AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેશલેસ ઇન્ડિયાની સ્પીડ વધી, પહેલી વખત 29.8 લાખ કરોડ થયું UPI ટ્રાન્જેક્શન

જુલાઈ 2026માં UPIએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 23.66 અરબનું ટ્રાન્જેક્શન નોંધાયું છે. જેની કુલ કિંમત 29.88 લાખ કરોડ રુપિયા છે. આ અત્યારસુધીનો સૌથી મોટો માસિક આંકડો છે. ભારતની સાથે સાથે અનેક દેશોમાં પણ UPI વધી રહ્યું છે.

કેશલેસ ઇન્ડિયાની સ્પીડ વધી, પહેલી વખત 29.8 લાખ કરોડ થયું UPI ટ્રાન્જેક્શન
| Updated on: Aug 02, 2026 | 9:25 AM
Share

ભારતમાં ડિજિટલ પેમેન્ટ ઉપયોગ સતત વધી રહ્યો છે. આનું મોટું ઉદાહરણ યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ છે. જેમણે જુલાઈમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના તાજેતરના આંકડા મુજબ જુલાઈમાં યુપીઆઈ દ્વારા 23.66 અરબનું ટ્રાન્જેક્શન થયું છે. જેની કુલ કિંમત 29.88 લાખ કરોડ રુપિયા રહી છે. આ અત્યારસુધીનો એક સૌથી મોટો રેકોર્ડ છે.આ પહેલા મે 2026માં યુપીઆઈએ સૌથી વધારે ટ્રાન્જેક્શન નોંધાવ્યું હતુ પરંતુ જુલાઈ મહિનામાં આ રેકોર્ડ તુટ્યો હતો.

NPCIના આંકડા મુજબ જુલાઈ મહિનામાં યુપીઆઈ ટ્રાન્જેક્શનની સંખ્યા 23.66 અરબ રહી હતી. આ પહેલા મે મહિનામાં 23.20 અરબ અને જૂનમાં 22.72 અરબનું ટ્રાન્જેક્શન થયું હતુ. જો લેવદેવડની કુલ રકમની આપણે વાત કરીએ તો જુલાઈ 2026માં આ વધીને 29.88 લાખ કરોડ રુપિયા પહોંચી છે. જ્યારે જુલાઈ 2025માં આ આંકડો 25.08 લાખ કરોડ રુપિયાનો રહ્યો હતો.એટલે કે, એક વર્ષમાં, UPI દ્વારા કરવામાં આવતી ચુકવણીમાં સારો વધારો થયો છે.

દર મહિને વધી રહ્યો છે UPIનો ઉપયોગ

આજે નાની દુકાનથી લઈ મોટા કારોબાર, ઓનલાઈન શોપિંગ, હોટલ , ટેક્સી બિલની ચૂકવણી અને પૈસા મોકલવાનું દરેક કામમાં UPIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. QR કોડ સ્કેન કરી થોડી સેકન્ડમાં ચૂકવણી કરવાની સુવિધાથી લોકોને સરળ બન્યું છે. આ કારણે દર મહિને યુપીઆઈ ટ્રાન્જેક્શનની સંખ્યા સતત નવો રેકોર્ડ બનાવી રહી છે.

દુનિયામાં વધી રહી છે UPIની ઓળખ

હવે UPI માત્ર ભારત સુધી સીમિત રહ્યું નથી. આ સુવિધા અનેક દેશોમાં શરુ થઈ ચૂકી છે. હાલમાં સંયુક્ત અરબ અમીરાત, સિંગાપુર, ભૂટાન, નેપાળ,શ્રીલંકા, ફ્રાન્સ, મોરીશસ અને કતર સહિત અંદાજે 10 દેશોમાં UPIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેનાથી વિદેશમાં રહેનાર ભારતીય માટે પૈસા મોકલવા સરળ બન્યા છે. આ સાથે ભારતની ડિજિટલ પેમેન્ટની ટેકનીકને વૈશ્વિક સ્તર પર ઓળખ મળી રહી છ.

ITR Filing Last Day: જો તમે આજે પણ તમારું રિટર્ન ફાઇલ કરી શકતા નથી, તો તમારી પાસે કયા વિકલ્પો છે? જાણી લો અહી ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
નવસારીમાં નદીઓ ગાંડીતૂર, રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં, જુઓ Video
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
શું શેરબજારમાં આવશે 'બમ્પર તેજી'? આ ખાસ વિશ્લેષણ સમજો
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
ગુજરાતમાં મેઘરાજાનો આક્રમક રાઉન્ડ! 234 તાલુકાઓમાં 'ભારે વરસાદ'
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
દ્વારકામાં દરિયામાં પ્રચંડ કરંટ અને ઊંચા મોજા, ગોમતી ઘાટ પર પ્રવેશબંધી
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
વડોદરામાં ભયાવહ ભૂવો, માળખાકીય સુવિધાઓ અને ડ્રેનેજ સિસ્ટમ પર સવાલ, જુઓ
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
ઉપરવાસમાં ભારે વરસાદથી ઉકાઈ ડેમ છલકાયો, પ્રશાસન હાઈ-એલર્ટ પર
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અરે બાપ રે! હવે ખુલ્યું 'Cockroach Cafe', જુઓ Viral Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
અડધા ઇંચ વરસાદમાં ભુજ બેટમાં ફેરવાયું ! Video
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
વડોદરા-વાઘોડિયા વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ, મુખ્ય માર્ગ બંધ
g clip-path="url(#clip0_868_265)">