અયોધ્યા બની રહ્યું છે બિઝનેસ હબ, આ કંપનીઓએ રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા પ્લાન્ટ લગાડવાનું શરૂ કર્યું
અયોધ્યામાં સામાન્ય લોકોની મોટી ભીડ જોવા મળશે. રામ મંદિરના ઉદ્ઘાટનના અવસરને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓએ પણ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાસ કરીને FMCG અને હોસ્પિટાલિટી કંપનીઓ આમાં મોટી તક જોઈ રહી છે. આવી સ્થિતિમાં રામ મંદિર ખુલતા પહેલા જ અયોધ્યા બિઝનેસ હબ બનવા માટે તૈયાર છે.

રામ મંદિરને લઈને દેશના લોકો અને રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે. સાથે જ ઉદઘાટનની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે આ પ્રસંગે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી મંદિરમાં રામ લલ્લાનો અભિષેક કરશે. આ દરમિયાન અયોધ્યામાં સામાન્ય લોકોની મોટી ભીડ જોવા મળશે. રામ મંદિરના ઉદ્ઘાટનના અવસરને ધ્યાનમાં રાખીને ઘણી કંપનીઓએ પણ પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. ખાસ કરીને FMCG અને હોસ્પિટાલિટી કંપનીઓ આમાં મોટી તક જોઈ રહી છે. આવી સ્થિતિમાં રામ મંદિર ખુલતા પહેલા જ અયોધ્યા બિઝનેસ હબ બનવા માટે તૈયાર છે.
અયોધ્યા બિઝનેસ હબ બનશે
અયોધ્યામાં બની રહેલું રામ મંદિર દેશના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક કેન્દ્રો અને તીર્થસ્થાનોમાંથી એક બનવા જઈ રહ્યું છે. રામ જન્મભૂમિ મંદિરમાં કરોડો લોકોની શ્રદ્ધા છે અને આ મંદિરના નિર્માણની રાહ ઘણી પેઢીઓથી ચાલી રહી છે. આવી સ્થિતિમાં, અયોધ્યા આવનારા સમયમાં ધાર્મિક પર્યટન અને તીર્થસ્થાનોનું એક મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. જેનો અહીંની અર્થવ્યવસ્થાને ફાયદો થશે. લાખો લોકોને રોજગારીની તકો મળશે, આ પરિવર્તનમાં FMCG કંપનીઓ અને હોસ્પિટાલિટી સેક્ટર માટે પણ તકો ઊભી કરવામાં આવી રહી છે. અહીં મોટી સંખ્યામાં હોટલ અને રેસ્ટોરન્ટ્સ ખુલવા જઈ રહી છે.
બિસલેરીથી McD સુધી પ્લાન્ટ્સ સ્થાપાયા
ETના અહેવાલ મુજબ, FMCG અને હોસ્પિટાલિટી કંપનીઓએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. મિનરલ વોટર કંપની બિસલેરી ઇન્ટરનેશનલ અયોધ્યામાં નવો પ્લાન્ટ સ્થાપી રહી છે. કંપનીને આશા છે કે આગામી દિવસોમાં અયોધ્યામાં બોટલ્ડ વોટર, સોફ્ટ ડ્રિંક્સ, નાસ્તો, કરિયાણા વગેરેની માંગ વધી શકે છે. પારલે પ્રોડક્ટ્સ, બિસ્કિટ અને અન્ય એફએમસીજી ઉત્પાદનોનું ઉત્પાદન કરતી કંપની, અયોધ્યા અને તેની આસપાસ તેના વિતરણ નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. મેકડોનાલ્ડ્સ અને બર્ગર સિંઘ અયોધ્યા-લખનૌ હાઇવે પર એક નવું આઉટલેટ ખોલી રહ્યા છે.
પ્રવાસીઓનો ફ્લો વધ્યો
નિષ્ણાંતોનું માનવું છે કે રામ મંદિર પૂર્ણ થવાથી અયોધ્યામાં પ્રવાસન 8-10 ગણું વધી શકે છે. આનાથી શહેરમાં વસ્તી એટલે કે અસ્થાયી વસ્તીમાં વધારો થશે. હોસ્પિટાલિટી કંપની ઓયોએ તાજેતરમાં કહ્યું હતું કે રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા જ હોટેલ બુકિંગમાં 70-80 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ પર્યટન વિભાગના ડેટા અનુસાર, વર્ષ 2021માં અયોધ્યાની મુલાકાતે આવનાર પ્રવાસીઓની સંખ્યા માત્ર 3.25 લાખ હતી, જે 2022માં 85 ગણી વધીને 2.39 કરોડ થઈ ગઈ છે. હવે જ્યારે મંદિર તૈયાર થશે ત્યારે તેમાં 8-10 ગણો વધારો થશે, તેથી દર વર્ષે અંદાજિત 20-25 કરોડ પ્રવાસીઓ અયોધ્યા આવી શકે છે.