ભારત એક્સપોર્ટ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની રાહ પર ,એપલના 3 કોન્ટ્રાક્ટ સપ્લાયર દેશમાં રૂ.6500 કરોડનુ મૂડીરોકાણ કરશે

ભારત એક્સપોર્ટ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની રાહ પર ,એપલના 3 કોન્ટ્રાક્ટ સપ્લાયર દેશમાં રૂ.6500 કરોડનુ મૂડીરોકાણ કરશે
 Apple ના ત્રણ સપ્લાયર્સ આગામી ૫ વર્ષમાં ભારતમાં ૬૫૦૦ કરોડનું રોકાણ કરવા જઈ રહ્યા છે. આ રોકાણ યુએસ-ચીન વેપાર યુદ્ધમાં અટવાયેલા ઉત્પાદકો ચીનની બહાર સપ્લાય ચેઇનને વિસ્તૃત કરવામાં પણ મદદ કરશે. મેક ઈન ઇન્ડિયા મિશન અંતર્ગત સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનને વેગ આપવા માટેના ભારત સરકારના પ્રયત્નો સફળ થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. The Production Linked Incentive Scheme (PLI) યોજના અંતર્ગત આ સપ્લાયર્સ રોકાણ કરશે.

ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોનના ત્રણ સપ્લાયરોએ પાંચ વર્ષમાં ભારતમાં કુલ 6500 કરોડનું રોકાણ કરવા તૈયારી બતાવી છે. આઈફોન બનાવતી આ કંપનીઓ એપલના ટોપ-3 કોન્ટ્રાક્ટ સપ્લાયર છે. ૬૫૦૦ કરોડનું  રોકાણ કેન્દ્ર સરકારના નવા પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) યોજના અંતર્ગત  કરવામાં આવશે. ભારત સરકારે રૂ. 49,210 કરોડની PLI યોજના કંપનીઓ માટે શરૂ કરી છે. આ યોજના ભારતમાં ઉત્પાદિત સ્માર્ટફોનના વેચાણ વૃદ્ધિ ઉપર કેશ ઈન્સેન્ટીવ આપે છે. યોજનાનો મુખ્ય હેતુ ભારતને એક્સપોર્ટ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો છે.

કઈ કંપની કેટલું રોકાણ કરશે
ફોક્સકોન  ૪૦૦૦ કરોડ રૂપિયા
વિસ્ટ્રોન     ૧૩૦૦ કરોડ રૂપિયા
પેગાટ્રોન    ૧૨૦૦ કરોડ રૂપિયા

હજુ  સ્પષ્ટ નથી કે  કંપનીઓ રોકાણ ભારતમાં એપલના ડિવાઈસ મેન્યુફેક્ચરિંગમાં માટે કરે છે કે અન્ય મેન્યુફેક્ચરિંગ માટે તે જાહેર કરાયું નથી પરંતુ સુત્રો અનુસાર આ 3 કંપનીઓ વૈશ્વિક સ્તરે એપલ ઉપરાંત અન્ય કંપનીઓ માટે પણ ડિવાઈસ બનાવે છે. હાલ આ ત્રણેય કંપની એપલ માટે મુખ્ય કામ કરે છે.

ફોક્સકોન
ભારતમાં આઈફોન ઉપરાંત શાઓમી માટે પણ ડિવાઈસ બનાવે છે. ઉત્પાદનની વધારાની ક્ષમતાનો ઉપયોગ PLI યોજના માટે કરશે.

વિસ્ટ્રોન
વિસ્ટ્રોન બેંગ્લોર સ્થિત  તેના પ્લાન્ટમાં ભારતમાં ઓછી કિંમતે આઇફોન એસેમ્બલ કરે છે.  ચીન પછી ભારત એપલ માટે પહેલી પસંદ છે. વિસ્ટ્રોન ભારતમાં દરમહિને 2 લાખ આઈફોન ઉત્પાદિત કરે છે. વર્ષના અંત સુધી તે વધારી પ્રતિ માસ ચાર લાખ સુધી પહોંચાડવા માગે છે.

પેગાટ્રોન
ભારતમાં પોતાના કામકાજ શરૂ કર્યા નથી. તે રાજ્યો સાથે ચર્ચા કરી રહી છે. તમિલનાડુમાં પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે. પ્રારંભિક સબ્સ્ક્રિપ્શન માટે રૂ. 99 લાખના ટ્રાન્સફરથી તેના ભારતની કામગીરી શરૂ કરી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati