Commodity Market Today : તહેવારોની સીઝનમાં ભેટ આપવા સોનું ખરીદવાનો ઉત્તમ સમય,જાણો આજનો સોના – ચાંદીનો ભાવ
Commodity Market Today : સ્થાનિક વાયદા બજારમાં સોનાનો ભાવ(Gold Price Today) રૂ.30 ઘટીને રૂ.59390 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે.ચાંદીની કિંમત(Silver Price Today) ઘટીને 71230 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. સોના અને ચાંદી(Gold and Silver Price Today)માં નરમાઈનું કારણ યુએસ ફેડરલ રિઝર્વના ગવર્નરનું નિવેદન છે

Commodity Market Today : વૈશ્વિક સંકેતોને કારણે બુલિયન માર્કેટમાં મંગળવારે નરમાશ જોવા મળી રહી છે. સ્થાનિક વાયદા બજારમાં સોનાનો ભાવ(Gold Price Today) રૂ.30 ઘટીને રૂ.59390 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે. આ સિવાય MCX પર પણ ચાંદી 40 રૂપિયા સસ્તી થઈ છે. ચાંદીની કિંમત (Silver Price Today) ઘટીને 71230 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. સોના અને ચાંદી(Gold and Silver Price Today)માં નરમાઈનું કારણ યુએસ ફેડરલ રિઝર્વના ગવર્નરનું નિવેદન છે જેમાં તેમણે રેટ વધારવાનો સંકેત આપ્યો છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું અને ચાંદીનો ભાવ
આંતરરાષ્ટ્રીય હાજર બજારમાં બુલિયનના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનાની કિંમત ઘટીને $1970 ની નીચે સરકી ગઈ છે. તેવી જ રીતે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. કોમેક્સ પર ચાંદી 23.20 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે.
સોના-ચાંદીમાં નરમાશનું કારણ શું છે?
સોના અને ચાંદીના ભાવમાં નરમાઈનું કારણ યુએસ ફેડના ગવર્નર મિશેલ બોમેનનું નિવેદન છે, જેમાં તેમણે વ્યાજદરમાં વધારાનો સંકેત આપ્યો છે. મિશેલ બોમેને કહ્યું હતું કે મોંઘવારી પર અંકુશ લાવવા માટે રેટ હજુ પણ વધારી શકાય છે. તેના કારણે ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં મજબૂતી જોવા મળી રહી છે. ડૉલર ઇન્ડેક્સ 102ને પાર કરી ગયો છે.
MCX માં સોના – ચાંદીના ભાવ (8 August, 2023 – 1 PM)
- GOLD : 59398.00 -22.00 (-0.04%)
- SILVER : 71170.00 -98.00 (-0.14%)
નિષ્ણાંતનો અભિપ્રાય
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતાઈ અને FOMCના સભ્ય દ્વારા કરવામાં આવેલી ડોવિશ ટિપ્પણીને કારણે સોનું નીચું વલણ ધરાવે છે તે સૂચવે છે કે વ્યાજદરમાં વધારાની વૃદ્ધિ શક્ય છે.
સોનાની શુદ્ધતા કેવી રીતે ઓળખવી
સોનાની શુદ્ધતા ઓળખવા માટે ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડર્ડાઈઝેશન (International Organization for Standardization) દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 99.9 ગ્રામ શુદ્ધતા, 23 કેરેટ પર 95.8, 22 કેરેટ પર 91.6, 21 કેરેટ પર 87.5 અને 18 કેરેટ પર 75.0 ગ્રામ શુદ્ધતા લખવામાં આવી છે. મોટેભાગે સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 કરતાં વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું હશે એટલું શુદ્ધ સોનું છે.
ડિસ્ક્લેમર : વાયદા બજારમાં સોના- ચાંદીનો કારોબાર આથી જોખમોને આધીન છે. કૃપા કરીને રોકાણ પહેલા ક્ષેત્રના નિષ્ણાંત અને આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી