Commodity Market : માત્ર શેરબજારમાં જ નહીં અહીં કરેલું રોકાણ પણ લાભદાયક સાબિત થઈ શકે છે!!! જાણો કોમોડિટી ટ્રેડિંગના ફાયદા વિશે
Commodity Market : ચોમાસાની શરૂઆત સાથે કૃષિ માટે ડીઝલ-પેટ્રોલની માંગમાં ઘટાડો અને ટ્રાફિક પ્રવૃત્તિમાં ઓછી મુમેન્ટ થવાને કારણે જૂનના પ્રથમ પખવાડિયામાં આ ઓટો ઇંધણના વેચાણમાં ઘટાડો થયો હતો. ઉદ્યોગના આંકડા પરથી આ માહિતી મળી છે.

Commodity Market : ચોમાસાની શરૂઆત સાથે કૃષિ માટે ડીઝલ-પેટ્રોલની માંગમાં ઘટાડો અને ટ્રાફિક પ્રવૃત્તિમાં ઓછી મુમેન્ટ થવાને કારણે જૂનના પ્રથમ પખવાડિયામાં આ ઓટો ઇંધણના વેચાણમાં ઘટાડો થયો હતો. ઉદ્યોગના આંકડા પરથી આ માહિતી મળી છે. દેશમાં સૌથી વધુ વપરાશમાં આવતા ઇંધણ ડીઝલની માંગ જૂનના પ્રથમ પખવાડિયામાં વાર્ષિક ધોરણે 6.7 ટકા ઘટીને 3.43 મિલિયન ટન થઈ હતી.આ અગાઉ ડીઝલનું વેચાણ એપ્રિલમાં 6.7 ટકા અને મે મહિનામાં 9.3 ટકા વધ્યું હતું કારણ કે કૃષિ ક્ષેત્રની માંગમાં વધારો થયો હતો.કિંમતી ધાતુઓના કારોબારમાં આજે સોનામાં ઘટાડો જયારે ચાંદીમાં તેજી જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Sovereign Gold Bond : આજથી 5 દિવસ સરકાર સસ્તી કિંમતે સોનું વેચશે, જાણો કિંમત અને ખરીદીની રીત
કોમોડિટી ટ્રેડિંગના ફાયદા
ભારતમાં વાર્ષિક કરોડોનું કોમોડિટી માર્કેટ ઝડપથી વધી રહ્યું છે. આ મુખ્યત્વે લિવરેજ્ડ માર્કેટ છે. એટલે કે નાના અને મધ્યમ રોકાણકારો પણ માર્જિન મનીની નાની રકમ સાથે કોમોડિટી ટ્રેડિંગ કરી શકે છે.
- હેજિંગ
ખેડૂતો, ઉત્પાદકો અને અંતિમ વપરાશકારો માટે કોમોડિટીના ભાવમાં અસ્થિરતાનું જોખમ ઘટે છે.
- પોર્ટફોલિયોમાં વૈવિધ્યકરણ
કોમોડિટી નવા એસેટ ક્લાસ તરીકે વિકસી રહી છે. તે પોર્ટફોલિયોમાં અસરકારક વૈવિધ્યતા લાવે છે.
- ટ્રેડિંગ ઓપર્ચ્યુનિટી
કોમોડિટીનું દૈનિક ટર્નઓવર આશરે રૂ. 22,000 – 25,000 કરોડ છે જે એક ઉત્તમ વેપારની તક પૂરી પાડે છે.
- સારો લાભ
આમાં તમે બહુ ઓછા પૈસામાં માર્જિન મનીની મદદથી મોટા સોદા કરી શકો છો.
- સમજવામાં સરળતા
કોમોડિટીની મૂળભૂત પ્રકૃતિ અને સરળ આર્થિક મૂળભૂત બાબતોને કારણે તે સમજવું પણ સરળ છે
સોના ચાંદીના ભાવ
Multi Commodity Exchange of India Limited – MCX ઉપર સોના ચાંદીના ભાવ માટે સપ્તાહના પહેલા દિવસે મોટું અપડેટ સામે આવ્યું છે. સવારે 9.37 વાગ્યાના અપડેટ અનુસાર સોનુ 40રૂપિયા નીચે 59300 નજીક ટ્રેડ થઈ રહ્યું છે જયારે ચાંદીમાં ચળકાટ દેખાઈ રહ્યો છે. ચાંદી 72775 નજીક વેચાઈ રહી છે
સોના ચાંદીના ભાવ (Jun 19, 09:37 AM)
- MCX GOLD : 59315.00 -39.00 (-0.07%)
- MCX SILVER : 72769.00 81.00 (0.11%)
ડિસ્ક્લેમર : કોમોડિટીમાં રોકાણ બજારના જોખમોને આધિન છે. નફાના અંદાજ સાથે કરાયેલું રોકાણ નુકસાન પણ આપી શકે છે. અહેવાલનો તમારા રોકાણથી નફા કે નુકસાન સાથે કોઈ સંબંધ રહેશે નહીં. કૃપા કરી રોકાણ પહેલા ક્ષેત્રના નિષ્ણાંતો અને સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ.