શું તમે IPO માં રોકાણ કરવા વિચારી રહ્યા છો? આજે બંધ થનારા આ બે ઇસ્યુ વિશે જાણો વિગતવાર માહિતી
ભારતીય શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહેલી બે કંપનીઓના IPO માં રોકાણની આજે છેલ્લી તક છે. પ્રોવેન્ટસ એગ્રોકોમ આઈપીઓ(Proventus Agrocom IPO) પર દાવ લગાવવાની આજે છેલ્લી તક છે. કંપનીનો IPO 24 મેના રોજ ખુલ્યો હતો.હેમંત સર્જિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનો ઇસ્યુ ( Hemant Surgical Industries IPO) 24 મે 2023 ના રોજ રોકાણ માટે ખુલ્યો હતો.
ભારતીય શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહેલી બે કંપનીઓના IPO માં રોકાણની આજે છેલ્લી તક છે. પ્રોવેન્ટસ એગ્રોકોમ આઈપીઓ(Proventus Agrocom IPO) પર દાવ લગાવવાની આજે છેલ્લી તક છે. કંપનીનો IPO 24 મેના રોજ ખુલ્યો હતો. પ્રોવેન્ટસ એગ્રોકોમ આઈપીઓની પ્રાઇસ બેન્ડ 771 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગ્રે માર્કેટમાં કંપનીનું પ્રદર્શન દિવસેને દિવસે સારું થઈ રહ્યું છે. જેને શુભ સંકેતો ગણી શકાય તેમ છે. હેમંત સર્જિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીનો ઇસ્યુ ( Hemant Surgical Industries IPO) 24 મે 2023 ના રોજ રોકાણ માટે ખુલ્યો હતો. આ IPOમાં પણ આજે 26 મે 2023 સુધી રોકાણ કરી શકાય છે. હેમંત સર્જિકલ ઇન્ડસ્ટ્રીઝે તેના IPO શેરની પ્રાઇસ બેન્ડ રૂપિયા 85-90 નક્કી કરી છે.
GMP શું છે?
ટોચના સ્ટોક બ્રોકર્સ દ્વારા અહેવાલ મુજબ કંપની ગ્રે માર્કેટમાં રૂ. 60ના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. 24 મેના રોજ જીએમપી શેર દીઠ રૂ. 56 હતો. જ્યારે તેના એક દિવસ પહેલા પ્રોવેન્ટસ એગ્રોકોમ આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ માત્ર રૂ. 46 હતું. 3 દિવસમાં જીએમપીમાં 14 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
હેમંત સર્જિકલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીનો આઈપીઓ શેર શુક્રવારે ગ્રે માર્કેટમાં રૂ.6ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ટોચની સ્ટોક બ્રોકર ફર્મના રિપોર્ટ અનુસા, આ IPO ખુલતા પહેલા GMP પોઝિટિવ હોવું સ્ટોક માટે સારો સંકેત હતો. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો હેમંત સર્જિકલ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના શેર રૂ.96થી શરૂ થઈ શકે છે.
પ્રોવેન્ટસ એગ્રોકોમ IPOની માહિતી
આ IPOની પ્રાઇસ બેન્ડ 771 રૂપિયા પ્રતિ શેર છે. કંપનીએ IPO માટે 160 શેરની લોટ સાઈઝ નક્કી કરી છે. જેનો અર્થ છે કે રોકાણકારે ઓછામાં ઓછા 1,23,360 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપની 31મીએ શેરની ફાળવણી કરી શકે છે. તમને જણાવી દઈએ કે, Proventus Agrocom IPOનું કદ 69.54 કરોડ રૂપિયા છે.
સબ્સ્ક્રિપ્શનની સ્થિતિ શું છે?
પ્રથમ બે દિવસમાં આ IPOને લઈને રોકાણકારોના મનમાં બહુ ઉત્સાહ જોવા મળ્યો ન હતો. બુધવારે માત્ર 4 ટકા અને ગુરુવારે 26 ટકા સબસ્ક્રિપ્શન મળ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આજે આ IPOને લઈને રોકાણકારો તરફથી કેવો પ્રતિસાદ મળે છે.
આ પણ વાંચો: LICનો નફો 3 મહિનામાં 5 ગણો વધ્યો, કંપનીને દર સેકન્ડે 17 હજાર રૂપિયાનો ફાયદો થયો