કોફીના ભાવ 1 વર્ષમાં બમણા થયા અને છેલ્લા 10 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા, જાણો શા માટે વધી રહ્યા છે ભાવ ?

ભારતીય બજારની વાત કરીએ તો અહીં પણ કોફીના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં ભાવમાં 100% ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં જ 21 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

કોફીના ભાવ 1 વર્ષમાં બમણા થયા અને છેલ્લા 10 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા, જાણો શા માટે વધી રહ્યા છે ભાવ ?
Coffee Prices
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 09, 2021 | 10:17 PM

કોફીના ભાવ (Coffee Price) આસમાને છે. તાજેતરના સમયમાં તેની કિંમતમાં ઘણો વધારો થયો છે. કોફીના ભાવ છેલ્લા એક વર્ષથી વધી રહ્યા છે અને છેલ્લા એક મહિનામાં તેમાં ઘણો વધારો જોવા મળ્યો છે, પરંતુ બુધવારે ભાવ ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. હાલમાં કોફીની કિંમત 10 વર્ષમાં સૌથી વધુ છે. નિષ્ણાતો માને છે કે કોફી માર્કેટમાં વૃદ્ધિ આગામી વર્ષ માટે પણ ચાલુ રહેશે.

બ્રાઝિલ, કોલંબિયા, વિયેતનામ અને ઇથોપિયા જેવા દેશો કોફીના મોટા ઉત્પાદકો છે. બ્રાઝિલ સહિત અન્ય દેશોમાં ખરાબ હવામાનના કારણે કોફીના ઉત્પાદનને અસર થઈ છે. આ સિવાય છેલ્લા એક વર્ષમાં માગમાં ઘણો વધારો થયો છે. કોફીના ભાવ વધવા પાછળ આ મુખ્ય કારણો જણાવવામાં આવી રહ્યા છે. આ સિવાય બંદર પર લાંબી કતારો, ભાડામાં વધારો અને ટ્રાન્સપોર્ટની સમસ્યાના કારણે ભાવ રેકોર્ડ ઊંચાઈ પર છે.

વપરાશ ઉત્પાદન કરતાં વધી ગયો છે કોરોનાના (Corona Virus) કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે પરિવહનની સાંકળ તૂટી ગઈ હતી. પ્રથમ લહેર બાદ ગાડી પાટા પર ચઢે તે પહેલા જ બીજી લહેરની શરૂઆત થઈ હતી અને તે વધારે ઘાતક રહી હતી. હાલમાં પણ પરિવહન અને પુરવઠાની સાંકળ તેની પહેલાની સ્થિતિમાં પાછી આવી શકી નથી. જેના કારણે અન્ય કોમોડિટીની જેમ કોફીના સપ્લાય પર પણ અસર પડી છે, જેની અસર કિંમતો પર જોવા મળી રહી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કોફીની માગમાં પણ નોંધપાત્ર વધારો થયો પહેલા ઉત્પાદન કરતા વપરાશ ઓછો થતો હતો, પરંતુ હવે તે વધુ છે. અહેવાલમાં જણાવાયું છે કે યુએસડીએના અંદાજ મુજબ, 2020-21માં કોફીનું વૈશ્વિક ઉત્પાદન 164.8 મિલિયન બેગ રહ્યું હતું જ્યારે વપરાશ 165 મિલિયન બેગ રહ્યો હતો.

ભાવમાં 100% થી વધુ વધારો કોમર્શિયલ કોફીના ભાવમાં 100 ટકાથી વધુનો વધારો થયો છે. સ્પેશિયાલિટી કોફીના ભાવમાં 20 થી 30 ટકાનો વધારો થયો છે. જો ભારતીય બજારની વાત કરીએ તો અહીં પણ કોફીના ભાવમાં વધારાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં ભાવમાં 100% ઉછાળો આવ્યો છે. છેલ્લા એક મહિનામાં જ 21 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

આ પણ વાંચો : 15 મહિનામાં 1642 કિસાન રેલ ચલાવવામાં આવી, ભારતીય રેલ્વેએ કરી 220 કરોડની કમાણી

આ પણ વાંચો : બટાટા અને ટામેટાના પાકમાં રોગ આવવાની શક્યતા, રોગ-જીવાતના નિયંત્રણ માટે ખેડૂતો કરે આ કામ

g clip-path="url(#clip0_868_265)">