CPI Inflation: સામાન્ય માણસ માટે રાહતના સમાચાર, છૂટક ફુગાવાના દરમાં થયો ઘટાડો

|

Jun 13, 2022 | 7:03 PM

શાકભાજી, ફળો, દૂધ, મસાલા અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાથી દેશમાં લોકો પર મોંઘવારીનું દબાણ વધ્યું છે. થોડા દિવસ પહેલા ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ભારતના ફુગાવાના અનુમાનને 5.7 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો હતો.

CPI Inflation: સામાન્ય માણસ માટે રાહતના સમાચાર, છૂટક ફુગાવાના દરમાં થયો ઘટાડો
File Image

Follow us on

CPI Inflation in May: મે મહિનામાં CPI આધારિત ફુગાવાનો દર (Inflation) 7.04 ટકા રહ્યો છે. એપ્રિલ મહિનામાં આ આંકડો 7.79 ટકા હતો. આ ઘટાડા પાછળનું કારણ તેલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં (Excise Duty) ઘટાડો હોવાનું માનવામાં આવે છે. સીપીઆઈ આધારિત ફુગાવો સતત પાંચમા મહિને આરબીઆઈ (RBI) દ્વારા નિર્ધારિત મર્યાદાથી વધારે રહ્યો છે. આરબીઆઈએ 2થી 6 ટકાની મર્યાદા રાખી છે. જોકે, રશિયા-યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) કારણે તેલની વધતી કિંમતો અને સપ્લાય ચેઈનમાં વિક્ષેપને કારણે આગામી દિવસોમાં ફુગાવો વધવાની અપેક્ષા છે. મે મહિનામાં ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર 7.97 ટકા રહ્યો છે. ગયા મહિને તે 8.31 ટકા હતો. ગયા નાણાકીય વર્ષ 2022ના રિપોર્ટિંગ મહિનામાં તે 5.01 ટકા પર હાજર હતો.

ખાદ્યપદાર્થોના ભાવ ચિંતાનો વિષય

શાકભાજી, ફળો, દૂધ, મસાલા અને અન્ય ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થવાથી દેશમાં લોકો પર મોંઘવારીનું દબાણ વધ્યું છે. થોડા દિવસ પહેલા ભારતીય રિઝર્વ બેંક (RBI)એ ભારતના ફુગાવાના અનુમાનને 5.7 ટકાથી વધારીને 6.7 ટકા કર્યો હતો. તેમણે આ નિર્ણય જૂનમાં મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં લીધો હતો. સેન્ટ્રલ બેંકનો નિર્ણય વૈશ્વિક બજારમાં કોમોડિટીની વધતી કિંમતો પર આધારિત હતો.

આ સિવાય રિઝર્વ બેંકે 2022માં ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 105 ડોલર અને સામાન્ય ચોમાસાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો હતો. તેણે પ્રથમ ક્વાર્ટરમાં ફુગાવો 7.5 ટકા, બીજા ક્વાર્ટરમાં 7.4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.2 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

CPI આધારિત ફુગાવો શું છે?

તમને જણાવી દઈએ કે જ્યારે આપણે ફુગાવાના દરની વાત કરીએ છીએ તો અહીં આપણે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવાની વાત કરી રહ્યા છીએ. CPI સામાન અને સેવાઓના છૂટક ભાવમાં ફેરફારને ટ્રેક કરે છે, જેને પરિવાર તેમના રોજિંદા ઉપયોગ માટે ખરીદે છે.

ફુગાવાને માપવા માટે અમે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન CPIમાં ટકાવારીના વધારાનો અંદાજ લગાવીએ છીએ. અર્થતંત્રમાં કિંમતો સ્થિર રાખવા માટે આરબીઆઈ આ આંકડા પર નજર રાખે છે. CPI ચોક્કસ કોમોડિટી માટે છૂટક કિંમતો માપે છે. આ ગ્રામીણ, શહેરી અને સમગ્ર ભારતમાં જોવા મળે છે. સમયાંતરે ભાવ સૂચકાંકમાં ફેરફારને CPI આધારિત ફુગાવો અથવા છૂટક ફુગાવો કહેવામાં આવે છે.

Next Article