AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો, જાણો ગુજરાતનો ભાવ!

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Breaking News : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો, જાણો ગુજરાતનો ભાવ!
આંતરરાષ્ટ્રીય સંઘર્ષો અને ભૂ-રાજકીય તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ વર્તમાન યુગમાં, વિશ્વભરના મોટાભાગના દેશોમાં સામાન્ય જનતા ફુગાવાના બોજ હેઠળ દબાઈ રહી છે. ભારત સહિત ઘણા મોટા દેશોમાં, ઇંધણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. છતાં, આ વૈશ્વિક કટોકટી વચ્ચે, બે દેશો વિશ્વના નકશા પર હજુ પણ એવા છે જ્યાં પેટ્રોલ અને ડીઝલ હજુ પણ લગભગ મફતમાં અથવા અત્યંત નજીવા દરે ઉપલબ્ધ છે. વેનેઝુએલા અને ઈરાનના નાગરિકોને મળેલી રાહત કોઈ ચમત્કારથી ઓછી નથી લાગતી. ચાલો આપણે આ દેશોમાં આ અતિ સસ્તા ઇંધણ પાછળના સંપૂર્ણ અર્થશાસ્ત્રની શોધ કરીએ.(ફોટો ક્રેડિટ-Google)
| Updated on: May 15, 2026 | 8:06 AM
Share

આજે શુક્રવાર 15મી મે 2026 ના રોજ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. બંને ઇંધણમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. નવા વધારા બાદ, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 2.34થી 3.63 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. ભાવ વધ્યા હોવાથી ટેક્સી, બસ, ટ્રક પરિવહન અને ઘરેલુ વસ્તુઓના સપ્લાય ખર્ચમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને મધ્યમવર્ગ અને રોજિંદા વાહન ઉપયોગ કરતા લોકો પર તેનો વધુ પ્રભાવ જોવા મળશે.

પેટ્રોલના ભાવમાં 2.83થી 3.14 સુધી વધારો

દિલ્હીમાં પ્રતિ લિટર 3 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. કોલકાતામાં પ્રતિ લિટર 3.29 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને મુંબઈમાં પ્રતિ લિટર 3.14 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. આ વધારા બાદ, દિલ્હીમાં પેટ્રોલ 97.77 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે. કોલકાતામાં તે વધીને 108.74 રૂપિયા પ્રતિ લિટર અને મુંબઈમાં 106.68 રૂપિયા થયું છે. ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 103.67 રૂપિયામાં ઉપલબ્ધ છે. જે 2.83 રૂપિયાનો વધારો દર્શાવે છે.

ડીઝલના ભાવમાં 2.86થી 3.11 સુધી વધારો

દિલ્હીમાં ડીઝલના ભાવમાં પણ પેટ્રોલની જેમ જ 3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે. દિલ્હીમાં ડીઝલના ભાવ, જે પહેલા 87.67 રૂપિયા પ્રતિ લિટર હતા તે હવે 90.67 રૂપિયા પ્રતિ લિટર થયા છે. તેવી જ રીતે કોલકાતામાં ડીઝલના ભાવ 94.13 રૂપિયા પ્રતિ લિટર થયા છે. મુંબઈમાં ડીઝલના ભાવ 3.11 રૂપિયાથી વધ્યો છે. હાલમાં મુંબઈમાં ડીઝલનો ભાવ 93.14 રૂપિયા પ્રતિ લિટર થયો છે. જે તાજેતરના વધારા પછી કોલકાતાની જેમ જ છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં, ડીઝલ 2.86 રૂપિયાથી મોંઘુ થયું છે અને 95.25 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ઉપલબ્ધ છે.

ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં 2.24થી 3.40 રૂપિયા સુધીનો વધારો

રાજકોટમાં પેટ્રોલનો ભાવ હાલમાં 97.29 રૂપિયા છે, જેમાં 2.24 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ આશરે 97.49 રૂપિયા છે. નર્મદામાં પેટ્રોલના ભાવમાં 3.40 રૂપિયાનો વધારો થયો છે. નર્મદામાં પેટ્રોલના ભાવ આશરે 98.26 રૂપિયા સુધી પહોંચ્યો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.

ગુજરાતમાં ડીઝલના ભાવમાં 2.34થી 3.63 રૂપિયા સુધીનો વધારો

આજે ગુજરાતના ગાંધીનગરમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર 93.73 રૂપિયા છે. જે ગઈકાલના 90.27 રૂપિયાની સરખામણીએ થોડો વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં ડીઝલનો ભાવ હાલમાં 93.08 રૂપિયા છે, જેમાં 2.34 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે ડીઝલનો ભાવ આશરે 93.26 રૂપિયા છે. નર્મદામાં ડીઝલના ભાવમાં 3.51 રૂપિયાનો વધારો થયો છે. નર્મદામાં ડીઝલના ભાવ આશરે 94.04 રૂપિયા સુધી પહોંચ્યો છે. બનાસકાંઠામાં ડીઝલના ભાવમાં 3.63 રૂપિયા વધારો થઈ 94.36 રૂપિયામાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો, Breaking News : મોંઘવારીનો વધુ એક ઝટકો! પેટ્રોલ અને ડીઝલ પછી CNGના ભાવમાં પણ વધારો, જાણો નવી કિંમત

Follow Us
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
g clip-path="url(#clip0_868_265)">