Closing Bell : કોરોનાના નવા વેરિએન્ટના ભયે તેજીની કમર તોડી, સેન્સેક્સ BSE 1687 અને નિફ્ટી 509 પોઈન્ટ તૂટ્યા
આજે સવારે સેન્સેક્સ 540.3 પોઈન્ટના ઘટાડા સાથે 58,254.79 પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 1,801.2 પોઈન્ટ્સ સુધી ગગડ્યો હતો. બીજી તરફ નિફ્ટી 197.5 પોઈન્ટ ઘટીને 17,338.75 પર ખુલ્યો હતો.
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા છે. BSE સેન્સેક્સ 1687.94 પોઈન્ટ્સ અથવા 2.87% ઘટીને 57,107.15 પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી 509.80 પોઈન્ટ અથવા 2.91% ઘટીને 17,026.45 પર કારોબાર પૂર્ણ કર્યો હતો.
આજે સવારે સેન્સેક્સ 540.3 પોઈન્ટના ઘટાડા સાથે 58,254.79 પર ખુલ્યો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 1,801.2 પોઈન્ટ્સ સુધી ગગડ્યો હતો. બીજી તરફ નિફ્ટી 197.5 પોઈન્ટ ઘટીને 17,338.75 પર ખુલ્યો હતો. દિવસના કારોબાર દરમિયાન તે 550.55 પોઈન્ટ સુધી પટકાયો હતો.
કડાકાના કારણો
- નવું કોવિડ વેરિઅન્ટ ચિંતાનો વિષય બન્યો છે. દક્ષિણ આફ્રિકામાં કોરોના વાયરસનો નવો પ્રકાર જોવા મળ્યો છે. વેરિઅન્ટ સામે આવ્યા પછી ભારત સરકારના આરોગ્ય સચિવે સૂચના જારી કરી છે કે ભારતમાં આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની કોરોના માટે સઘન તપાસ કરવામાં આવે.
- FIIનું વેચાણ વધ્યું છે. NSE પાસે ઉપલબ્ધ ડેટા અનુસાર, વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (FPI) એ સ્થાનિક શેરોમાં રૂ 2,300.65 કરોડનું વેચાણ કર્યું છે. આ વેચાણ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs) દ્વારા ખરીદવા કરતાં વધુ છે. વેચવાલીથી રોકાણકારોના ઉત્સાહમાં પણ ઘટાડો થયો છે.
- એશિયન બજારોમાંથી નબળા સંકેતો મળ્યા હતા. તમામ એશિયન બજારોમાં પણ ઘટાડાનું વલણ છે, જેની અસર સ્થાનિક બજાર પર પણ પડી છે. SGX નિફ્ટી, નિક્કી, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગ સેંગ, તાઈવાન વેઈટેડ, કોસ્પી, શાંઘાઈ કમ્પોઝીટ બધા 1-2% તૂટ્યા.
આજના કારોબારની હાઇલાઇટ્સ
- BSE પર લગભગ 47 ટકા કંપનીઓના શેર તૂટયા હતા.
- BSEનું માર્કેટ કેપ રૂ. 258 લાખ કરોડ થયું છે
- 3,415 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ થયું હતું. જેમાં 1,069 કંપનીઓના શેર વધ્યા હતા અને 2,242 કંપનીઓના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
- 237 કંપનીઓના શેર એક વર્ષની ઉપલી અને 34 કંપનીઓના શેર એક વર્ષની નીચી સપાટીએ રહ્યા હતા
- 398 કંપનીઓના શેરમાં અપર સર્કિટ અને 179 કંપનીઓના શેરમાં નીચલી સર્કિટ નોંધાઈ છે.
મોટા ઘટાડા સાથે થઈ હતી શરૂઆત સપ્તાહના છેલ્લા કારોબારી સત્રની શરૂઆત જબરદસ્ત ઘટાડા સાથે થઇ રહી છે . આજે સેન્સેક્સ 58,254.79 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 17,338.75 ઉપર કારોબારની શરૂઆત કરી હતી. આજે એશિયાના મોટાભાગના બજાર નરમાશ સાથે કારોબાર આગળ ધપાવી રહ્યા છે.
વેચવાલી હાવી રહી બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી હતી. બેન્ક અને નાણાકીય સૂચકાંકો નિફ્ટી પર 3 ટકાથી વધુ નીચે છે. PSU બેન્ક અને રિયલ્ટી ઇન્ડેક્સ 4.5 ટકા અને 6 ટકા નબળા પડ્યા છે. આઈટી, મેટલ, એફએમસીજી અને ઓટો શેરોમાં પણ જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. જોકે, ફાર્મા શેર્સમાં ખરીદી જોવા મળી છે.
આ પણ વાંચો : તમારો મોબાઈલ નંબર બદલાઈ ગયો છે? આ સરળ સ્ટેપ દ્વારા Aadhaar Card સાથે લિંક કરો, જાણો પ્રક્રિયા
આ પણ વાંચો : ATM સ્થાપિત કરતી બે કંપનીઓને કરોડોનો દંડ ફટકારાયો, RBIએ આ કારણસર કરી કાર્યવાહી