Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Holiday : જાન્યુઆરીના બીજા પખવાડિયામાં આવી રહી છે ઘણી રજાઓ, યાદી તપાસીને બેન્કના કામનું પ્લાનિંગ કરો

Bank Holiday :15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસર પર દેશના ઘણા ભાગોમાં ઘણી સરકારી અને ખાનગી બેંકો બંધ હતી. જાન્યુઆરીમાં કુલ 16 દિવસ બેંકમાં રજાઓ છે.

Bank Holiday : જાન્યુઆરીના બીજા પખવાડિયામાં આવી રહી છે ઘણી રજાઓ, યાદી તપાસીને બેન્કના કામનું પ્લાનિંગ કરો
Bank Holidays in January 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 6:30 AM

Bank Holiday : 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસર પર દેશના ઘણા ભાગોમાં ઘણી સરકારી અને ખાનગી બેંકો બંધ(Bank Holiday January 2022) હતી. જાન્યુઆરીમાં કુલ 16 દિવસ બેંકમાં રજાઓ છે જેમાંથી 10 અત્યાર સુધીમાં પૂર્ણ થઈ ગઈ છે. બાકીની 6 રજાઓ જાન્યુઆરીના બાકીના 15 દિવસોમાં આવશે . આ 15 દિવસોમાંથી 6 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં રવિવાર અને બીજા શનિવારનો સમાવેશ થાય છે. આ તમામ રજાઓ એક સાથે નહીં હોય અને રાજ્યોના તહેવારોને અનુલક્ષીને બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર બેંકોમાં રજાઓ હોય છે.

આરબીઆઈની યાદી અનુસાર જાન્યુઆરીમાં 16 રજાઓ હતી જે ચાલુ છે અને તેમાંથી 10 પૂર્ણ થઇ છે. બાકીની 6 દિવસની રજા આગામી સપ્તાહમાં જોવા મળશે અને રાષ્ટ્રીય સ્તરે બેંકની રજાઓમાં સાપ્તાહિક રજાઓ પણ છે. જો બેંકમાં કોઈ કામ હોય તો તમે તમારી નજીકની શાખામાં જાઓ અને જાણો કે ત્યાં ક્યારે રજા હશે? આ તમારા માટે કોઈ સમસ્યા નહીં હોય અને તમે પહેલા બેંક સંબંધિત કામને પતાવી શકો છો.

બેંકની રજાઓ રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર નક્કી કરવામાં આવે છે. રાજ્ય સરકારો દ્વારા કેટલીક રજાઓ પણ નક્કી કરવામાં આવે છે. રિઝર્વ બેંકની યાદી દર્શાવે છે કે જાન્યુઆરીમાં કુલ 11 રજાઓ છે અને બાકીની 5 રજાઓ સાપ્તાહિક રજાઓ અથવા બીજા અને ચોથા શનિવારની છે. રિઝર્વ બેંકે રજાઓની ત્રણ શ્રેણીઓ બનાવી છે જેમાં રાજ્યવાર રજા, ધાર્મિક રજા અને બંધ વગેરેનો સમાવેશ થાય છે. તેમાં તહેવારો સાથે સંકળાયેલી રજાઓનો પણ સમાવેશ થાય છે.

અહીં મુસ્લિમ છોકરીઓ અન્ય ધર્મના લોકો સાથે કરી શકે છે લગ્ન...
દુનિયામાં ગમે ત્યાં નોકરી મેળવવી છે સરળ, આ 5 ભાષાઓ શીખી લો
Jio Recharge Plan: 84 દિવસની વેલિડિટી વાળા પ્લાનમાં દરરોજ મળશે 2GB ડેટા
Bunker Raid : નક્સલીઓનું બંકર અંદરથી કેવું હોય છે?
Kitchen Vastu Tips: રસોડામાં કાળો પથ્થર મૂકવામાં આવે તો શું થાય છે?
બાળકો પર કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો કયા સંકેતો દેખાય છે?

જાન્યુઆરીના બીજા ભાગમાં રજાઓની યાદી અમે જણાવી રહ્યા છીએ. આ રજાઓ 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. દેશના કેટલાક ભાગોમાં મકરસંક્રાંતિના અવસર પર બેંકો બંધ હતી. મકરસંક્રાંતિ અને શનિવારે પણ તહેવારણબી ઉજકની જોવા મળી હતી અને બીજા દિવસે રવિવાર હોવાથી તમામ બેંકોમાં રાષ્ટ્રીય રજા રહેશે.

એક નજર રાજ્યોની યાદી ઉપર

તારીખ  રજાની વિગત 
16-Jan રવિવાર
18-Jan થાઈ પૂસમ – ચેન્નાઈમાં બેંકો બંધ રહેશે
22-Jan ચોથો શનિવાર
23-Jan રવિવાર
26-Jan પ્રજાસત્તાક દિવસ
30-Jan રવિવાર

આ પણ વાંચો : SBI ના ગ્રાહકો માટે અગત્યના સમાચાર, 1 ફેબ્રુઆરીથી બેન્ક આ ફેરફાર લાગુ કરશે , જાણો વિગતવાર

આ પણ વાંચો :  Paytm એ કેનેડામાં Consumer App બંધ કરવાનો નિર્ણય લીધો, 14 માર્ચથી સેવાઓ ઠપ્પ થશે

g clip-path="url(#clip0_868_265)">