શેર બજારમાં કડાકાથી બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના 753 કરોડ રૂપિયા ધોવાયા, ટાટાના આ શેરથી થયું નુકસાન

રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં આ અઠવાડીએ લગભગ 753 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ટાઈટન કંપનીના શેરની કિંમત 2374 રૂપિયાથી ઘટીને 2293 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગઈ છે.

શેર બજારમાં કડાકાથી બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના 753 કરોડ રૂપિયા ધોવાયા, ટાટાના આ શેરથી થયું નુકસાન
Rakesh Jhunjhunwala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 27, 2021 | 2:51 PM

શેર બજારમાં શુક્રવારે (Black Friday)થયેલા કડાકામાં રિટેલ રોકાણકારોને ભારે નુકસાન થયું છે. કારણ કે તેમના સ્ટોક પોર્ટફોલિયોને મોટો ઝટકો લાગ્યો (Sensex crash)છે. ભારતમાં શેર બજાર (Stock market)માં આ મોટા કડાકામાં દિગ્ગજ રોકાણકારને પણ નુકસાન થયું છે. બિગબુલ રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ના પસંદગીના ટાઈટન કંપની(Titan company share)ના શેરમાં શુક્રવારે લગભગ 4.37 ટકાનો ઘટાડો નોંધાયો. આ અઠવાડીએ ટાટાની આ કંપનીના શેરમાં લગભગ સાત ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

ટાઈટન (Tata Group)કંપનીના શેરની કિંમતમાં ઘટાડાથી રાકેશ ઝુનઝુનવાલાની નેટવર્થમાં આ અઠવાડીએ લગભગ 753 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ટાઈટન કંપનીના શેરની કિંમત 2374 રૂપિયાથી ઘટીને 2293 રૂપિયા પ્રતિ શેરના સ્તર પર પહોંચી ગઈ છે.

રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્નીની કંપનીમાં કેટલી ભાગીદારી ?

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શેર બજારમાં આ કડાકાથી લગભગ 105 રૂપિયાના ઈન્ટ્રા ડે લોસ અથવા લગભગ 4.40 ટકાનો ઘટાડો આવ્યો છે. છેલ્લા એક અઠવાડીયામાં ટાઈટન કંપનીના શેર 2467 રૂપિયાથી ઘટીને 2293 રુપિયા પર પહોંચ્યો છે. જેથી તેની અવધીમાં 174 રૂપિયા પ્રતિ શેરનો ઘટાડો અથવા લગભગ 7 ટકાનું નુકસાન જોવા મળ્યું છે.

જુલાઈથી સપ્ટેમ્બર 2021 ના ક્વાર્ટર માટે ટાઈટન કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાની ટાટા ગ્રુપની આ કંપનીમાં શેરહોલ્ડિંગ છે. રાકેશ ઝુનઝુનવાલા પાસે ટાઈટન કંપનીના 3,37,60,395 શેર છે જે કંપનીના કુલ જાહેર મૂડીનું 3.80 ટકા છે. રેખા ઝુનઝુનવાલા પાસે સાથે મળીને કંપનીના 4,33,00,970 શેર છે. કંપનીમાં તેમની સંયુક્ત રૂપે 4.87 ટકાની ભાગીદારી છે.

કેટલી થઈ શેરની કિંમત ?

ટાઈટન કંપનીના પ્રતિ શેરની કિંમત આ અઠવાડીએ ઘટીને 2291 રૂપિયા પર પહોંચી છે. ટાઈટન કંપનીના શેરોમાં આ ઘટાડાથી રાકેશ ઝુનઝુનવાલાને થનાર નુકસાન લગભગ 753 કરોડ રૂપિયા છે. આપને જણાવી દઈએ કે, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ઝુનઝુનવાલાએ Tata Communications માં પોતાનું રોકાણ વધાર્યું છે. કંપનીના શેર હોલ્ડિંગ પેટર્ન મુજબ, ઝુનઝુનવાલાની ભાગીદારી કપંનીમાં 1.04 ટકાથી વધીને 1.08 ટકા પર પહોંચી છે. ઝુનઝુનવાલાએ પોતાની પત્ની રેખા ઝુનઝુનવાલાના નામ પર આ કંપનીમાં રોકાણ કર્યું છે. તેમની પાસે કંપનીના 30 લાખ 75 હજાર 687 શેર છે.

આ પણ વાંચો: આધુનિક ટેકનોલોજીથી આરોગ્ય ક્ષેત્રનુ ભવિષ્ય બદલાઈ જશે, મેઘાલયના દુર્ગમ વિસ્તારમાં ડ્રોનથી પહોચાડાઈ જીવનરક્ષક દવા

આ પણ વાંચો: PM Kisan: નવા વર્ષ પહેલા ખેડૂતોને મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો, આ રીતે ચેક કરો તમારું નામ

g clip-path="url(#clip0_868_265)">