ડિસેમ્બરમાં આ દિવસે બેંકો બંધ રહેશે, રજાની યાદી તપાસી કરો કામનું પ્લાનિંગ
ડિસેમ્બર મહિનામાં બેંકોના કામકાજને અસર થઈ શકે છે. આવતા મહિને ઘણી રજાઓ આવી રહી છે સાથે બેંક યુનિયન દ્વારા પણ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી જેના કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહી શકે છે.

ડિસેમ્બર મહિનામાં બેંકોના કામકાજને અસર થઈ શકે છે. આવતા મહિને ઘણી રજાઓ આવી રહી છે સાથે બેંક યુનિયન દ્વારા પણ હડતાળની જાહેરાત કરવામાં આવી હતી જેના કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહી શકે છે.
જો આપણે રજાઓની વાત કરીએ તો આ મહિનામાં 18 દિવસ માટે સત્તાવાર બેંક રજાઓ હશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો પણ સમાવેશ થાય છે. આ સિવાય ડિસેમ્બરમાં 6 દિવસની બેંક હડતાળ પણ રહેશે જે દરમિયાન બેંકો બંધ રહી શકે છે.
ડિસેમ્બરમાં બેંકો ક્યારે બંધ રહેશે?
- 1 ડિસેમ્બર, 2023- રાજ્યના ઉદ્ઘાટન દિવસને કારણે અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં બેંક રજા રહેશે.
- 4 ડિસેમ્બર, 2023- સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો તહેવારની ગોવામાં રજા છે
- 12 ડિસેમ્બર, 2023- પા-ટોગન નેંગમિન્જા સંગમાની મેઘાલયમાં રજા છે
- 13 ડિસેમ્બર, 2023- લોસોંગ/નમસૂંગ સિક્કિમમાં બેંક બંધ રહેશે
- 14 ડિસેમ્બર, 2023- લોસોંગ/નમસૂંગ સિક્કિમમાં બેંક બંધ રહેશે
- 18 ડિસેમ્બર, 2023- યુ સોસો થમની પુણ્યતિથિના કારણે સિક્કિમમાં બેકમાં કામ થશે નહીં
- 19 ડિસેમ્બર, 2023- ગોવા મુક્તિ દિવસ
- 25 ડિસેમ્બર, 2023- ક્રિસમસની સમગ્ર દેશમાં રજા રહેશે
- 26 ડિસેમ્બર, 2023- નાતાલની ઉજવણી દરમિયાન મિઝોરમ, નાગાલેન્ડ અને મેઘાલયમાં બેન્કમાં કામ થશે નહીં
- 27 ડિસેમ્બર , 2023- ક્રિસમસ અને યુ કિઆંગ નાંગબાહ દરમિયાન મેઘાલય અને નાગાલેન્ડમાં રજા છે
- 30 ડિસેમ્બર 2023- ક્રિસમસ અને યુ કિઆંગ નાંગબાહ દરમિયાન મેઘાલય અને નાગાલેન્ડમાં રજા છે
સાપ્તાહિક રજાઓ ક્યારે રહેશે?
- 3 ડિસેમ્બર-રવિવાર
- 9 ડિસેમ્બર- બીજો શનિવાર
- 10મી ડિસેમ્બર-રવિવાર
- 17મી ડિસેમ્બર-રવિવાર
- 23 ડિસેમ્બર- ચોથો શનિવાર
- 24મી ડિસેમ્બર-રવિવાર
- 31મી ડિસેમ્બર-રવિવાર
બેંક કર્મચારીઓ હડતાળ પર જશે
AIEBA એટલે કે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ 4થી ડિસેમ્બરથી 20મી જાન્યુઆરી સુધી અલગ-અલગ તારીખે હડતાળ પર જશે.
- 4 ડિસેમ્બર – PNB, SBI અને પંજાબ એન્ડ સિંધ બેંક
- 5 ડિસેમ્બર- BOB અને BOI
- 6 ડિસેમ્બર- Canara Bank અને Central Bank of India માં હડતાળ રહેશે
- 7 ડિસેમ્બર- ઇન્ડિયન બેંક અને યુકો બેંક
- 8 ડિસેમ્બર- Union Bank of India અને બેંક ઓફ મહારાષ્ટ્ર
- 11 ડિસેમ્બર- ખાનગી બેંકોની હડતાળ
ઓનલાઈન બેંકિંગ ચાલુ રહેશે
ડિસેમ્બરમાં બેંકોના કેલેન્ડર મુજબ બેંકના કામકાજને ઘણા દિવસો સુધી અસર થશે. પરંતુ સારા સમાચાર એ છે કે આ સમયગાળા દરમિયાન તમામ ઓનલાઈન બેંકિંગ સુવિધાઓ ઉપલબ્ધ થશે. તમે મોબાઈલ બેંકિંગ દ્વારા તમારું મોટા ભાગનું કામ પૂર્ણ કરી શકશો.