કિસાન યુનિયનના ભારત બંધના નિર્ણય પર ઉઠ્યા સવાલો, જાણો કેવી રીતે થયું અર્થવ્યવસ્થાને નુક્સાન

કિસાન યુનિયનના ભારત બંધના નિર્ણય પર ઉઠ્યા સવાલો, જાણો કેવી રીતે થયું અર્થવ્યવસ્થાને નુક્સાન
કિસાન યુનિયનના ભારત બંધના નિર્ણય પર ઉભા થયા પ્રશ્નો

બંધને કારણે માત્ર શાળાઓ, કોલેજો, બજારો અને રસ્તાઓ જ બંધ રહ્યા ન હતા પરંતુ ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી હતી. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં રેલવે ટ્રેક આંદોલનકારી ખેડૂતો દ્વારા કબજે કરવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રેનો ચાલી શકી ન હતી.

TV9 GUJARATI

| Edited By: Pinak Shukla

Sep 28, 2021 | 7:19 AM

ત્રણ કૃષિ કાયદાની (Farm Law)  વિરુદ્ધ, આજે ફરી ખેડૂતોએ ભારત બંધ (Bharat Bandh) જાહેર કર્યું હતું, જેના કારણે દેશને તેમજ દેશની સામાન્ય જનતાને મોટું નુકસાન થયું, તેથી જ આજે અમે ફરી કહી રહ્યા છીએ કે બંધ ન કરો. શરૂ કરો કારણ કે બંધ કરવું એટલે રોકાઈ જવું. રોકાઈ જવું એટલે આગળ ન વધવું. અલબત્ત, આ બંધ સાથે કોઈનું રાજકારણ આગળ વધે છે. પરંતુ દેશ આગળ વધી શકતો નથી. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે બંધ ન કરો, શરૂ કરો.

આજે સવારે 6 થી સાંજે 4 વાગ્યા સુધી દેશભરમાં ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રાજ્ય ધોરીમાર્ગો બંધ રહ્યા હતા. બંધની મહત્તમ અસર પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી અને રાજસ્થાનમાં જોવા મળી હતી. પરંતુ અખિલ ભારતીય કિસાન સભા અનુસાર બંધનુ એલાન 25 થી વધારે રાજ્યોમાં સફળ રહ્યું. કહેવામાં આવી રહ્યું છે કે આજના ભારત બંધમાં લગભગ 40 ખેડૂત સંગઠનોએ ભાગ લીધો હતો. આ સિવાય તેમને ઘણા રાજકીય પક્ષોનું સમર્થન પણ મળ્યું.

બંધને કારણે માત્ર શાળાઓ, કોલેજો, બજારો અને રસ્તાઓ જ બંધ રહ્યા ન હતા પરંતુ ટ્રેનોની અવરજવર પર પણ અસર પડી હતી. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ બંગાળમાં રેલવે ટ્રેક આંદોલનકારી ખેડૂતો દ્વારા કબજે કરવામાં આવ્યા હતા, જેના કારણે ટ્રેનો ચાલી શકી ન હતી. દિલ્હીથી દોડતી ઘણી ટ્રેનો પણ રદ કરવી પડી હતી.

‘બંધ’ દેશની અર્થવ્યવસ્થાને પણ નુકસાન પહોંચાડે છે

મતલબ આજે દેશભરમાં કરોડો લોકો કામ – રોજગાર કરી શક્યા નથી. સમયસર ઓફિસ પહોંચી શક્યા નથી. શાળાઓ – કોલેજે જઇ શક્યા નથી. આની બીજી બાજુ એ છે કે બંધને કારણે દેશના અર્થતંત્રને પણ નુક્સાન થાય છે. આર્થિક બાબતોના નિષ્ણાત પ્રણવ સેનના મતે, સામાન્ય રીતે જો વ્યવસાય એક દિવસ માટે અટકી જાય તો 25-30 હજાર કરોડનું નુકસાન થાય છે.

આ અનુસાર આજના દસ કલાકના બંધથી પણ દેશને 15-20 હજાર કરોડનું નુકસાન થયું હશે. જે કોરોના સામે લડતા અર્થતંત્ર માટે ખરાબ સમાચાર છે. એટલા માટે અમે કહી રહ્યા છીએ કે બંધ ન કરો.. શરુ કરો કારણ કે બંધથી  નુકસાન વધારે છે અને ફાયદો ઘણો ઓછો છે.

જ્યારે  ઇચ્છો ત્યારે બંધ શા માટે ?

ભારત બંધના કિસાન યુનિયનના નિર્ણય પર કેટલાક સવાલો ઉભા થયા છે. સવાલ એ છે કે જ્યારે  ઇચ્છો ત્યારે બંધ શા માટે ? અને સામાન્ય લોકોના સમય સાથે કેમ રમત કેમ ? છેવટે, સામાન્ય માણસના સમયની કિંમત કોણ ચૂકવશે?

આ ચિંતા એટલા માટે મોટી છે કારણ કે અહીં વિચાર કરો કે  સાયબર સિટી ગુડગાંવને જામમાંથી કેટલા સમય પછી મુક્તિ મળી હશે? દિલ્હીથી ગુડગાંવ અને ગુડગાંવથી દિલ્હી જતા નોકરીયાત લોકો કેટલા સમય સુધી ટ્રાફિકમાં અટવાયા હશે? આ જામમા ખબર નહી કેટલી એમ્બ્યુલન્સ અને બીમાર લોકો ફસાયા હશે ?  અને ખબર નહી શાળા કોલેજ જતા કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી ગયા હશે ?

ગુડગાંવની જેમ નોઈડામાં પણ કેટલાક કિલોમીટર સુધી ટ્રાફિક જામ હતો.નોઈડાથી દિલ્હી જનારાઓએ  બે-ચાર કિલોમીટરનું અંતર કેટલાક કલાકોમાં કાપ્યું હતું. DND સુધી, લોકો એ જ રીતે જામ સાથે સંઘર્ષ કર્યો હતો. ઓફિસ જતા લોકોને સૌથી વધુ મુશ્કેલી પડી.

ખેડૂતોએ દિલ્હી-યુપીની ગાઝીપુર બોર્ડર પર નેશનલ હાઇવે પણ બ્લોક કર્યો હતો. અહીં હજારો ખેડૂતો સવારથી મધ્ય રસ્તા વચ્ચે બેઠા હતા, જેના કારણે વાહનોનો રસ્તો બંધ થઈ ગયો હતો. એટલે કે, એકંદરે ગાઝિયાબાદથી નોઈડા અને ગુડગાંવ સુધીના રસ્તાઓ બંધ રહ્યા હતા અને દિલ્હી-એનસીઆર લગભગ 12 કલાક સુધી જામમાં ફસાઈ રહ્યું હતું.

આ પણ વાંચો :  Metro Recruitment 2021: મહારાષ્ટ્ર મેટ્રોમાં ખાલી જગ્યાઓ માટે બહાર પડી ભરતી, B.Tech ઉમેદવારો કરી શકે છે અરજી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati