Demat Account: 7 દિવસ બાદ બંધ થઈ જશે તમારૂ ડીમેટ એકાઉન્ટ, જલ્દી જ કરો આ કામ
જો તમારું એકાઉન્ટ નોમિનેશન ફાઈલ કર્યા વિના ડિએક્ટિવેટ થઈ જાય છે તો તમે ઘણી વસ્તુઓ કરી શકશો નહીં. તમે તમારા ડીમેટ ખાતામાં ના તો પૈસા જમા કરાવી શકશો કે ન તો ઉપાડી શકશો. આવી સ્થિતિમાં તમારે તમારું એકાઉન્ટ એક્ટિવ રાખવા માટે 30 સપ્ટેમ્બર પહેલા આ કામ કરવું જોઈએ.

Demat Account: શેર માર્કેટમાં (Share Market) રોકાણ કરવા માટે ડીમેટ એકાઉન્ટ જરૂરી છે. જો તમારું પણ ડીમેટ એકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. વાસ્તવમાં, માર્કેટ રેગ્યુલેટર સેબી અનુસાર ડીમેટ ખાતામાં નોમિનેશન (Nomination) ફાઈલ કરવું પડે છે. જો તમે હજુ સુધી તમારા ડીમેટ ખાતામાં નોમિનેશન ફાઈલ કર્યું નથી તો તમારું એકાઉન્ટ 7 દિવસ પછી નિષ્ક્રિય થઈ જશે. શેર માર્કેટમાં રોકાણ કરવા માટે ડીમેટ ખાતામાં નોમિનેશન અપડેટ કરવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 છે. આવી સ્થિતિમાં તમારી પાસે આગામી સપ્તાહ સુધીનો માત્ર સમય બચ્યો છે.
શું ફરીથી સમયમર્યાદા લંબાવવામાં આવશે?
માર્કેટ રેગ્યુલેટર સેબીએ અગાઉ પણ ઘણી વખત નોમિની ઉમેરવા માટે સમયમર્યાદા જાહેર કરી છે. આવી સ્થિતિમાં લોકોને આશા છે કે આ વખતે ફરીથી સેબી સમયમર્યાદા લંબાવી શકે છે. વાસ્તવમાં, અગાઉ નોમિની ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023ના રોજ સમાપ્ત થઈ રહી હતી, પરંતુ 27 માર્ચે, સેબીએ એક સૂચના જાહેર કરીને આ સમયમર્યાદા વધારી દીધી હતી. નોમિનેશન ના થવાના કારણે સેબી આવા એકાઉન્ટને ડિએક્ટિવેટ કરશે અને નોમિનેશન કામ પૂર્ણ થયા પછી જ તેને ફરીથી એક્ટિવ કરી શકાય છે.
આ પણ વાંચો: Fixed Deposit : દેશની આ 5 બેંકોમાં FD કરશો તો બની જશો અમીર, મળશે છપ્પરફાડ વ્યાજદર
પૈસા ઉપાડી શકાશે નહીં
જો તમારું એકાઉન્ટ નોમિનેશન ફાઈલ કર્યા વિના ડિએક્ટિવેટ થઈ જાય છે તો તમે ઘણી વસ્તુઓ કરી શકશો નહીં. તમે તમારા ડીમેટ ખાતામાં ના તો પૈસા જમા કરાવી શકશો કે ન તો ઉપાડી શકશો. આવી સ્થિતિમાં તમારે તમારું એકાઉન્ટ એક્ટિવ રાખવા માટે 30 સપ્ટેમ્બર પહેલા આ કામ કરવું જોઈએ. ચાલો અમે તમને જણાવીએ કે તમે નોમિની કેવી રીતે એડ કરી શકો છો.
આ રીતે નોમિની ઉમેરો
- ડીમેટ એકાઉન્ટમાં નોમિનેશનનું કામ પૂર્ણ કરવા માટે પહેલા ડીમેટ એકાઉન્ટમાં લોગિન કરો.
- હવે પ્રોફાઈલ વિભાગમાં માય નોમિનીઝનો વિકલ્પ પસંદ કરો.
- આ પછી એડ નોમિની અથવા ઓપ્ટ-આઉટનો વિકલ્પ પસંદ કરો.
- હવે નોમિનીની વિગતો ઉમેરો અને નોમિનીનો કોઈપણ ID પ્રૂફ અહીં અપલોડ કરો.
- આ પછી નોમિનીની શેર ટકાવારી પસંદ કરો.
- ત્યારપછી ડોક્યુમેન્ટ પર ઈ-સાઈન કરો અને આધાર OTP દાખલ કરો.
- વેરિફિકેશન પ્રક્રિયામાં 24થી 48 કલાકનો સમય લાગશે અને ત્યારબાદ નોમિનેશનનું કામ પૂર્ણ થશે.