AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Tauktae Effect : વાવાઝોડાના કારણે અગર એક મહિનો વહેલા ઠપ્પ થયા , 8 લાખ ટન મીઠું ધોવાઈ જતાં ભાવ વધારાની ચિંતા

ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકામાં વિશાળ સમુદ્ર કાંઠો આવેલો છે જ્યાં મોટી સંખ્યામાં મીઠાના અગર આવેલા છે. તાઉ તે વાવાઝોડાના કારણે તેજ પવન અને ભારે વરસાદના કારણે 7.5 લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે.

Cyclone Tauktae Effect : વાવાઝોડાના કારણે અગર એક મહિનો વહેલા ઠપ્પ થયા , 8 લાખ ટન મીઠું ધોવાઈ જતાં ભાવ વધારાની ચિંતા
વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગને મોટું નુકશાન પહોંચ્યું છે.
| Updated on: May 21, 2021 | 2:13 PM
Share

ભરૂચ જિલ્લામાં ત્રણ તાલુકામાં વિશાળ સમુદ્ર કાંઠો આવેલો છે જ્યાં મોટી સંખ્યામાં મીઠાના અગર આવેલા છે. તાઉ તે વાવાઝોડાના કારણે તેજ પવન અને ભારે વરસાદના કારણે 8 લાખ ટન મીઠું ધોવાઈ ગયું છે. ૧૫ જૂન સુધી ચાલતી સીઝન વાવાઝોડાના કારણે એક મહિનો વહેલી પુરી કરવાની ફરજ પડી છે

ભરૂચ એક ઔદ્યોગિક જિલ્લો છે જ્યાંથી મીઠાનો મોટો જથ્થો કોસ્ટિક અને ક્લોરીનનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં ખુબ મોટા પ્રમાણમાં જાય છે.જિલ્લામાં આવેલા મીઠા ઉધોગને વાવઝોડાથી કમરતોડ ફટકો પડ્યો છે. મીઠા ઉધોગમાં ભરઉનાળામાં કે જયારે મીઠાનું ઉત્પાદન મેળવવાની તૈયારી વચ્ચે અચાનક તાટકેલાં વાવાઝોડાએ ઉત્પાદન અને તેના વેચાણથી સારા નફાની આશાઓ ઉપર પાણી ફેરવી દીધું હતું.

૪૦ હજાર એકરમાં મીઠાના અગરને નુકશાન ભરૂચ જિલ્લામાં 40,000 એકરમાં આવેલા 160 મીઠાના અગરને 110 KM ની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા અને 4 ઇંચ વરસેલા વરસાદથી મરણતોલ ફટકો પડયો છે. 50 કરોડ રૂપિયાના પ્રોડક્શનમાં નુકશાનીનો માર વેઠવાનો વારો આવ્યો છે. જેને ધ્યાને લઇ મીઠા ઉદ્યોગ માટે રાહત પેકેજ જારી કરવા સરકારી તંત્રને રજુઆત કરાઈ છે.

દૈનિક ૨૫હજાર મેટ્રિક ટન ઉત્પાદન ક્ષમતા વાવાઝોડામાં 4 થી 6 ઈંચ વરસાદ તથા 110 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલ પવનને લીધે બેવડો માર માર્યો છે. વાગરા, જંબુસર, હાંસોટ વિસ્તારમાં રોજનું અંદાજીત 25000 મે.ટન થી વઘુ મીઠાનું ઉત્પાદન ક્ષમતા છે. જે 15 જુન થી પણ વધુ સમય માટે ઉત્પાદિત થવાનો અંદાજ હતો પરંતુ મીઠાનું ઉત્પાદન 4 થી 6 ઈંચ વરસાદ પડવાને લીધે સંપૂર્ણપણે ધોવાઇ ગયું છે.

8,00,000 ટનથી વધુ મીઠાનું ઘોવાણ થયું સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચરર એસો.ના પ્રમુખ સુલતાન પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડા અને વરસાદના કારણે અંદાજીત 8,00,000 ટનથી વધુ મીઠાનું ઘોવાણ થયું છે. મીઠાની સીઝનને ફરીથી શરૂ કરવા માટે હવે દોઢ થી બે મહિનાનો સમયગાળો લાગે છે. આ સંજોગોમાં મીઠાના ઉત્પાદનની મૂળભૂત જરૂરિયાત પાણી અને ક્યારીઓ છે. ક્યારી બનાવવી અને ૧ મહિનામાં પાણી ભરી બાષ્પીભવન કરવું હવે અસંભવ છે.

ભરૂચ જિલ્લામાં 40,000 એકરથી વધુ મીઠાની જમીનો ફાળવેલ છે જે જોતા અંદાજીત નુકશાન ₹40 થી 50 કરોડ જેટલું થાય છે. આ ઉપરાંત સોલ્ટ વર્કસમાં આવેલ વીજળીના થાંભલા , વીજ વાયરો , રહેણાંકના પતરા જેવી નુકશાની અલગ છે. સેન્ટ્રલ એન્ડ સાઉથ ગુજરાત સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રમુખ સુલતાન પટેલે સરકાર સમક્ષ નુકશાની અંગે રજુઆત કરી રાહત પેકેજ જારી કરવા માંગ કરી છે

સરકાર પાસે રાહત પેકેજની મીઠા ઉદ્યોગની માંગણી જિલ્લામાં વર્ષે 18 લાખ ટન મીઠું ઉત્પાદિત થાય છે. જે પેકી 20% ફૂડ અને 80 % ઇન્ડસ્ટ્રીયલ સપ્લાય  થાય છે. ભરૂચ જિલ્લાના તમામ મીઠા ઉત્પાદકોને 5000 રૂપિયા પ્રતિ એકર પ્રમાણે આર્થિક સહાય પૂરી પાડવી જોઈએ તેવી માંગ કરાવમાં આવી છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">