AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holidays in December 2021 : જો આ દિવસે જશો બેંકમાં તો થશે ધરમ ધક્કો, જાણો ક્યારે રહેશે બેંક બંધ

ભારતીય રિઝર્વ બેંકે તેની વાર્ષિક યાદીમાં વર્ષ 2021 માટે રજાઓની યાદી બહાર પાડી છે. આ મુજબ, ભારતભરની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સપ્તાહના રજાઓ સહિત ડિસેમ્બરમાં 12 દિવસ સુધી બંધ રહેશે.

Bank Holidays in December 2021 : જો આ દિવસે જશો બેંકમાં તો થશે ધરમ ધક્કો, જાણો ક્યારે રહેશે બેંક બંધ
Bank Holidays in December 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 9:19 AM
Share

Bank Holidays in December 2021 : તમારી બેંક શાખામાં જતા પહેલા તમારે મહત્વના દિવસોની યાદી નોંધવી જોઈએ કે જેના પર બેંકો બંધ રહેશે. રજાઓની માહિતી હોય તો  શક્ય તેટલી વહેલી તકે બેંકિંગને લગતા તમારા તમામ મહત્વપૂર્ણ કામ સમયસર પતાવી શકો છો.  દેશના વિવિધ રાજ્યોમાં તહેવારોની ઉજવણી અને રજાઓ અલગ અલગ હોય છે. આ સમયે બેંકોમાં પણ રજા રહે છે. જો કે, તેમાં ઘણી પ્રાદેશિક રજાઓ પણ છે. મતલબ કે જો કોઈ રાજ્યમાં બેંકો બંધ રહેશે તો કોઈ રાજ્યમાં બેંકિંગ કાર્ય ચાલુ રહેશે. 

આ સ્થિતિમાં જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ હોય તો તમારે બેંક રજાઓ વિશે માહિતી રાખવી પડશે. એવું ન થવું જોઈએ કે તમે કોઈ કામ માટે નીકળો છો અને તે દિવસે બેંક બંધ છે. આ કિસ્સામાં તમારે પાછા ફરવું પડી શકે છે. અહેવાલમાં અમે તમને બેંક રજાઓની સંપૂર્ણ યાદી પ્રદાન કરી રહ્યા છીએ. આ યાદીના આધારે તમે તમારા કાર્યને સમયસર પૂર્ણ કરી શકો છો.

ભારતીય રિઝર્વ બેંકે તેની વાર્ષિક યાદીમાં વર્ષ 2021 માટે રજાઓની યાદી બહાર પાડી છે. આ મુજબ, ભારતભરની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો સપ્તાહના રજાઓ સહિત ડિસેમ્બરમાં 12 દિવસ સુધી બંધ રહેશે. આ રજાઓ બીજા અને ચોથા શનિવાર સિવાય અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોઈ શકે છે. આરબીઆઈની યાદીમાં ડિસેમ્બર મહિના દરમિયાન તહેવારોની ક્રિસમસ સહિત સાત રજાઓનો ઉલ્લેખ છે. જો કે, નાતાલ પણ મહિનાના ચોથા શનિવારે આવે છે. આ ઉપરાંત ૪ રવિવાર અને બે શનિવાર પણ રજા રહેશે

તમને જણાવી દઈએ કે દર મહિનાના દરેક રવિવાર સિવાય બીજા અને ચોથા શનિવારે બેંકોની જાહેર રજા હોય છે. આ સાથે અહીં અમે તમને જણાવી રહ્યાં છે કે ડિસેમ્બર 2021 માં કઈ તારીખે (Bank holidays in December 2021) બેંકોમાં રજા રહેશે.

ડિસેમ્બર 3: સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરનો તહેવાર – ગોવા

ડિસેમ્બર 18: યુ સોસો થામની પુણ્યતિથિ – શિલોંગ

ડિસેમ્બર 24: ક્રિસમસ ફેસ્ટિવલ(Christmas Eve) – આઇઝોલ, શિલોંગ

ડિસેમ્બર 25: ક્રિસમસ – ગુવાહાટી, હૈદરાબાદ, ઈમ્ફાલ, જયપુર, જમ્મુ, કાનપુર, કોચી, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પણજી, પટના, રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા, શ્રીનગર, તિરુવનંતપુરમ, ગુજરાત

ડિસેમ્બર 27: નાતાલની ઉજવણી – આઈઝોલ

ડિસેમ્બર 30: યુ કિઆંગ નાંગબાહ – શિલોંગ

ડિસેમ્બર 31: નવા વર્ષની પૂર્વ સંધ્યા – આઈઝોલ

અલગ અલગ રાજ્ય મુજબની રજાઓ ઉપરાંત સાપ્તાહિક રજાઓ દરમ્યાન બેંકો બંધ રહેશે. આ સંદર્ભે એ નોંધવું જરૂરી છે કે વિકેન્ડ સમગ્ર ભારતમાં એકસમાન હોય છે. જે રજાઓની તારીખ નીચે મુજબ છે.

ડિસેમ્બર  5: રવિવાર

ડિસેમ્બર 11: મહિનાનો બીજો શનિવાર

ડિસેમ્બર 12: રવિવાર

ડિસેમ્બર 19: રવિવાર

ડિસેમ્બર 25: મહિનાનો ચોથો શનિવાર અને નાતાલ

ડિસેમ્બર 26: રવિવાર

આ પણ વાંચો : Tega Industries IPO : આજથી 3 દિવસ મળી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજના વિશે વિગતવાર

આ પણ વાંચો : આજથી દીવો પ્રગટાવવો બનશે મોંઘો: 14 વર્ષ બાદ માચીસની કિંમતમાં વધારો થયો, આજથી 1 Matchbox માટે 2 રૂપિયા ચૂકવવા પડશે

g clip-path="url(#clip0_868_265)">