Armano Ki Chitthi : ગરીબ ખેડૂતનો નાણા પ્રધાનને દર્દભર્યો પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે ખેડૂતોને કેવી છે અપેક્ષા

Armano Ki Chitthi : ગરીબ ખેડૂતનો નાણા પ્રધાનને દર્દભર્યો પત્ર, વાંચો નિર્મલા સીતારમણ પાસે ખેડૂતોને કેવી છે અપેક્ષા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2023 | 7:38 PM

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાના મોરચે બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ તેમનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને શિક્ષણથી લઇને ખેડૂત સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે.

Budget 2023 : કરદાતાઓ, ખાસ કરીને વ્યક્તિઓ/પગારદાર વર્ગને આવકવેરાને લઇને બજેટ 2023માં થોડી ખુશી મળવાની અપેક્ષા છે. કારણ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જેના કારણે નોકરી વ્યવસાયથી લઈને બાળકોના શિક્ષણ સુધીની લોકોની ઘણી અપેક્ષાઓ જોડાયેલી છે. બજેટને લઇને દેશભરના લોકો નાણાનંત્રીને પત્ર લખી રહ્યા છે. જેમા ઉત્તર પ્રદેશના બુલંદરસહર જિલ્લામાંથી પરવિંદર દેશવાલ પત્ર લખે છે. પરવિંદર ખેડૂત છે, આવો જાણીએ અરમાનો કી ચિઠ્ઠીમાં તેમણે નાણાપ્રધાનને શુ કહ્યું.

પત્રમાં તે લખે છે કે, ‘ઉત્તર પ્રદેશના બુલંદરસહર જિલ્લામાં મારું ગામ છે. અહીં બાડ ગામમાં મારું ખેતર છે. અત્યારે ખેતરે જ બેઠો છું. મારી દીકરી સુનિતા પણ બેઠી છે. તે દસમામાં ભણે છે. તેની પાસે જ આ પત્ર લખાવી રહ્યો છું.આજે મારું મન દુઃખી છે. કારણ કે મે, મારી ગાય ગુમાવી છે. લમ્પી વાયરસ આવ્યો અને મારી ગાયને ભરખી ગયો. શ્યામા નામ હતું એનું, શ્યામાને મારો પરિવાર બહુ વહાલ કરતો, તમે જ કહો મેડમ, મારા જેવા નાના ખેડૂતોની સમસ્યાઓનો અંત કેમ નથી આવતો ?’

આ પણ વાંચો : Armano Ki Chitthi : બેરોજગાર બનેલા યુવકનો નાણા પ્રધાનને દર્દભર્યો પત્ર, જાણો નિર્મલા સીતારમણ પાસે યુવાનોએ શું માગ કરી.

વધુમાં તે લખે છે કે ‘ આ વખતે અનાજના સારા ભાવ મળવાની આશા હતી. માલ પણ બાંધીને રાખ્યો હતો અને બજારમાં વેચવાની તૈયારી કરતા હતા, ત્યાં તો, કમોસમી વરસાદ વરસ્યો અને મારા અનાજ અને આશા, બંને પર પાણી ફેરવી નાખ્યું. પાણીમાં ડૂબેલો આ પાક ખરીદવા કોઈ તૈયાર ના થયું. કદાચ, તમારા અધિકારીઓ તમને એવું કહેતા હશે કે, આ વખતે ખેડૂતોને સારા ભાવ મળી રહ્યાં છે.દૂધના ભાવ વધવાથી ખેડૂતો ખુશ થઈ રહ્યાં છે, એવું કહેતા હશે પણ, મેડમ તમારા અધિકારી જે કહે, તે સાચું ના માનતા ગરીબ ખેડૂતોની મુંઝવણનો હલ કરજો.’

દેશભરમાં આવા અનેક ખેડૂતો છે જે બજેટમાં વિશેષ લાભ મળે તેવી અપેક્ષા રાખે છે. ત્યારે મહત્વની વાત એ છે કે 1 ફેબ્રુઆરીએ રજુ થવાના બજેટમાં ખેડૂતો માટે કેટલા લાભ છે, કેટલી નવી સ્કિમ છે.

Published on: Jan 13, 2023 04:38 PM
g clip-path="url(#clip0_868_265)">