AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિમેન્ટ ઉદ્યોગમાં અદાણીને ટક્કર આપવા બિરલા ગ્રૂપે બનાવ્યો પ્લાન, રૂ.3,954 કરોડના આ સોદાને આપી મંજૂરી

બિરલા ગ્રૂપની સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક એક સિમેન્ટ કંપનીનો વધારાનો 32.72 ટકા હિસ્સો રૂ. 3,954 કરોડમાં ખરીદશે. આદિત્ય બિરલા ગ્રૂપની કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અલ્ટ્રાટેકે રવિવારે શેરબજારોને આ માહિતી આપી હતી.

સિમેન્ટ ઉદ્યોગમાં અદાણીને ટક્કર આપવા બિરલા ગ્રૂપે બનાવ્યો પ્લાન, રૂ.3,954 કરોડના આ સોદાને આપી મંજૂરી
Cement Industries
Follow Us:
| Updated on: Jul 28, 2024 | 7:47 PM

બિરલા ગ્રૂપની સિમેન્ટ કંપની અલ્ટ્રાટેક ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડ (ICL)નો વધારાનો 32.72 ટકા હિસ્સો રૂ. 3,954 કરોડમાં ખરીદશે. આદિત્ય બિરલા ગ્રૂપની કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રવિવારે ઈન્ડિયા સિમેન્ટ લિમિટેડના પ્રમોટર્સનો 32.72 ટકા હિસ્સો 390 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અલ્ટ્રાટેકે રવિવારે શેરબજારોને આ માહિતી આપી હતી.

સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રમોટર પરિવાર અને શ્રીનિવાસન એન અને ગુરુનાથની આગેવાની હેઠળની હોલ્ડિંગ સંસ્થાઓ પાસેથી ICLની ઇક્વિટી શેર મૂડીના 32.72 ટકા ખરીદવા માટે ત્રણ શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

અલ્ટ્રાટેકનો હિસ્સો 55 ટકાથી વધી જશે

રૂપિયા 3,954 કરોડનો સોદો પૂરો થયા બાદ ICLમાં અલ્ટ્રાટેકનો હિસ્સો 55 ટકાથી વધી જશે. આવી સ્થિતિમાં તેણે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર ઓપન ઓફર કરવી પડશે. અલ્ટ્રાટેકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જાહેર શેરધારકો તરફથી ઈક્વિટી શેર દીઠ રૂ. 390ના ભાવે ઓપન ઓફરને પણ મંજૂરી આપી છે. આ ભાવ ગયા શુક્રવારે ICL શેરના રૂ. 374.60ના બંધ ભાવ કરતાં 4.1 ટકા વધુ છે.

Viral Video : 'એકે હજારા' રીંછે વાઘને ભગાડયો, વીડિયો જોઈ ચોંકી જશો
પંચાયતના સચિવ રિયલ લાઈફમાં કરે છે કરોડોની કમાણી, જાણો કેવી રીતે
ગુરુ પૂર્ણિમાના દિવસે આટલી વસ્તુઓ ઘરે લાવો એટલે તમારું જીવન ધન્ય-ધન્ય
ચોમાસામાં બગડી શકે છે ખાદ્યતેલ, આ 7 ભૂલો મોંઘી સાબિત થશે
આ ખરાબ આદતો બદલી દો, નહીંતર તમારા ફોનને ખરાબ થવામાં વધુ સમય નહીં લાગે
Shravan Somvar : શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તારીખ અને પૂજાવિધિનો સમય

અદાણી ગ્રુપ ઈન્ડસ્ટ્રીના બાદશાહ બનવાની રેસમાં

ગયા મહિને અદાણી જૂથની કંપની અંબુજા સિમેન્ટ્સે પેન્ના સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (PCIL)ને રૂ. 10,422 કરોડમાં હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. આ ડીલમાં દક્ષિણ ભારતમાં સિમેન્ટ સેક્ટરમાં અદાણી ગ્રૂપના માર્કેટ શેરમાં વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે સોદાને કારણે અંબુજા સિમેન્ટ્સ પણ શ્રીલંકામાં પ્રવેશ કરી શકશે, PCILની એક પેટાકંપની પહેલેથી જ ત્યાં છે. કહેવાય છે કે આ ડીલથી અદાણી ગ્રુપની કંપનીને પણ પૂરતા પ્રમાણમાં લાઈમસ્ટોન રિઝર્વ મળી શકશે. આનાથી નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં વાર્ષિક 14 કરોડ ટનની ક્ષમતા હાંસલ કરવાના અંબુજા સિમેન્ટ્સના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે.

અદાણી ગ્રુપ વિઝન સાથે આગળ વધી રહ્યું છે

અદાણી ગ્રુપે સપ્ટેમ્બર 2022માં સ્વિસ કંપની હોલ્સિમ પાસેથી અંબુજા સિમેન્ટ્સ હસ્તગત કરીને સિમેન્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો. ACC લિમિટેડમાં અંબુજા સિમેન્ટ્સ પણ 51 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીએ ગયા ડિસેમ્બરમાં સૌરાષ્ટ્ર સ્થિત સાંઘી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડને રૂ. 5,185 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં પણ હસ્તગત કરી હતી. વર્ષ 1991માં સ્થપાયેલ PCILનું નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 1,241 કરોડનું સંકલિત ટર્નઓવર હતું. દક્ષિણ ભારત ઉપરાંત તે તેની પેટાકંપની દ્વારા શ્રીલંકામાં પણ બિઝનેસ કરે છે.

હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
હાઈકોર્ટમાં કરેલ સોંગદનામુ માત્ર કાગળ પર! જો કામ થયુ હોત તો 14 બચી જાત
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
એક સ્થાનિક વ્યક્તિએ ત્રણ વર્ષ પહેલાં ચિંતા વ્યક્ત કરી હતી જુઓ video
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
મૃતકોના પરિવારને 2 લાખ રુપિયાની અને ઇજાગ્રસ્તોને 50 હજારની સહાય જાહેર
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ગંભીરા બ્રિજ ધરાશાયી થતાં આણંદ અને વડોદરા ગ્રામ્યનો સંપર્ક કપાયો
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે પુલ બનાવવાની મંજુરી આપી: ઋષિકેશ પટેલ
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
મહીસાગર નદીનો બ્રિજ વચ્ચેથી તૂટ્યો, 5 લોકોનું કરાયું રેસ્કયું
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદનો આકાશી દ્રશ્યો
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
40 વર્ષ જૂનો હતો બ્રિજ, સુસાઈડ પોઈન્ટ તરીકે કુખ્યાત હતો ગંભીરા બ્રિજ
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
અમદાવાદમાં પણ પવન સાથે વરસાદની આગાહી
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
રાજકોટમાં મનપા સંચાલિત ઢોર ડબ્બામાં કાદવ, કિચડ, ગંદકી વચ્ચે રખાઈ ગાયો
g clip-path="url(#clip0_868_265)">