LICનો નફો 3 મહિનામાં 5 ગણો વધ્યો, કંપનીને દર સેકન્ડે 17 હજાર રૂપિયાનો ફાયદો થયો

દેશની સૌથી મોટી વીમા કંપની LIC એ સારો નફો કર્યો છે. તાજેતરમાં કંપની દ્વારા માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ 90 દિવસોમાં કંપનીએ દરેક સેકન્ડમાં લગભગ 17 હજાર રૂપિયાનો નફો નોંધાવ્યો છે. જો કંપનીના શેરની વાત કરીએ તો છેલ્લા સત્રમાં તેમાં થોડો વધારો જોવા મળ્યો છે. 

LICનો નફો 3 મહિનામાં 5 ગણો  વધ્યો, કંપનીને દર સેકન્ડે 17 હજાર રૂપિયાનો ફાયદો થયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 7:44 AM

દેશની સૌથી મોટી વીમા કંપની LIC એ સારો નફો કર્યો છે. તાજેતરમાં કંપની દ્વારા માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ 90 દિવસોમાં કંપનીએ દરેક સેકન્ડમાં લગભગ 17 હજાર રૂપિયાનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષના માર્ચ ક્વાર્ટરના સમાન સમયગાળાની સરખામણીએ આ વખતે કંપનીનો નફો લગભગ 5 ગણો વધ્યો છે. બીજી તરફ કંપનીની આવકમાં ઘટાડો થયો છે. કંપનીના ત્રિમાસિક પરિણામોમાં કેવા પ્રકારના આંકડા કંપનીની સ્થિતિ અને મજબૂતી કેટલી છે તે દર્શાવી રહ્યા છે.

નફો વધ્યો પણ આવકમાં ઘટાડો થયો

વીમા કંપનીએ બુધવારે માર્ચ ક્વાર્ટરના તેના ત્રિમાસિક આંકડા જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો પાંચ ગણાથી વધુ વધીને રૂ. 13,191 કરોડ પર પહોંચી ગયો છે. ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 2,409 કરોડ હતો. જો આપણે આવકના મોરચે વાત કરીએ, તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક ઘટીને રૂ. 2,01,022 કરોડ થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ. 2,15,487 કરોડ હતી.

આખા વર્ષ માટે નફામાં લગભગ 9 ગણો વધારો

જો આપણે સમગ્ર નાણાકીય વર્ષ વિશે વાત કરીએ, તો LICનું નાણાકીય વર્ષ 2022-23 ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં લગભગ 9 ગણો વધીને રૂ. 35,997 કરોડ થઈ ગયું છે. જ્યારે ગયા નાણાકીય વર્ષમાં કંપનીનો નફો માત્ર રૂ. 4,125 કરોડ હતો. બીજી તરફ પ્રીમિયમની આવકમાં ઘટાડો નોંધાયો છે. આંકડા અનુસાર, માર્ચ 2022માં કંપનીની પ્રીમિયમ કમાણી 14,663 કરોડ રૂપિયા જોવા મળી હતી, જે માર્ચ 2023માં ઘટીને 12,852 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કંપનીના શેરમાં તેજી આવી

જો કંપનીના શેરની વાત કરીએ તો છેલ્લા સત્રમાં તેમાં થોડો વધારો જોવા મળ્યો છે.  25 મે ના રોજ શેરબજાર બંધ થયું ત્યારે  LIC નો શેર 9.65 રૂપિયા અનુસાર 1.62% વધારા સાથે 603.55 પર બંધ થયો હતો. જો કે, ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર 615.50 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. જો કે, આ સપ્તાહના ત્રણ ટ્રેડિંગ દિવસોમાં LICના શેરમાં 6 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાચો: શું Go First પર NCLT દ્વારા લેવામાં આવેલ નિર્ણયના લીધે ભારતની પ્રતિષ્ઠા સમ્રગ દુનિયામાં ખોરવાશે? જાણો સમ્રગ વિગત

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">