2 અબજ વર્ષ પૂર્વે અસ્તિત્વ પામેલા Black Diamond ને હાંસલ કરવાની તમારી ઈચ્છા પુરી થઈ શકે છે,જોકે કિંમત સાંભળી વિચાર માંડી વાળવાનું મન થશે
આ હીરાનું નામ The Enigma છે અને તે 555.55 કેરેટનો બ્લેક ડાયમંડ(Black Diamond) છે.
જો તમને હીરા ગમે છે, તો તમે બ્લેક ડાયમંડ(Black Diamond) વિશે સાંભળ્યું જ હશે. હીરા ખુબજ કિંમતી હોય છે આ આશ્ચર્યજનક નથી પરંતુ જો કોઈ તમને કહે કે હીરાના ટુકડાની કિંમત 50 કરોડ રૂપિયાથી વધુ છે તો આ વાત ચોંકાવી શકે છે. જો કે આ વાસ્તવિકતા છે અને આ કિંમતનો એક હીરો હજુ પણ દુબઈમાં છે. એવું કહેવાય છે કે આ હીરો (Black Diamond) વાસ્તવમાં બીજી દુનિયામાંથી આવ્યો હતો.
ફેબ્રુઆરીમાં લંડનમાં નીલામી થશે
હીરાની હરાજી કરનાર કંપની Sotheby’s Dubai એ સોમવારે દુબઈમાં હીરાનું પ્રદર્શન કર્યું હતું . આ હીરાનું નામ The Enigma છે અને તે 555.55 કેરેટનો બ્લેક ડાયમંડ(Black Diamond) છે. હીરો હાલમાં દુબઈમાં છે જ્યાંથી તેને Los Angeles લઈ જવામાં આવશે. આ હીરાની હરાજી આ વર્ષે ફેબ્રુઆરીમાં લંડનમાં થશે.
આ હીરા માત્ર બે જગ્યાએ મળે છે
બ્લેક ડાયમંડને કાર્બોનાડો(Carbonado ) પણ કહેવામાં આવે છે. આવા હીરા અત્યંત દુર્લભ માનવામાં આવે છે. તેઓ ફક્ત બ્રાઝિલ અને મધ્ય આફ્રિકામાં જ જોવા મળે છે. આવા હીરામાં જોવા મળતા કાર્બન આઇસોટોપ્સ અને હાઇડ્રોજનની ઉચ્ચ સામગ્રીને કારણે તેઓ અવકાશમાંથી આવ્યા હોવાનું માનવામાં આવે છે. તેઓ ક્યાં તો પૃથ્વી સાથે ઉલ્કાપિંડની અથડામણથી રચાયા હતા અથવા અન્ય વિશ્વમાંથી તેમની સાથે અહીં આવ્યા હતા.
આ હીરાની આટલી કિંમત અધધધ છે
Sotheby’s ને આશા છે કે હરાજીમાં હીરાને 50 લાખ બ્રિટિશ પાઉન્ડ (આશરે રૂ. 50.7 કરોડ) મળશે. કંપની તેના માટે ક્રિપ્ટોકરન્સીમાં પેમેન્ટ લેવાનું પણ વિચારી રહી છે. Sotheby’s દુબઈના જ્વેલરી સ્પેશિયાલિસ્ટ સોફી સ્ટીવેન્સે એપીને જણાવ્યું કે હીરાનો આકાર Khamsa જેવો છે. પશ્ચિમ એશિયાના દેશોમાં હથેળી જેવા આકારને ખમસા કહેવામાં આવે છે અને તેનો અર્થ તાકાત છે
બ્લેક ડાયમંડનું અનોખું આકર્ષણ
કાળા રંગના કણો હોવાને કારણે તેઓ કાળા રંગના હોય છે. તેઓ અપારદર્શક છે. જ્યારે તમે તેને બાજુથી જોશો, ત્યારે તમને કાળા હીરા ક્યારેક ઘેરા બદામી અને ઘેરા લીલા દેખાશે. મોટાભાગના બ્લેક ડાયમંડ કુદરતી કાળા કણથી બનેલા હોય છે જે ભાગ્યે જ જોવા મળે છે. માત્ર એટલો જ તફાવત એ છે કે તેઓ સફેદ હીરા કરતા ઘણા ઓછા મળે છે.
આ પણ વાંચો : Air India: વિક્રમ દેવ દત્ત બન્યા એર ઇન્ડિયાના ચેરમેન અને MD, મોટા સરકારી ફેરબદલમાં લેવાયો નિર્ણય
આ પણ વાંચો : નવા માલિકે અત્યાર સુધી શા માટે Jet Airways માં નથી લગાવ્યો એક પણ રૂપિયો, ક્યારે શરૂ થશે ફ્લાઈટ્સ, ફટાફટ જાણો