ભારતમાં કામ કરતી ચીની કંપનીઓ સામે ભારતની આક્રમક્તા યથાવત,શાઓમી દ્વારા સ્માર્ટ ફોન માટે બનાવાયેલા બ્રાઉઝર પર સરકારે લગાડ્યો પ્રતિબંધ

ભારતમાં કામ કરતી ચીની કંપનીઓ સામે ભારતની આક્રમક્તા યથાવત,શાઓમી દ્વારા સ્માર્ટ ફોન માટે બનાવાયેલા બ્રાઉઝર પર સરકારે લગાડ્યો પ્રતિબંધ
http://tv9gujarati.in/bharat-ma-kaam-k…r-par-pratibandh/

ભારતીય સરકારે ચીનની કંપનીઓકે જે ભારતમાં રહીને કામ કરે છે તેની સામે આક્રમક્તાને યથાવત રાખી છે. સરકારે શાઓમી દ્વારા સ્માર્ટફોન માટે બનાવવામાં આવેલા બ્રાઉઝર પર પ્રતિબંધ લગાડી દીધો છે. MI Browser pro વિડિયો ડાઉનલોડ, ફ્રી ફાસ્ટ અને સિક્યોર નામે આપવામાં આવેલી ઓફર સામે સરકારના રૂખ વચ્ચે માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે કંપની આ મુદ્દે વાતચીત […]

Pinak Shukla

|

Aug 05, 2020 | 2:30 PM

ભારતીય સરકારે ચીનની કંપનીઓકે જે ભારતમાં રહીને કામ કરે છે તેની સામે આક્રમક્તાને યથાવત રાખી છે. સરકારે શાઓમી દ્વારા સ્માર્ટફોન માટે બનાવવામાં આવેલા બ્રાઉઝર પર પ્રતિબંધ લગાડી દીધો છે. MI Browser pro વિડિયો ડાઉનલોડ, ફ્રી ફાસ્ટ અને સિક્યોર નામે આપવામાં આવેલી ઓફર સામે સરકારના રૂખ વચ્ચે માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે કંપની આ મુદ્દે વાતચીત કરી રહી છે. કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પગલું તેના મોબાઈલ સેટની કામગીરી પર કોઈ અસર નહી કરી શકે. મોબાઈલ ધારકો બીજુ કોઈ પણ બ્રાઉઝર ડાઉનલોડ કરી શકે છે. આ સાથે જ સરકારે ચાઈનીઝ એપ્લિકેશન QQ International ને પણ બ્લોક કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે.

સૂત્રોનું માનીએ તો શાઓમી બ્રાઉઝર સામે કરવામાં આવેલી કાર્યવાહીને લઈ ઈન્ટરનેટનો ઉપયોગ કરતા સમયે કામગીરીવે અસર કરી શકે છે.શાઓમીએ અત્યાર સુધીમાં દેશમાં 10 કરોડ કરતા વધારે સ્માર્ટ ફોન વેચી નાખ્યા છે. આ અંગે Xiaomi પાસેથી મળતી માહિતિ પ્રમાણે તે મંત્રાલયનાં અધિકારીઓ સાથે આ અંગે વાત કરશે કે સ્થાનીય ડેટા સુરક્ષા અને અન્ય નિયમો તેમજ દશાનિર્દેશોનું પાલન પણ કરે છે. શાઓમી ભારતીય કાયદા હેઠળ તમામ ડેટાની સુરક્ષા અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેનું પાલન કરતું રહેશે. કંપની પ્રવક્તાનાં જણાવ્યા પ્રમાણે તે વિકાસને સમજવાની દિશામાં કામ કરી રહ્યા છે અને જરૂરીયાત પ્રમાણે યોગ્ય પગલા ઉઠાવશે, પ્રક્રિયાનાં ભાગરૂપે અમે મોબાઈલ હિતધારકો સાથે કામ કરીશું.

શાઓમી સામે કરાયેલી કાર્યવાહી ભારત દ્વારા ચીનની કંપનીઓ વિરૂદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાઓ પૈકીનું એક માનવામાં આવે છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર આઈટી મંત્રાલયની એક આંતરિક સમિતિ એપ દ્વારા કરવામાં આવેલા સબમિશન પર નજર રાખી રહી છે કેમકે તેમને  70 જેટલા સવાલ પુછીને તેમની સ્થિતિ સ્પસ્ટ કરવા માટે કેહવામાં આવ્યું છે અને તેમને વાતચીતમાં સામેલ પણ પછી જ કરવાનો નિર્ણય લેવાશે.


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati