Amazon ને મોટો ઝટકો, ફ્યુચર ગ્રૂપ સાથેના સોદાની CCI ની મંજૂરી પર રોક લાગી, એમેઝોનને 200 કરોડ રૂપિયાનો દંડ
એમેઝોને 2019ના સોદા પાછળનો તેનો વાસ્તવિક હેતુ અને માહિતી જાહેર કરી નથી. આ સ્થિતિમાં તે જરૂરી બની જાય છે કે ડીલ પર ફરીથી વિચાર કરવામાં આવે અને ત્યાં સુધી ડીલ પર આપવામાં આવેલી મંજૂરી પર રોક લગાવવામાં આવે.
અમેરિકાની ઈ-કોમર્સ દિગ્ગજ કંપની એમેઝોનને (Amazon) કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (Competition Commission of India) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. CCI એ એમેઝોનને ફ્યુચર ગ્રુપ (Future Group) સાથેના 2019ના સોદા પર આપવામાં આવેલી મંજૂરી પર રોક લગાવી દીધી છે. CCI અનુસાર, એમેઝોને રેગ્યુલેટર પાસેથી પરવાનગી લેતી વખતે કેટલીક મહત્વપૂર્ણ માહિતી છુપાવી હતી. આ સાથે કમિશને એમેઝોન પર 200 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
શું છે CCIનો નિર્ણય તેના 57 પાનાના આદેશમાં, ભારતના સ્પર્ધા પંચે કહ્યું છે કે એમેઝોને 2019ના સોદા પાછળનો તેનો વાસ્તવિક હેતુ અને માહિતી જાહેર કરી નથી. આ સ્થિતિમાં તે જરૂરી બની જાય છે કે ડીલ પર ફરીથી વિચાર કરવામાં આવે અને ત્યાં સુધી ડીલ પર આપવામાં આવેલી મંજૂરી પર રોક લગાવવામાં આવે. આ સાથે એમેઝોન પર 200 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
ફ્યુચર કૂપન્સ પ્રાઈવેટ લિમિટેડ અને કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ દ્વારા એમેઝોન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે એમેઝોને ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદીને ફ્યુચર રિટેલને પરોક્ષ રીતે પ્રભાવિત કરવાનો ઈરાદો છુપાવ્યો હતો.
CCIનો આદેશ સુપ્રીમ કોર્ટના આદેશના બે અઠવાડિયા પછી આવ્યો છે જેમાં કોર્ટે એમેઝોનને આ મામલે પોતાનો જવાબ આપવા કહ્યું હતું. ફ્યુચર કૂપન્સે એમેઝોન સામે માર્ચમાં અરજી કરી હતી, જેના પર આજે નિર્ણય આવ્યો છે. અહેવાલો અનુસાર, એમેઝોને અગાઉ દલીલ કરી હતી કે એજન્સીને આપવામાં આવેલી મંજૂરી પાછી ખેંચવાનો કોઈ કાનૂની અધિકાર નથી.
શું છે સમગ્ર મામલો એમેઝોને ફ્યુચર ગ્રૂપની કંપની ફ્યુચર કૂપન્સમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ માટે તેણે 2019માં ફ્યુચર ગ્રુપ સાથે 1431 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. ફ્યુચર કૂપન્સ ફ્યુચર રિટેલના 10 ટકા ધરાવે છે. આ ડીલ સમયે, બંને કંપનીઓ વચ્ચે એક કરાર હતો કે ફ્યુચર રિટેલનો બિઝનેસ એમેઝોનની સંમતિ વિના અન્ય કોઈ પાર્ટીને વેચવામાં આવશે નહીં.
જોકે, 2020માં કિશોર બિયાનીએ આ બિઝનેસ રિલાયન્સને 24500 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. જે પછી એમેઝોને કરારનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો, જેના કારણે બંને પક્ષો લાંબી કાનૂની લડાઈમાં ફસાયા છે. એમેઝોન દલીલ કરે છે કે ડીલને કારણે બંને પક્ષો નિયમોથી બંધાયેલા છે, જો કે ફ્યુચર કૂપન્સ દલીલ કરે છે કે ડીલ પાછળની માહિતી છુપાયેલી છે.
આ પણ વાંચો : Gold Price Today : સોનાના ભાવમાં ઉછાળો, અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ 50,350 રૂપિયા, જાણો દુબઈ સહીત અન્ય દેશોની સ્થિતિ
આ પણ વાંચો : Indiabulls HSG FIN: ફાઉન્ડર સમીર ગેહલોત 11 ટકા હિસ્સો વેચશે, બ્લોક ડીલ અંગે રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ?