રિલાયન્સ સાથે ડીલ કરનાર અમદાવાદ ગુજરાતની આ કંપનીના શેર પર તુટી પડ્યા રોકાણકારો, કંપની વહેંચવા જઈ રહી છે 165 ટકા નફો

|

Apr 01, 2024 | 6:02 PM

આજે સોમવારે ગુજરાત ટૂલરૂમના શેરમાં 5 %ની અપર સર્કિટ લાગી હતી. કંપનીનો શેર આજે ઇન્ટ્રાડેમાં રૂ. 42.52 પર પહોંચી ગયો હતો. સકારાત્મક સમાચાર સામે આવતા કંપનીના શેરમાં આ ઉછાળો આવ્યા હોવાનું કહેવાય છે.

રિલાયન્સ સાથે ડીલ કરનાર અમદાવાદ ગુજરાતની આ કંપનીના શેર પર તુટી પડ્યા રોકાણકારો, કંપની વહેંચવા જઈ રહી છે 165 ટકા નફો

Follow us on

આજે સોમવારે ગુજરાત ટૂલરૂમના શેરમાં 5 %ની અપર સર્કિટ લાગી હતી. કંપનીનો શેર આજે ઇન્ટ્રાડે દરમિયાન રૂ. 42.52 પર પહોંચી ગયો હતો. કંપનીને લગતા સકારાત્મક અહેવાલોને પગલે, ગુજરાત ટૂલરૂમના શેરમાં ઉછાળો આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. હક્કિતમાં, ગુજરાત ટૂલરૂમના બોર્ડ મેમ્બર 100 થી 165 ટકા ડિવિડન્ડની ચુકવણીની દરખાસ્ત પર વિચારણા કરશે અને તેને મંજૂર કરશે. એસએમઈ કંપની બોર્ડ, આગામી 8 એપ્રિલ, 2024 ના રોજ યોજાનારી તેની બોર્ડ મીટિંગમાં ડિવિડન્ડની વહેંચણી અંગેની દરખાસ્ત પર વિચારણા કરશે અને તેને મંજૂર કરશે.

કંપનીએ શું કહ્યું?

એસએમઈ કંપનીએ સ્ટોક માર્કેટમાં કરેલ એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે, કંપનીના ઉત્તમ નાણાકીય પરિણામોને પગલે ડિવિડન્ડની દરખાસ્ત પ્રાપ્ત થઈ છે. ડિવિડન્ડ ચૂકવણીની દરખાસ્ત વિશે માહિતી આપતા, એસએમઈ કંપનીએ જણાવ્યું હતું કે, “અમને તમને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત ટૂલરૂમ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની એક બેઠક ચાલુ નાણાકીય વર્ષ માટે ડિવિડન્ડની જાહેરાત સહિત વિવિધ બાબતો પર વિચાર-વિમર્શ માટે યોજવામાં આવી રહી છે. આ બેઠક 8 એપ્રિલ 2024ના રોજ બોલાવવામાં આવનાર છે.” કંપનીએ જણાવ્યું હતું કે સૂચિત ડિવિડન્ડ 100% થી 165% ની રેન્જમાં હોવાની અપેક્ષા છે.”

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

કંપની રૂપિયા 42 સુધીનું ડિવિડન્ડ આપી શકે છે

ગુજરાત ટૂલરૂમના શેરની કિંમત આજે રૂપિયા 42ની આસપાસ રહેવા પામી છે. આનો અર્થ એ છે કે એસએમઈ કંપનીના પાત્ર શેરધારકો શેર દીઠ ઓછામાં ઓછા રૂપિયા 42ના ડિવિડન્ડની અપેક્ષા રાખી શકે છે. તાજેતરમાં, ગુજરાત ટૂલરૂમ ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે એસએમઈ કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં દિગ્ગજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે એક સોદાની જાહેરાત કરી હતી.

Next Article