AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હિંડનબર્ગે માત્ર અદાણી ગ્રુપને જ નહીં પરંતુ શેરબજારને પણ નુકસાન પહોંચાડ્યું હતું, ગૌતમ અદાણીના આકરા પ્રહાર, જુઓ Video

Adani AGM 2023 :ગૌતમ અદાણી(Gautam Adani)એ અદાણી ગ્રૂપ(Adani Group)ની એજીએમ(Adani Annual General Meeting 2023)માં ​​હિંડનબર્ગ રિસર્ચ પર ફરી વળતો પ્રહાર(Hindenburg Research Report) કર્યો હતો અને કહ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ સંપૂર્ણપણે ટાર્ગેટ હતો

Breaking News : હિંડનબર્ગે માત્ર અદાણી ગ્રુપને જ નહીં પરંતુ શેરબજારને પણ નુકસાન પહોંચાડ્યું હતું, ગૌતમ અદાણીના આકરા પ્રહાર, જુઓ  Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 12:43 PM
Share

Breaking News : ગૌતમ અદાણી(Gautam Adani)એ અદાણી ગ્રૂપ(Adani Group)ની Adani AGM (Adani Annual General Meeting 2023)માં ​​હિંડનબર્ગ રિસર્ચ પર ફરી વળતો પ્રહાર (Hindenburg Research Report) કર્યો હતો અને કહ્યું હતું કે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ સંપૂર્ણપણે ટાર્ગેટ હતો અને ખોટી માહિતીના આધારે જૂથને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે રિપોર્ટમાં લાગેલા મોટાભાગના આરોપો મોટાભાગે 2004થી 2015ના છે. તે સમયે સત્તાવાળાઓ દ્વારા તે તમામનું સમાધાન કરવામાં આવ્યું હતું.આ અહેવાલ અદાણી જૂથને બદનામ કરવાના હેતુથી ઇરાદાપૂર્વકનો અને બદનામ કરવાનો  પ્રયાસ હતો.

શેરબજારને પણ નુકસાન પહોંચાડવાની કોશિશ કરાઈ

AGM ને સંબોધતા તેમણે કહ્યું કે હિંડનબર્ગ રિસર્ચના અહેવાલથી માત્ર અદાણી જૂથને જ નુકસાન થયું નથી. તેના બદલે ભારતના શેરબજારને પણ નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે સેબીની તપાસ હજુ ચાલુ છે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી કમિટીને પણ અદાણી ગ્રુપે કોઈ ગેરરીતિ કરી છે કે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટમાં કરાયેલા આક્ષેપો સાચા છે તે સાબિત કરવા માટેના કોઈ પુરાવા મળ્યા નથી. અદાણી ગ્રુપ સેબીની તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યું છે. અમને આશા છે કે કોર્ટમાંથી અમને રાહત મળશે.

અદાણી ગ્રુપના શેર તૂટ્યા હતા

તમને જણાવી દઈએ કે હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં આવ્યો હતો. જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રૂપે અત્યાર સુધીની સૌથી મોટી એકાઉન્ટિંગ છેતરપિંડી કરી છે અને શેર્સમાં હેરાફેરી કરી છે. જે બાદ અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને માર્કેટ કેપમાં $100 બિલિયનથી વધુનો ઘટાડો થયો હતો.

અદાણીના શેર 10માંથી 8 કંપનીઓમાં શેરમાં તેજી

અદાણી ગ્રુપની એજીએમની અસર દેખાઈ રહી  છે. અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અદાણી પોર્ટ અને સેઝ,અદાણી પાવર ,અદાણી ટ્રાન્સમિશન ,અદાણી ગ્રીન,અદાણી વિલ્મર ,અંબુજા સિમેન્ટ અને એનડીટીવીના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ACC અને અદાણી ટોટલ ગેસમાં ઘટાડો જોવા મળ્યો હતો.

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">