Bank Holiday On Mahashivratri : આજથી ત્રણ દિવસ બેંકમાં રજા રહેશે, રજાની માહિતી ધ્યાનમાં રાખી કરજો કામનું પ્લાનિંગ
Bank Holiday On Mahashivratri: જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે તો તમારે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડશે. વાસ્તવમાં, લગભગ તમામ રાજ્યોમાં આવતીકાલે, શુક્રવાર 8 માર્ચે મહાશિવરાત્રિ પર બેંકો બંધ રહેશે.

Bank Holiday On Mahashivratri: જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે તો તમારે ત્રણ દિવસ સુધી રાહ જોવી પડશે. વાસ્તવમાં, લગભગ તમામ રાજ્યોમાં આવતીકાલે, શુક્રવાર 8 માર્ચે મહાશિવરાત્રિ પર બેંકો બંધ રહેશે.
આ પછી બીજો શનિવાર હોવાને કારણે 9 માર્ચે બેંક રજાઓ રહેશે. આ સિવાય 10મી માર્ચને રવિવારે બેંકોમાં સાપ્તાહિક રજા છે. એટલે કે બેંકો સતત ત્રણ દિવસ બંધ રહેશે. આ ઉપરાંત મહાશિવરાત્રીના અવસર પર શેરબજાર પણ બંધ રહેશે. આ દિવસે શેરબજારના રોકાણકારો શેરની ખરીદી અને વેચાણ કરી શકશે નહીં. તે જ સમયે શનિવાર અને રવિવારે શેર બજારો સાપ્તાહિક રજામાં બંધ રહે છે.
આ રાજ્યોમાં બેંકો ખુલ્લી રહેશે
આરબીઆઈની રજાઓની યાદી અનુસાર, ત્રિપુરા, મિઝોરમ, તમિલનાડુ, સિક્કિમ, આસામ, મણિપુર, ઈટાનગર, રાજસ્થાન, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ, નવી દિલ્હી, ગોવા, બિહાર અને મેઘાલય સિવાયના તમામ રાજ્યો જેમ કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, ચંદીગઢ, ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, જમ્મુ અને કાશ્મીર, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશમાં મહાશિવરાત્રી પર બેંકો બંધ રહેશે.
આ દિવસોમાં બેંક બંધ રહેશે
- 08 માર્ચ શુક્રવાર : મહા શિવરાત્રી/ શિવરાત્રીના કારણે અમદાવાદ અને મુંબઈ સહીત દેશના મોટાભાગના શહેરોમાં બેંકો બંધ રહેશે.
- 09 માર્ચ શનિવાર : બીજો શનિવાર સાપ્તાહિક રજા
- 10 માર્ચ રવિવાર :સાપ્તાહિક રજા
- 17 માર્ચ, રવિવાર : સમગ્ર દેશમાં સાપ્તાહિક રજા
- 22 માર્ચ, શુક્રવાર: બિહાર દિવસ (બિહાર)
- 23 માર્ચ, શનિવાર: સમગ્ર દેશમાં મહિનાનો ચોથો શનિવાર હોવાથી રજા
- 24 માર્ચ, રવિવાર: દેશભરમાં સાપ્તાહિક રજા
- 25 માર્ચ, સોમવાર: હોળી / ધુળેટી/ડોલ જાત્રા/ધુલંડી રજા
- 26 માર્ચ, મંગળવાર: હોળી બીજો દિવસ ઓડિશા, મણિપુર અને બિહાર
- 27 માર્ચ, બુધવાર: હોળીની બિહારમાં રજા
- 29 માર્ચ, શુક્રવાર: ઘણા રાજ્યોમાં ગુડ ફ્રાઈડે
- 31 માર્ચ, રવિવાર: દેશભરમાં સપ્તાહના અંતે બેંકની રજા
આ સેવાઓ અવિરત ચાલુ રહેશે
અમે તમને જણાવી દઈએ કે તમારા રાજ્યમાં આ દિવસોમાં બેંક શાખાઓ બંધ રહી શકે છે, તેમ છતાં દેશભરમાં ઓનલાઈન બેંકિંગ સેવાઓ કાર્યરત રહેશે અને બેંકિંગ સેવાઓ પણ ઓનલાઈન પ્લેટફોર્મ અને ATM દ્વારા સુલભ રહેશે.
આ પણ વાંચો : ભારતીય રૂપિયાની તાકાત વધી! હવે ઈન્ડોનેશિયામાં પણ ચાલશે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કરી મોટી ડીલ