દેશના કારોબારીઓએ GST ના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું, 26 ફેબ્રુઆરીએ ચક્કા જામ કરશે

દેશના કારોબારીઓએ GST ના વિરોધમાં ભારત બંધનું એલાન આપ્યું, 26 ફેબ્રુઆરીએ ચક્કા જામ કરશે
GST

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ GSTના મામલે 26 ફેબ્રુઆરીએ ભારત વેપાર બંધની જાહેરાત કરી છે.

Ankit Modi

| Edited By: Bhavesh Bhatti

Feb 09, 2021 | 8:14 AM

કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ GSTના મામલે 26 ફેબ્રુઆરીએ ભારત વેપાર બંધની જાહેરાત કરી છે. આ બંધના સમર્થનમાં, પરિવહન ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશને 26 ફેબ્રુઆરીએ ભારત વેપાર બંધને ટેકો આપતા ચક્કા જામ કરવાની જાહેરાત કરી છે.

નાગપુરમાં શરૂ થયેલી CAIT દ્વારા આયોજીત ત્રણ દિવસીય રાષ્ટ્રીય વ્યાપાર સંમેલનમાં દેશના તમામ રાજ્યોના 200 થી વધુ અગ્રણી ઉદ્યોગપતિઓ સંયુક્ત રીતે ઉપસ્થિત રહ્યા છે. CAIT હેઠળ આવતા દેશના 8 કરોડથી વધુ ઉદ્યોગપતિઓ આ બંધનું સમર્થન કરશે. આ સાથે જ ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશન પણ આ બંધમાં જોડાશે.

GST સંપૂર્ણ રીતે નિષ્ફળ કર પ્રણાલી આ જાહેરાત CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી. ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ સાથે ઓલ ઈન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલ્ફેર એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદીપ સિંઘલે સંયુક્ત રીતે કરી છે. ભરતીયા અને ખંડેલવાલે GST કાઉન્સિલ પર પોતાના ફાયદા માટે જીએસટીને જટિલ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે જીએસટી સંપૂર્ણ રીતે નિષ્ફળ કર પ્રણાલી છે.

GSTના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ જીએસટીના મૂળ સ્વરૂપ સાથે છેડછાડ કરાઈ છે. તમામ રાજ્ય સરકારો તેમના હિતો માટે વધુ ચિંતિત છે અને તેઓ ટેક્સ પ્રણાલીને સરળ બનાવવા અંગે ચિંતિત નથી. વેપાર કરવાને બદલે દેશના વેપારીઓ આખો દિવસ જીએસટી ટેક્સ પાછળ વિતાવે છે, જે દેશના અર્થતંત્રની વિરુદ્ધ પરિસ્થિતિ છે. આવી સ્થિતિમાં જીએસટીના હાલના સ્વરૂપ પર ફરીથી વિચાર કરવાની જરૂર છે.

937 વખત સુધારા કરાયા ચાર વર્ષમાં જીએસટીમાં 937 કરતા વધુ વખત ફેરફાર થયા પછી જીએસટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલાઈ ગયું છે. વારંવાર કોલ કરવા છતાં જીએસટી કાઉન્સિલ દ્વારા CAIT દ્વારા રજૂ કરાયેલા મુદ્દાઓ અંગે હજુ સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી, તેથી વેપારીઓએ તેમના મુદ્દાઓ માટે ભારત વેપાર બંધની ઘોષણા કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati