AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays in September 2022 : સપ્ટેમ્બરમાં આ દિવસે બેંકો બંધ રહેશે, રજાઓની યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ

સપ્ટેમ્બર મહિનામાં ઘણી રજાઓ આવી રહી છે પરંતુ આ સમય દરમિયાન ઓનલાઈન બેંકિંગની કામગીરીને કોઈ અસર થશે નહીં.

Bank Holidays in September 2022 : સપ્ટેમ્બરમાં આ દિવસે બેંકો બંધ રહેશે, રજાઓની યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ
Bank (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 8:06 AM
Share

જો તમે અગત્યના કામોની યાદી બનાવી રહ્યા છો અથવા સપ્ટેમ્બરમાં ક્યાંક જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો પહેલા બેંકની રજાઓ(Bank Holidays)ની યાદી તપાસી લો. ડીજીટલ દુનિયામાં ઘર બેઠા ઘણુ બધુ કામ થાય છે પરંતુ ઘણા એવા કામ છે જેના માટે બેંકમાં જવું પડે છે. ઘણા લોકો બેંક રજાઓ વિશે અપડેટ રાખતા નથી જેઓ મુશ્કેલીમાં પડી જાય છે. તેથી બેંકની રજાઓ વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. આગામી મહિને એટલે કે સપ્ટેમ્બરમાં બેંકો લગભગ 13 દિવસ બંધ (Bank Holidays in September 2022) રહેશે. ઓગસ્ટમાં પણ બાકીના દિવસોમા બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. ઉદાહરણ તરીકે ચોથો શનિવાર 27મી ઓગસ્ટે અને બીજા દિવસે 28મી ઓગસ્ટે રવિવાર છે. ત્યારબાદ બીજા દિવસે 29મી ઓગસ્ટે શ્રીમંત સંકરદેવ તિથિ છે. ગુવાહાટીમાં આ દિવસે બેંકો બંધ રહેશે. ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં બેંકો મહિનાના છેલ્લા દિવસે 31મી ઓગસ્ટે બંધ રહેશે.

સપ્ટેમ્બરમાં આ તારીખે બેંક બંધ રહેશે

દેશમાં રાજ્ય પ્રમાણે રજાઓ હોય છે. ઓગસ્ટ મહિનામાં શનિવાર અને રવિવાર સહિત 18 દિવસ તો સપ્ટેમ્બરમાં 13 દિવસ બેંકમાં રજાઓ છે.

રજાઓની યાદી ઉપર કરો એક નજર

  • 1 સપ્ટેમ્બર, 2022 – ગણેશ ચતુર્થીના કારણે બેંકમાં રજા રહેશે.
  • 4 સપ્ટેમ્બર, 2022 – રવિવારે સાપ્તાહિક રજા
  • 6 સપ્ટેમ્બર, 2022 – ઝારખંડમાં વિશ્વકર્મા પૂજાના અવસરે બેંકો બંધ રહેશે.
  • 7-8 સપ્ટેમ્બર, 2022- ઓણમના કારણે તિરુવનંતપુરમ અને કોચીમાં બેંકો બંધ છે.
  • 9 સપ્ટેમ્બર, 2022- ઈન્દ્રજતા પર ગંગટોકમાં બેંકો ખુલશે નહીં.
  • 10 સપ્ટેમ્બર, 2022 – શ્રી નરવણે ગુરુ જયંતિ નિમિત્તે તિરુવનંતપુરમ અને કોચીમાં બેંકમાં રજા રહેશે.
  • 11 સપ્ટેમ્બર, 2022 – રવિવાર સાપ્તાહિક રજા રહેશે.
  • 18 સપ્ટેમ્બર, 2022 – રવિવારના કારણે બેંકો બંધ રહેશે.
  • 21 સપ્ટેમ્બર, 2022 – શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસના કારણે તિરુવનંતપુરમ અને કોચીમાં બેંકો બંધ રહેશે.
  • 24 સપ્ટેમ્બર, 2022 – ચોથા શનિવારને કારણે બેંકોમાં રજા રહેશે.
  • 25 સપ્ટેમ્બર, 2022 – રવિવારે સાપ્તાહિક રજા છે.
  • 26 સપ્ટેમ્બર, 2022- નવરાત્રિની સ્થાપના પર જયપુર અને ઇમ્ફાલમાં બેંકમાં રજા રહેશે.

ઓનલાઈન બેંકિંગ કાર્યરત રહેશે

સપ્ટેમ્બર મહિનામાં ઘણી રજાઓ આવી રહી છે પરંતુ આ સમય દરમિયાન ઓનલાઈન બેંકિંગની કામગીરીને કોઈ અસર થશે નહીં. આનો અર્થ એ છે કે ગ્રાહકોને ડિજિટલ બેંકિંગમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તેઓ રાબેતા મુજબ ફંડ ટ્રાન્સફર સહિતના કામ સરળતાથી કરી શકશે.

g clip-path="url(#clip0_868_265)">