Commodity Market Today : સોના – ચાંદી અને અનાજની વાયદા બજારમાં કિંમતો શું છે? જાણો અહેવાલ દ્વારા
Commodity Market Today : 24 જુલાઈ ૨૦૨૩ના રોજ મુખ્ય કિંમતી ધાતુપ સોના ચાંદીવાયદા બજારમાં તેજી નોંધાવી બંધ થયા છે. ઇન્ટ્રાડે દરમિયાન પ્રતિ કિલો 75,163.00 સુધી ઉછળી હતી તો બીજી તરફ સોનાની વાત કરીએતો પીળી ધાતુ પ્રતિ 10 ગ્રામ 59,265.00 સુધી ઉપલા સ્તરે ટ્રેડ થી હતી.

Commodity Market Today : 24 જુલાઈ ૨૦૨૩ના રોજ મુખ્ય કિંમતી ધાતુપ સોના ચાંદીવાયદા બજારમાં તેજી નોંધાવી બંધ થયા છે. ઇન્ટ્રાડે દરમિયાન પ્રતિ કિલો 75,163.00 સુધી ઉછળી હતી તો બીજી તરફ સોનાની વાત કરીએતો પીળી ધાતુ પ્રતિ 10 ગ્રામ 59,265.00 સુધી ઉપલા સ્તરે ટ્રેડ થી હતી. ચાંદીમાં 1 % નજીક જયારે સોનામાં 0.13% નો ઉછાળો નોંધાયા બાદ કારોબાર બંધ થયો હતો.
MCX માં સોના – ચાંદીનો છેલ્લો બંધ ભાવ ( 25/7/2023, 23:29 અપડેટ અનુસાર )
- Gold : 59155.00 +79.00 (0.13%)
- Silver :74770.00 +674.00 (0.91%)
હળદર અને જીરાના ભાવમાં ઉછાળો
હળદરના ભાવ 13 વર્ષની ઉંચાઈએ પહોંચી ગયા છે. હળદરનો ઓગસ્ટ વાયદો 13,188ની સપાટીએ પહોંચી ગયો છે. ગઈકાલે હળદરના ભાવમાં 5% થી વધુનો વધારો થયો હતો.નિષ્ણાંતોના મતે આ વર્ષે હળદરની વાવણી ઘટી રહી હોવાથી લાંબા ગાળે હળદરના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
કુરુંડા ગામના રહેવાસી ખેડૂત સદાશિવ ગવળીએ ગયા વર્ષે 10 એકરમાં હળદરનો પાક વાવેલો હતો. આ વર્ષે તેને 19 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળ્યો હતો. તેણે કુરુંદાના બજારમાં 21 ક્વિન્ટલ હળદર વેચી છે. કુલ મળીને તેમને 3 લાખ 79 લાખ રૂપિયાની આવક થઈ છે.
તાજેતરમાં જીરાના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. રાજસ્થાનના નાગૌરમાં જીરાનો ભાવ 64 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલને પાર કરી ગયો છે. જીરાની માંગને જોતા નિષ્ણાતો કહે છે કે તેની કિંમત 70,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સુધી પહોંચે તો પણ નવાઈ નહીં.
ઇસબગોળ અને વરિયાળી મોંઘા થયા
જીરાના વધતા ભાવને જોઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. મોટા પાયે તેઓ તેમની ઉપજ સાથે બજારમાં પહોંચી રહ્યા છે. જીરાની સાથે ઇસબગોળના ભાવ પણ આ વખતે 27 હજાર 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રહ્યા છે. સાથે જ વરિયાળી પણ 28 હજાર પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાઈ રહી છે. જીરૂ, વરિયાળી અને ઇસબગોલની ખેતી કરતા ખેડૂતોની ચાંદી થઈ ગઈ છે. જણાવી દઈએ કે નાગૌરનું બજાર સમગ્ર દેશમાં મગ અને જીરા માટે પ્રખ્યાત છે.
ખાંડના બજાર તેજીમાં
ICE પર કાચી ખાંડનો વાયદોએક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો કારણ કે પ્રતિકૂળ હવામાને રોકાણકારોને પુરવઠા અંગે ચિંતિત રાખ્યા હતા. ઓક્ટોબર કાચી ખાંડ 0931 GMT પર 0.6% વધીને 25.15 સેન્ટ પ્રતિ પાઉન્ડ થઈ હતી, જે 22 જૂન પછી 25.16 પર સૌથી વધુ છે.
સ્થાનિક ખાંડના ભાવ મુખ્ય બજારોમાં સારી સ્થિતિથી સ્થિર નોંધાયા હતા. ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં માંગ ઓછી છે પરંતુ ઉત્તર પ્રદેશમાં 5-6 સિઝન શાંત રહ્યા બાદ તે વધી છે. અહેવાલ મુજબ વધુ પડતા વરસાદને કારણે મહારાષ્ટ્રમાં વ્યાપારી ગતિવિધિઓ ધીમી પડી ગઈ છે.
મુઝફ્ફરનગર અને દિલ્હીમાં ભાવ 10-20 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધુ જણાવવામાં આવી રહ્યા છે. કોલ્હાપુરમાં એસ-ગ્રેડની કિંમત રૂ. 3,470 થી રૂ. 3,510 સુધીની છે જ્યારે ઉત્તર પ્રદેશમાં એમ-ગ્રેડની કિંમત રૂ. 3,630 થી રૂ. 3,680 સુધીની છે.AgriMandi.live અનુસાર નજીકના ભવિષ્યમાં કોલ્હાપુરના બજારોમાં S ગ્રેડની કિંમત રૂ. 3,440 થી રૂ. 3,550 પ્રતિ ક્વિન્ટલની વચ્ચે રહેવાની ધારણા છે.
વૈશ્વિક બજારમાં કોમોડિટીની સ્થિતિ
- ક્રૂડ ઓઇલ 3 મહિનાની ટોચે, બ્રેન્ટ $83ને પાર
- અમેરિકામાં ગેસોલિનની વધતી માંગને ટેકો
- બુલિયનમાં ફરી રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ
- બેઝ મેટલ્સમાં રિકવરી ચાલુ, તમામ મેટલ્સમાં 2-5%નો વધારો
- એગ્રી કોમોડિટીની તેજી પર બ્રેક