AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Credit Card: ઝડપથી વધી રહ્યો છે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીનો ટ્રેન્ડ, એક મહિનામાં રેકોર્ડ 1.5 લાખ કરોડ રૂપિયાના થયા ટ્રાન્ઝેક્શન

ઓગસ્ટ મહિનામાં ભારતીયોમાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ જુલાઈ 2023માં રૂ. 1.45 લાખ કરોડ હતો, જે ઓગસ્ટમાં 2.67 ટકા વધીને રૂ. 1.48 લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, PoS એટલે કે પોઈન્ટ ઓફ સેલ દ્વારા ગ્રાહકની ચૂકવણી લગભગ 6.7 ટકા વધીને રૂ. 52,961 કરોડ થઈ છે.

Credit Card: ઝડપથી વધી રહ્યો છે ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણીનો ટ્રેન્ડ, એક મહિનામાં રેકોર્ડ 1.5 લાખ કરોડ રૂપિયાના થયા ટ્રાન્ઝેક્શન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 7:41 PM
Share

ભારતમાં ક્રેડિટ કાર્ડનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. શોપિંગથી લઈને ભાડા સુધી લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે ઓગસ્ટ મહિનામાં ક્રેડિટ કાર્ડ (Credit Card) દ્વારા રેકોર્ડ વ્યવહારો થયા છે. એક મહિનામાં ભારતના લોકોએ ક્રેડિટ કાર્ડ દ્વારા 1.5 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો કર્યા છે. પોઈન્ટ ઓફ સેલ (POS) એટલે કે ક્રેડિટ કાર્ડ દ્વારા પીઓએસ અને ઈ-કોમર્સ પેમેન્ટમાં જોરદાર વધારો થયો છે.

ચૂકવણી 6.7 ટકા વધીને રૂ. 52,961 કરોડ થઈ

ઓગસ્ટ મહિનામાં ભારતીયોમાં ક્રેડિટ કાર્ડનો ખર્ચ જુલાઈ 2023માં રૂ. 1.45 લાખ કરોડ હતો, જે ઓગસ્ટમાં 2.67 ટકા વધીને રૂ. 1.48 લાખ કરોડની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ પહોંચ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, PoS એટલે કે પોઈન્ટ ઓફ સેલ દ્વારા ગ્રાહકની ચૂકવણી લગભગ 6.7 ટકા વધીને રૂ. 52,961 કરોડ થઈ છે જ્યારે ઈ-કોમર્સ ચૂકવણી વધીને રૂ. 95,641 કરોડ થઈ છે.

ઓગસ્ટમાં ભારતીયોએ ઘણી ખરીદી કરી

મતલબ કે ઓગસ્ટ મહિનામાં ભારતીયોએ ઘણી ખરીદી કરી છે. HDFC બેંકના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન ઓગસ્ટમાં 0.1 ટકા ઘટીને રૂ. 39,371 કરોડ થયા હતા, જે અગાઉના મહિનામાં રૂ. 39,403 કરોડ હતા. ICICI બેંકે ગયા મહિનાની સરખામણીએ વ્યવહારોમાં લગભગ 3 ટકાનો વધારો નોંધાવ્યો છે, જે રૂ. 26,606 કરોડ થયો છે. લોકોને આકર્ષક ઓફર આપતી એક્સિસ બેંકે 0.5 ટકાના વધારા સાથે રૂ. 17,752 કરોડ નોંધાવ્યા છે.

જુલાઈમાં 8.987 કરોડ ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું

સ્થાનિક બેન્કિંગ ઉદ્યોગમાં ઓગસ્ટમાં 14.1 લાખ ક્રેડિટ કાર્ડનો વધારો જોવા મળ્યો હતો. જુલાઈમાં 8.987 કરોડ ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે ઓગસ્ટમાં વધીને 9.128 કરોડ થઈ ગયું છે. આ મામલે HDFC બેંક ટોચ પર છે. HDFC બેંકે કુલ 1.853 કરોડ ક્રેડિટ કાર્ડનું વિતરણ કર્યું છે.

આ પણ વાંચો : RBI: દુનિયામાં ભારતની અર્થવ્યવસ્થાનો વાગી રહ્યો છે ડંકો, ચાલુ ખાતાની ખાધ થઈ અડધી, જાણો દેશ માટે કેવી રીતે છે ફાયદાકારક

જો કે, ગયા મહિના સુધીમાં, બેંકે 1.854 કરોડ કાર્ડનું વિતરણ કર્યું હતું. SBI કાર્ડ્સે 1.778 કરોડ ક્રેડિટ કાર્ડ્સ, ICICI બેન્કે 1.530 કરોડ ક્રેડિટ કાર્ડ્સ અને એક્સિસ બેન્કે 1.296 કરોડ ક્રેડિટ કાર્ડ્સનું વિતરણ કર્યું છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
g clip-path="url(#clip0_868_265)">