Changes From 1 March : માર્ચ મહિનામાં લાગુ પડી રહ્યા છે આ ફેરફાર જે પાડશે તમારા ખિસ્સા પર સીધી અસર

Changes From 1 March : માર્ચ મહિનામાં લાગુ પડી રહ્યા છે આ ફેરફાર જે પાડશે તમારા ખિસ્સા પર સીધી અસર
માર્ચ 2022 માં આ 5 ફેરફાર લાગુ પડી રહયા છે.

માર્ચ મહિનામાં ઘણા મોટા ફેરફારો થશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. પહેલી માર્ચથી દૂધ ખરીદવું વધુ મોંઘું થશે ત્યારે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પહેલી માર્ચે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જાહેર કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Ankit Modi

Mar 01, 2022 | 9:27 AM

ફેબ્રુઆરી 2022 નો મહિનો પસાર થઈ ગયો છે. માર્ચ મહિનામાં ઘણા મોટા ફેરફારો થશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. પહેલી માર્ચથી દૂધ ખરીદવું વધુ મોંઘું(Milk Price Hike) થશે ત્યારે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પહેલી માર્ચે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો (LPG Gas Cylinder Latest Price Hike) જાહેર કર્યો છે. આ ઉપરાંત ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) ને માર્ચ મહિનામાં ડિજિટલ બચત ખાતું બંધ કરવા માટે ચાર્જ લેવામાં આવશે. આ મહિને ફાઇનાન્સ સંબંધિત કેટલીક બાબતોની અંતિમ તારીખ પણ છે જે દરેક કિંમતે પતાવટ કરવી આવશ્યક છે અન્યથા તમને દંડ થઈ શકે છે. તમારા માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે.

 અમૂલનું દૂધ મોંઘુ થયું

1 માર્ચથી અમૂલ દૂધ મોંઘુ થયું છે.દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો થયો છે. હવે ગ્રાહકોએ અમૂલ ગોલ્ડના અડધા લિટર માટે 30 રૂપિયા, અમૂલ તાઝા માટે 24 રૂપિયા અને અમૂલ શક્તિ માટે 27 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રતિ લિટર રૂ. 2નો વધારો માત્ર 4 ટકા છે જે સરેરાશ ખાદ્ય મોંઘવારી કરતાં ઘણો ઓછો છે.

 IPPB એકાઉન્ટ બંધ કરવા માટે પણ ચાર્જ ચૂકવવો પડશે

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એકાઉન્ટ બંધ કરવા માટે તમારે રૂ. 150 વત્તા GST ચૂકવવો પડશે. નવો નિયમ 5 માર્ચ 2022 થી લાગુ થશે. આ ચાર્જ ત્યારે જ વસૂલવામાં આવશે જો કેવાયસી અપડેટ ન કરવાને કારણે એક વર્ષ પછી ડિજિટલ બચત ખાતું બંધ થયું હશે. ગ્રાહકો IPPBમાં ખોલવામાં આવેલા ડિજિટલ એકાઉન્ટમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની સુવિધાનો લાભ લે છે. તમે IPPB એકાઉન્ટમાંથી કોઈપણ પોસ્ટ ઓફિસ ખાતામાં સરળતાથી પૈસા જમા કરી શકો છો.

IPPB એ કહ્યું છે કે આ ચાર્જથી બચવા અને સીમલેસ બેંકિંગ સુવિધાઓ મેળવવા માટે એકાઉન્ટ ખોલ્યાના 1 વર્ષની અંદર ડિજિટલ બચત ખાતાને નિયમિત બચત ખાતામાં અપગ્રેડ કરો. આ કોઈપણ IPPB એક્સેસ પોઈન્ટની મુલાકાત લઈને કરી શકાય છે.

એલપીજી ગેસ સિલિન્ડર મોંઘો થયો

એલપીજીના ભાવ દર મહિનાની પહેલી તારીખે જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત તેલ કંપનીઓ જરૂર પડ્યે મહિનાના મધ્યમાં ભાવમાં ઘટાડો અથવા વધારો કરે છે. તેલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડર(Commercial LPG Gas Cylinder)ની કિંમતમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOC) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 105નો વધારો કર્યો છે. અગાઉ પહેલી ફેબ્રુઆરીએ સબસિડી વગરના સિલિન્ડર (LPG Gas cylinder)ની કિંમતમાં વધારો થયો ન હતો પણ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો કર્યો હતો. દેશની સૌથી મોટી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOC) એ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 91.5 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

પાન-આધાર લિંક કરવાની અંતિમ તારીખ

પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે જો આ બે મહત્વના દસ્તાવેજો(PAN-Aadhaar card link) લિંક નહીં હોય તો PAN કાર્ડ નિષ્ક્રિય અથવા નકામું થઈ જશે. સરકારે 31 માર્ચ, 2022ની સમયમર્યાદા નક્કી કરી છે. જો 31 માર્ચ સુધીમાં આધાર અને PAN લિંક નહીં થાય, તો રૂ. 10,000 દંડ આવકવેરા કાયદાની કલમ 272B હેઠળ વસૂલવામાં આવી શકે છે.

બેંક ખાતામાં KYC અપડેટ કરવું આવશ્યક

RBI એ ડિસેમ્બરમાં KYC અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવીને 31 માર્ચ, 2022 કરી છે. RBIએ નાણાકીય સંસ્થાઓને ચાલુ નાણાકીય વર્ષ 2021-22 ના અંત સુધી KYC અપડેટ કરવા બદલ ગ્રાહકો સામે કોઈ પગલાં ન લેવાની પણ સલાહ આપી હતી.

KYC માત્ર બેંકિંગમાં જ નહીં પરંતુ પૈસાની લેવડ-દેવડ અને આવશ્યક સેવાઓથી સંબંધિત તમામ સેવાઓમાં પણ જરૂરી છે. નિષ્ણાતોના મતે જે બેંકો ઓછા જોખમી ખાતા ધરાવે છે તેમને 10 વર્ષમાં એકવાર KYC અપડેટ કરવાની સલાહ આપવામાં આવે છે જ્યારે ઉચ્ચ જોખમ ધરાવતા ખાતાધારકોને દર બે વર્ષે KYC કરાવવાનું કહેવામાં આવે છે.

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રશિયા – યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડના ભાવ રેકોડ સ્તરે પહોંચ્યા, જાણો તમારા ઉપર પડશે શું અસર?

આ પણ વાંચો : LPG Gas Cylinder Price: મોંઘવારીનો વધુ એક ફટકો,ગેસ સિલિન્ડર 105 રૂપિયા મોંઘો થયો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati