Retail inflation rate: ભારતનો મોંઘવારી દર આઠ વર્ષના ઉચ્ચતમ સ્તરે, બીજા દેશોની હાલત પણ ખરાબ

સરકારે એપ્રિલ મહિનાના છૂટક મોંઘવારી (Retail Inflation) દરના આંકડા જાહેર કર્યા છે. તે 7.79%ના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જ્યારે ખાદ્ય મોંઘવારી દર 8.38% રહ્યો.

Retail inflation rate: ભારતનો મોંઘવારી દર આઠ વર્ષના ઉચ્ચતમ સ્તરે, બીજા દેશોની હાલત પણ ખરાબ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 8:21 PM

સામાન્ય માણસના ખિસ્સા પર ભાર મુકતી મોંઘવારીના (Inflation rate) સરકારી આંકડા જાહેર થયા છે. એપ્રિલમાં છૂટક મોંઘવારી દર 7.79 ટકાના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જ્યારે ખાદ્ય મોંઘવારીનો દર 8.38% રહ્યો. મોંઘવારીનો આ દર તેની 8 વર્ષની ટોચે છે. અગાઉ મે 2014માં મોંઘવારીનો દર 8.33% હતો. જ્યારે માર્ચ 2022માં રિટેલ મોંઘવારી દર 6.95 ટકા હતો. માર્ચ મહિનામાં પણ મોંઘવારી દર 17 મહિનાના ઉચ્ચ સ્તરે હતો.

આરબીઆઈની લિમિટથી પાર થઈ મોંઘવારી

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ મોંઘવારીની અપર લિમીટ 6% નક્કી કરી છે. મોંઘવારી માટે ટોલરન્સ બેન્ડ 2-6 ટકા રાખવામાં આવ્યો છે. પરંતુ એપ્રિલનો ડેટા દર્શાવે છે કે તે હવે તેના કરતા ઘણો ઊંચો જતો રહ્યો છે. આ સતત ચોથો મહિનો છે, જ્યારે મોંઘવારીનો દર આરબીઆઈની નિર્ધારિત મર્યાદાથી ઉપર છે. અગાઉ, રિટેલ ફુગાવાનો દર ફેબ્રુઆરીમાં 6.07% અને જાન્યુઆરીમાં 6.01% હતો. અગાઉ, રિટેલ મોંઘવારીનો દર ફેબ્રુઆરીમાં 6.07% અને જાન્યુઆરીમાં 6.01% હતો.

યુક્રેન યુદ્ધએ વધારી મોંઘવારી

યુક્રેન કટોકટી શરૂ થાય તે પહેલા રિઝર્વ બેંકને અપેક્ષા હતી કે માર્ચમાં છૂટક મોંઘવારી તેની ટોચ પર હશે. એપ્રિલથી તેમાં ઘટાડો શરૂ થશે અને તે ધીમે ધીમે 4 ટકા સુધી નીચે આવશે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ભારતની સહિત વિકસિત દેશોમાં પણ મોંઘવારી દર વધારે

યુએસએ – 8.3% 1981 બાદ સૌથી વધુ યુરો ઝોન – 7.5% લાઈફ ટાઈમ હાઈ યુકે – 7% 1992 બાદ સૌથી વધુ જર્મની – 7.4% 1981 બાદ સૌથી વધુ તુર્કી – 70% 2002 બાદ સૌથી વધુ શ્રીલંકા – 30%, 1948 બાદ સૌથી વધુ બ્રાઝિલ – 12.1% 26 વર્ષમાં સૌથી વધુ

વધતી મોંઘવારીથી સામાન્ય માણસની હાલત કફોડી

ખાદ્યપદાર્થોના ભાવ બેકાબૂ બન્યા છે. એપ્રિલના ફૂડ બાસ્કેટ મોંઘવારીના આંકડા પણ આ વાતની પુષ્ટિ કરે છે. એપ્રિલમાં ખાદ્ય મોંઘવારી દર 8.38 ટકા હતો. જ્યારે માર્ચ 2022માં આ દર 7.68% હતો અને ગયા વર્ષે એપ્રિલમાં તે 1.96% હતો. ખાદ્યતેલના ભાવમાં વધારો એ ખાદ્ય મોંઘવારી વધારવામાં સૌથી મોટો હાથ ધરાવે છે. આ સિવાય ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન અને ઈંધણના ભાવ ઊંચા સ્તરે રહેવાના કારણે પણ મોંઘવારી દર વધ્યો છે. ખાદ્ય તેલનો મોંઘવારી દર એપ્રિલમાં સૌથી વધુ 17.28% હતો. જ્યારે આ પછી શાકભાજીનો મોંઘવારી દર 15.41% વધ્યો. આ સિવાય ઈંધણ અને લાઇટનો મોંઘવારી દર એપ્રિલમાં 10.80% રહ્યો.

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">