શેરબજારની તેજી દરમ્યાન આ વર્ષે રક્ષાબંધનના પર્વએ બહેનને આપો શેરની અનોખી ભેટ, જાણો પ્રક્રિયા

TV9 GUJARATI

|

Updated on: Aug 19, 2021 | 3:12 PM

પૌરાણિક કાળમાં ભેટ સ્વરૂપે રક્ષાનું વચન અને ઉપહાર આપવા આવતા હતા. સમય જેમ જેમ બદલાતો ગયો તેમ તેમ આધુનિક સમયમાં ઉપહારો બદલાતા રહ્યા છે.

શેરબજારની તેજી દરમ્યાન આ વર્ષે રક્ષાબંધનના પર્વએ બહેનને આપો શેરની અનોખી ભેટ,  જાણો પ્રક્રિયા
Raksha Bandhan Gift

Follow us on

ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવાતા આ તહેવાર નિમિત્તે દરેક બહેન પોતાના ભાઈઓના કાંડા પર રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધી પોતાના વીરની રક્ષા અને લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. સામે ભાઈ બહેનને ભેટ આપે છે.

પૌરાણિક કાળમાં ભેટ સ્વરૂપે રક્ષાનું વચન અને ઉપહાર આપવા આવતા હતા. સમય જેમ જેમ બદલાતો ગયો તેમ તેમ આધુનિક સમયમાં ઉપહારો બદલાતા રહ્યા છે. મોંઘવારી, બહેનની રુચિ અને જરૂરિયાતને અનુલક્ષીને ભાઈ – બહેનને ભેટ આપે છે. હાલના સમયમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોએ ભેટમાં પ્રથમ હરોળમાં સ્થાન હાંસલ કર્યું છે. પણ કેટલીક એવી પણ ભેટ હોય છે જેમાં ભાઈ બહેનને એવી સોગાત આપી શકે છે જે આજે પણ અને આવનારા ભવિષ્યમાં પણ તેને મદદરૂપ સાબિત થઇ શકે છે.

કોરોનાકાળમાં શેરબજારમાં તેજીનો દોર કોરોનાકાળમાં અર્થતંત્રને ભારે હાનિ પહોંચી છે. મોટાભાગના વેપાર રોજગાર માંદા પડ્યા હતા પણ આ સામે શેરબજારે જબરદસ્ત તેજીનો દોર જાળવી રાખ્યો છે. હાલમાં શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફટી સર્વોચ્ચ સપાટી ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ઘણા સ્ટોક તો એવા છે જેમણે 100 થી લઇ 1000 ટકા ઉપરાંતનું રિટર્ન આપ્યું છે. બજારના તેજીનો દોર યથાવત છે અને અનેક નવી કંપનીઓ પ્રાથમિક બજારમાં પ્રવેશ મેળવવા કતારમાં છે ત્યારે આ શેર્સની ખરીદી લાભદાયક પણ સાબિત થઇ શકે છે. શેરબજાર રોકાણના જોખમને આધીન છે માટે આ શેર્સની ભેટ આપતા પેહલા ભાઈએ આ બાબતને પણ ધ્યાને લેવી જોઈએ.

શેર ભેટ આપવા માટે આમતો કોઈ ખાસ નિયમ નથી પરંતુ શેરબજારના કેટલાક નિયમો અનુસાર કોઈપણ વ્યક્તિ સીધું બીજાના ડિમેટ એકાઉન્ટમાં શેરની ડિલિવરી આપી શકતું નથી. આ માટે એક માત્ર વિકલ્પ શેર ટ્રાન્સફરનો રહે છે.ભાઈ પોતાના પોર્ટફોલિયોમાંથી શેર ટ્રાન્સફરનું ફોર્મ ભરી બહેનને શેર ભેટ આપી શકે છે.

બહેનને શેર ભેટ આપવા આ ફોર્મ ભરી શેર ટ્રાન્સફરની વિગતિમાં GIFT સિલેક્ટ કરવું પડશે

ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી આ માટે ભાઈ અને બહેન બંને પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. શેરમાં રોકાણ અંગે નિયમો ખુબ કડક બનાવાયા છે. ભાઈએ પોતાના પોર્ટફોલિયોમાં ન હોય તેવા શેર ભેટ આપવા હોય તો પોતાના ડિમેટ એકાઉન્ટ સાથે લિંક બેંક એકાઉન્ટનો ચેક આપી પોતે ડિલિવરી લઈ બાદમાં ટ્રાન્સર ફોર્મમાં ગિફ્ટનો ઉલ્લેખ કરી બહેનને શેર આપવા પડશે.

આવકવેરામાં પણ લાભ મળી શકે બહેનને શેર ભેટ આપ્યા બાદ જો આવકવેરામાં પણ લાભ જોઈતો હોય તો ભાઈએ સ્ટેમ્પ પેપર ઉપર જે – તે શેરની ગિફ્ટ ડીડ બનાવી પડશે. આ દસ્તાવેજના આધારે આકવેરા વિભાગ ટેક્સમાં છૂટ આપે છે.

નોંધ : શેરબજારમાં રોકાણ જોખમને આધીન છે. રોકાણ પેહલા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી

આ પણ વાંચો :  જે મહિલાઓ ઘર અને પરિવારથી દૂર કામ કરી રહી છે અથવા સિંગલ છે તેમના માટે સરકાર પાસે કોઈ વિશેષ ગાઇડલાઇન જ નથી!!!

આ પણ વાંચો :   બાબા રામદેવે કરી મોટી જાહેરાત, યોગગુરુ RUCHI SOYA FPO ઉપરાંત PATANJALI IPO લાવશે , જાણો શું છે યોજના

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati