરવામાં આવી રહી છે. નાણાં મંત્રાલય દ્વારા આવી કોઈ યોજના અથવા સ્કીમ ચલાવવામાં આવી રહી નથી. તે સંપૂર્ણપણે બનાવટી છે. આવી સ્થિતિમાં આ મેસેજ પર વિશ્વાસ ન કરો અને ન તો તેને કોઈને ફોરવર્ડ કરો. જો તમને પણ આવો કોઈ મેસેજ મળે તો આ લિંક પર ક્લિક ન કરો અને વ્યક્તિગત માહિતી આપવાનું ટાળો.

 

 

ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીસ (DFS) નું નામ આ મેસેજના નીચે લખેલું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે DFS વતી લોકોને રોકડ વહેંચવામાં આવી રહી છે. કોરોનાથી ખરાબ અસરગ્રસ્ત લોકોને આ મદદ આપવામાં આવી રહી છે. પાત્રતા ચકાસવા continiue નો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ ક્લિક કરવા પર તમને તમામ પ્રકારની માહિતી પૂછવામાં આવે છે. આ રીતે તમારી અંગત માહિતી ચોરી કરી લેવાય છે.

ભ્રામક સમાચાર વિશે ફરિયાદ કરી શકાય છે
સરકારને લગતા કોઈ સમાચાર સાચા છે કે નકલી, તે જાણવા PIB Fact Checkની મદદ લઈ શકાય છે. કોઈપણ PIB Fact Check પર સ્ક્રીનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા વ્હોટ્સએપ નંબર 918799711259 પર URL મોકલી શકે છે અથવા તેને pibfactcheck@gmail.com પર મેઇલ કરી શકે છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati