AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indiabulls HSG FIN: ફાઉન્ડર સમીર ગેહલોત 11 ટકા હિસ્સો વેચશે, બ્લોક ડીલ અંગે રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ?

IndiaBulls HSG FIN એ લગભગ એક મહિના પહેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે તેના નફામાં 11 ટકાનો ઘટાડો થયો છે

Indiabulls HSG FIN: ફાઉન્ડર સમીર ગેહલોત 11 ટકા હિસ્સો વેચશે, બ્લોક ડીલ અંગે રોકાણકારો માટે નિષ્ણાંતોની શું છે સલાહ?
IndiaBulls HSG FIN
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 10:29 AM
Share

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ(IndiaBulls HSG FIN)ના સ્થાપક સમીર ગેહલોત(sameer gehlaut) બ્લોક વિન્ડો ડીલ દ્વારા તેમનો 11.9 ટકા હિસ્સો વેચવાના છે. આ ડીલ શેર દીઠ રૂ. 262.25 થી રૂ. 276.60 વચ્ચે થવાની શક્યતા છે. આ સમગ્ર બ્લોક ડીલની કિંમત 1400 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે તે હજુ પણ દેશની ચોથી સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે.

1 મહિના પહેલા ત્રિમાસિક પરિણામો જાહેર થયા IndiaBulls HSG FIN એ લગભગ એક મહિના પહેલા ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન કંપનીએ જણાવ્યું હતું કે તેના નફામાં 11 ટકાનો ઘટાડો થયો છે જ્યારે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 268 કરોડ રૂપિયા હતો. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 323 કરોડનો નફો રજૂ કર્યો હતો.

સમીર ગેહલોતે 14 ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું જણાવી દઈએ કે હાલમાં સમીર ગેહલોત ઈન્ડિયાબુલ્સ ગ્રુપના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. 14 ઓક્ટોબરના રોજ, સમીર ગેહલોતે મુખ્ય જૂથ કંપની ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન પદેથી રાજીનામું આપ્યું હતું.

બ્લોક ડીલ અંગે નિષ્ણાંતોનો અભિપ્રાય

વરિન્દર બંસલનો અભિપ્રાય છે કે વર્ષ 2018માં કંપનીની AUM 1.10 લાખ કરોડથી વધુ હતી પરંતુ હવે તે ઘટીને 64 હજાર કરોડ થઈ ગઈ છે. તેની બુક વેલ્યુ 350 રૂપિયા છે. હવે બુક વેલ્યુમાં વધુ ઘટાડો થવાની કોઈ શક્યતા નથી.

ચોઈસ બ્રોકિંગના રિસર્ચ એસોસિયેટ પલક કોઠારી કહે છે કે સાપ્તાહિક ચાર્ટ પર શેરે 205-200 સ્તરની આસપાસ સારો આધાર બનાવ્યો છે. જોકે આજના ટ્રેડિંગ સેશનમાં શેરે ઊંચા સ્તરેથી પ્રોફિટ-બુકિંગ દર્શાવ્યું છે

મનોજ દાલમિયા સ્થાપક અને નિયામક પ્રોફિશિયન્ટ ઇક્વિટીઝ કહે છે કે કિંમત રૂ. 254 પર સપોર્ટ લઈ રહી છે. સપોર્ટ એરિયાને ધ્યાનમાં રાખીને વર્તમાન સ્તરે ખરીદી કરી શકાય છે. આક્રમક રોકાણકારો વર્તમાન સ્તરે રૂ. 290ના ટાર્ગેટ પર રૂ. 240ના સ્ટોપ લોસ સાથે ખરીદી કરી શકે છે.

આ પણ વાંચો :  RBI ટૂંક સમયમાં લાવવા જઈ રહી છે તેની Digital Currency, બે તબક્કામાં લોન્ચ થશે, જાણો શું છે RBIનો સંપૂર્ણ પ્લાન

આ પણ વાંચો :  Share Market : શેરબજારમાં પ્રારંભિક ઘટાડો, Sensex 500 અંક તૂટ્યો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">