તહેવારોના સમયમાં CNG માં ઝિંકાયો ભાવવધારો, કીલો દીઠ 3 રૂપિયાનો થયો વધારો

તહેવારો અગાઉ અદાણીએ  CNGએ ભાવ વધારો ઝિંકયો છે અને ગેસમાં કીલો દીઠ 3 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે જ CNG નવો ભાવ 86.90 રૂપિયા થયો છે જે આજથી અમલી બનશે. 

તહેવારોના સમયમાં CNG માં ઝિંકાયો ભાવવધારો, કીલો દીઠ 3 રૂપિયાનો  થયો વધારો
તહેવારો અગાઉ સીએનજી ગેસના ભાવમાં વધારો
TV9 GUJARATI

| Edited By: Manasi Upadhyay

Oct 01, 2022 | 10:19 AM

આજથી અદાણી ગ્રુપ (Adani Group) દ્વારા સીએનજીના ભાવમાં  વધારો કરવામાં આવ્યો છે.  તહેવારો અગાઉ અદાણીએ  CNGએ ભાવ વધારો ઝિંકયો છે અને ગેસમાં કીલો દીઠ 3 રૂપિયાનો વધારો થયો છે. તે સાથે જ CNG નવો ભાવ 86.90 રૂપિયા થયો છે જે આજથી અમલી બનશે.  સીએનજીનો જૂનો ભાવ 83.90 રૂપિયા હતો.

ગેસના ભાવમાં આ વર્ષના જાન્યુઆરી મહિનાથી સતત વધારો થઈ રહ્યો છે. જાન્યુઆરી 2022માં 1.59 રૂપિયા વધારો થયો હતો, માર્ચ 2022માં 4 રૂપિયા વધારો નોંધાયો હતો. 6 એપ્રિલ 2022માં 6.45 રૂપિયા વધારો થયો હતો અને 14 એપ્રિલે 2022માં 79.56 રૂપિયા. 2.58 રૂપિયા વધારો નોંધાયો હતો જ્યારે 10 મેના રોજ સીએનજીમાં 82.16 રૂપિયાએટલે કે 2.60 રૂપિયા વધારો નોંધાયો છે.

ઓગસ્ટ મહિનામાં થયો હતો ભાવ વધારો

ઓગસ્ટ માસમાં અદાણી ગ્રુપ દ્વારા (Adani Group) દ્વારા સીએનજીના ભાવમાં  વધારો કરવામાં આવ્યો છે. 1.99 રૂપિયાનો વધારો ઓગસ્ટ માસમાં લાગુ પાડવામાં આવ્યો હતો  જેથી સીએનજીના જે જુનો ભાવ 83.90 રૂપિયા હતા જે હવે 85.89 રૂપિયા રહેશે. દેશમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે આજે ગુજરાતમાં અદાણી દ્વારા (CNG)ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી લાગુ પડી ગઈ છે. ગુજરાતમાં સીએનજીના ભાવમાં 1.99 રૂપિયાનો વધારો થયો છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati