Gujarati Video : PM નરેન્દ્ર મોદીના પગલે CM ભુપેન્દ્ર પટેલ , મળેલી ભેટ સોગાદોની કરાશે હરાજી , Video થકી જાણો નાંણાનો ઉપયોગ ક્યાં થશે
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી તે નરેન્દ્ર મોદીએ શરુ કરેલી પ્રણાલી મુજબ તેમને મળતી તમામ પ્રકારની ભેટ - સોગાદોની હરાજી કરશે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી તે નરેન્દ્ર મોદીએ શરુ કરેલી પ્રણાલી મુજબ તેમને મળતી તમામ પ્રકારની ભેટ – સોગાદોની હરાજી કરશે. હરાજી થકી મળતા નાણાનો ઉપયોગ સચિવાલયમાં કામ કરતા વર્ગ 4ના કર્મચારીઓની દીકરીઓના અભ્યાસ માટે કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સરકારના તોષાખાનાની ભેટ – સોગાદોનો સર્વે કરવા માટે અધિકારીઓને આપી સૂચના આપી છે.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરી હતી આ પ્રણાલી
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની કન્યાઓને શિક્ષિત બનાવવા અનોખો વ્યક્તિગત સંકલ્પ કર્યો હતો. જાહેર સમારંભો અને લોકો તરફથી તેમને મળતી તમામ પ્રકારની કિંમતી ભેટસોગાદો રાજય સરકારના તોષાખાનામાં તેઓ શાસનની શરૂઆતથી જ જમા કરાવતા હતા. જાહેર હરાજીથી તેનું પ્રજામાંથી જ ભંડોળ એકત્ર કરી મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ દ્વારા કન્યાઓના શિક્ષણ માટે જ તે વાપરતા હતા. તેવી જ રીતે હવે ભુપેન્દ્ર પટેલ પણ વડાપ્રધાનના પગલાને આગળ ધપાવશે.