Corona Effect: મહામારી સામે મજબૂત લડત માટે સરકાર આગામી બજેટમાં Covid-19 સરચાર્જ લાગુ કરી શકે છે

દેશનું કેન્દ્રીય બજેટ એક મહિના કરતા પણ ઓછા સમયમાં રજૂ થનાર છે. સરકારે પહેલેથી જ જણાવ્યું છે કે આ બજેટ સંપૂર્ણપણે અલગ હશે. બજેટ ‘સ્વનિર્ભર ભારત’ ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. આર્થિક બાબતોના નિષ્ણાતો 2021-22ના સામાન્ય બજેટ વિશે ઘણી અટકળો કરી રહ્યા છે. નવા અંદાજ મુજબ સરકાર બજેટમાં કોવિડ -19 સરચાર્જનો પણ સમાવેશ કરી શકે […]

Corona Effect: મહામારી સામે મજબૂત લડત માટે સરકાર આગામી બજેટમાં Covid-19 સરચાર્જ લાગુ કરી શકે છે
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Jan 04, 2021 | 9:21 AM

દેશનું કેન્દ્રીય બજેટ એક મહિના કરતા પણ ઓછા સમયમાં રજૂ થનાર છે. સરકારે પહેલેથી જ જણાવ્યું છે કે આ બજેટ સંપૂર્ણપણે અલગ હશે. બજેટ ‘સ્વનિર્ભર ભારત’ ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે. આર્થિક બાબતોના નિષ્ણાતો 2021-22ના સામાન્ય બજેટ વિશે ઘણી અટકળો કરી રહ્યા છે. નવા અંદાજ મુજબ સરકાર બજેટમાં કોવિડ -19 સરચાર્જનો પણ સમાવેશ કરી શકે છે.

સરકારને ભંડોળની જરૂર છે નિષ્ણાંતો માને છે કે સરકાર કોરોના રસી માટે મહેસૂલ ખાધ અને ભારે ખર્ચને કારણે કોવિડ -19 સરચાર્જ લાદી શકે છે. આ બજેટ રોકાણકારોની અપેક્ષાઓથી બહારનું હોઈ શકે. સરકારને ભંડોળની જરૂર છે. તે પહેલેથી જ ડિસઇન્વેસ્ટમેન્ટ હેઠળ સરકારી કંપનીઓમાં હિસ્સો વેચીને ભંડોળ ઉભું કરી રહી છે.

ભારત ગ્લોબલ ગ્રોથને લીડ કરવું તૈયાર છે ડિસેમ્બરમાં એક કાર્યક્રમ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું હતું કે ભારત ગ્લોબલ ગ્રોથને લીડ કરવું તૈયાર છે. તેનો સ્પષ્ટ અર્થ એ છે કે સરકાર તેના ખર્ચમાં વધારો કરશે. આ માટે માંગ અને રોકાણની જરૂર છે. આવી સ્થિતિમાં, સરકાર માંગ વધારવા માટે નાના કરદાતાઓને આર્થિક મજબુત બનાવશે અને ટેક્સ સ્લેબમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે. બીજી તરફ સરકાર રોકાણ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ વિદેશી રોકાણને પહેલેથી જ આકર્ષિત કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

‘સ્વનિર્ભર ભારત’ ધ્યાન કેન્દ્રિત કરશે સરકારે 5 વર્ષ માટે લગભગ 2 લાખ કરોડ રૂપિયાની પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજના હેઠળ 10 મોટા ક્ષેત્રોને મદદ કરવાની જાહેરાત કરી હતી. આમાં ફાર્મા, ટેલિકોમ, ઓટોમોબાઈલ, ઓટો ઘટકો, કાપડ અને ખાદ્ય ઉત્પાદનોનો સમાવેશ થાય છે. સરકારનું માનવું છે કે આ યોજનાથી ફક્ત આ ક્ષેત્રોમાં નવી રોજગારી સાથે ઉત્પાદન ક્ષેત્રમાં પણ સુધારો થશે . વિદેશી રોકાણમાં પણ વધારો થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">