AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024 : પવન ઉર્જા માટે બજેટમાં કરવામાં આવી મોટી જાહેરાત, 1 ગીગા વોટની ક્ષમતાનો રાખ્યો લક્ષ્ય

આજે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન જણાવ્યું હતું કે, વર્ષ 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવાની ભારતની પ્રતિબદ્ધતાને પહોંચી વળવા માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2021માં ગ્લાસગોમાં આયોજિત COP26 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લક્ષ્યની જાહેરાત કરવામાં આવી હતી.

Budget 2024 : પવન ઉર્જા માટે બજેટમાં કરવામાં આવી મોટી જાહેરાત, 1 ગીગા વોટની ક્ષમતાનો રાખ્યો લક્ષ્ય
Wind Energy
| Updated on: Feb 01, 2024 | 2:18 PM
Share

ગઈકાલે 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બજેટ સત્રના પ્રથમ દિવસે સંસદના બંને ગૃહોને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, વિશ્વભરમાં પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોની વિશેષ માગને ધ્યાનમાં રાખીને સરકારે ‘ઝીરો ઇફેક્ટ ઝીરો ડિફેક્ટ’ પર ભાર મૂક્યો છે અને ગ્રીન એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યુ હતું કે છેલ્લા 10 વર્ષમાં બિન-અશ્મિભૂત ઇંધણ પર આધારિત ઊર્જા ક્ષમતા 81 GW થી વધીને 188 GW થઈ છે.

પવન ઉર્જા ક્ષમતામાં વિશ્વમાં ચોથા સ્થાને

આ સમયગાળા દરમિયાન સૌર ઉર્જા ક્ષમતામાં 26 ગણો વધારો થવા સાથે પવન ઊર્જા ક્ષમતા પણ બમણી થઈ ગઈ છે. તેમણે કહ્યું, અમે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતા અને પવન ઉર્જા ક્ષમતામાં વિશ્વમાં ચોથા સ્થાને છીએ. સૌર ઉર્જા ક્ષમતામાં આપણું સ્થાન પાંચમા સ્થાને છે.

2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવાની ભારતની પ્રતિબદ્ધતા

આજે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન જણાવ્યું હતું કે, વર્ષ 2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જન સુધી પહોંચવાની ભારતની પ્રતિબદ્ધતાને પહોંચી વળવા માટે અનેક જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2021માં ગ્લાસગોમાં આયોજિત COP26 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લક્ષ્યની જાહેરાત કરવામાં આવી હતી.

સીતારમણે કહ્યું કે રૂફટોપ સોલારાઇઝેશન દ્વારા, 1 કરોડ પરિવારો દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મેળવી શકશે. આ પહેલ મફત સૌર ઉર્જા દ્વારા અને વિતરણ કંપનીઓને સરપ્લસ વેચવા દ્વારા ઘરોને વાર્ષિક 15,000 રૂપિયા સુધીની બચત થઈ શકે છે. આ ઉપરાંત 1 GW ની પ્રારંભિક ક્ષમતા માટે ઓફશોર પવન ઉર્જા સંભવિતતાનો ઉપયોગ કરવા માટે વાયેબિલિટી ગેપ ફંડ પ્રદાન કરવામાં આવશે.

આ પણ વાંચો : Income Tax Budget 2024 : બજેટમાં નોકરિયાત લોકો માટે કરવામાં આવી જાહેરાત, 7 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં

વર્ષ 2030 સુધીમાં 100 એમટીની કોલ ગેસિફિકેશન અને લિક્વિફેક્શન ક્ષમતા સ્થાપિત કરવામાં આવશે. આનાથી કુદરતી ગેસ, મિથેનોલ અને એમોનિયાની આયાત ઘટાડવામાં પણ મદદ મળશે. પરિવહન માટે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) માં કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) અને ઘરેલું હેતુઓ માટે પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નું તબક્કાવાર મિશ્રણ પણ ફરજિયાત કરવામાં આવશે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">