અનિલ અંબાણીની ખુલશે કિસ્મત? બિરલા ગ્રૂપે અંબાણીની દેવામાં ડૂબેલી કંપનીને ખરીદવા રસ બતાવ્યો

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના વડા અનિલ અંબાણીનો એક સમય એવો હતો જ્યારે તેમનું નામ ટોચના કારોબારીઓમાં બોલવામાં આવતું હતું, વર્ષ 2010 પહેલા તેઓ વિશ્વના ટોપ-10 સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સામેલ હતા અને એક સમયે તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ પણ બની ગયા હતા

અનિલ અંબાણીની ખુલશે કિસ્મત? બિરલા ગ્રૂપે અંબાણીની દેવામાં ડૂબેલી કંપનીને ખરીદવા રસ બતાવ્યો
Anil Ambani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 6:30 AM

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડના જીવન વીમા એકમ RNLICના સફળ બિડર તરીકે આદિત્ય બિરલા કેપિટલ ઉભરી આવવાની સ્થિતિમાં છે. નિપ્પોન મર્જરની શક્યતા અંગે તે સંપર્કમાં છે. આ માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી. બિરલા સન લાઇફ આદિત્ય બિરલા કેપિટલનું એકમ છે.રિલાયન્સ કેપિટલની પેટાકંપની રિલાયન્સ નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ કંપની (RNLIC)માં 49 ટકા હિસ્સો ધરાવતી જાપાની કંપની નિપ્પોન લાઈફ રિલાયન્સ નિપ્પોન લાઈફ અને બિરલા સન લાઈફ ઈન્સ્યોરન્સના મર્જર સાથે આગળ વધી શકે છે. બિરલા સન લાઈફ એ આદિત્ય બિરલા કેપિટલનું એકમ છે.

રિલાયન્સ નિપ્પોન સાથે મર્જ કરવાની જવાબદારી

RNLIC એ રિલાયન્સ કેપિટલની પેટાકંપની છે જે નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર આઈઆરડીએ(IRDA)ના નિર્દેશો અનુસાર કોઈ પણ કંપની એક કરતા વધુ જીવન વીમા યુનિટ ચલાવી શકતી નથી. જો RCL સફળ બિડર તરીકે ઉભરી આવે તો  બિરલા સન લાઇફના પ્રમોટરો માટે રિલાયન્સ નિપ્પોન લાઇફ સાથે મર્જ કરવાની ફરજ પડશે.

આ મામલે બિરલા કેપિટલે કોઈ જવાબ આપ્યો નથી. આ સંદર્ભે પ્રતિભાવ માટે આદિત્ય બિરલા કેપિટલને મોકલવામાં આવેલ ઈમેલનો કોઈ જવાબ મળ્યો નથી. સૂત્રો કહે છે કે બંને વીમા એકમોના મૂલ્યાંકનના આધારે નિપ્પોન લાઇફે મર્જર પછી રચવામાં આવનાર નવી એન્ટિટીમાં તેનો હિસ્સો 49 ટકાથી ઘટાડીને 15 ટકાની આસપાસ લાવવો પડશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

RCL અને તેની પેટાકંપનીઓ માટે બંધનકર્તા ટેન્ડર સબમિટ કરવાની છેલ્લી તારીખ 28મી નવેમ્બર છે. RCLના વીમા સહિત આઠ વ્યવસાયો આ બિડિંગ પ્રક્રિયાનો ભાગ છે. આમાં, બિડર્સ કંપની અને તેની પેટાકંપનીઓ માટે એકસાથે બિડ કરી શકે છે અથવા તેઓ પેટાકંપનીઓ માટે અલગથી બિડ પણ કરી શકે છે.

અનિલ અંબાણી ગ્રુપની આર્થિક સ્થિતિ નબળી પડતી ગઈ

અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના વડા અનિલ અંબાણીનો એક સમય એવો હતો જ્યારે તેમનું નામ ટોચના કારોબારીઓમાં બોલવામાં આવતું હતું, વર્ષ 2010 પહેલા તેઓ વિશ્વના ટોપ-10 સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સામેલ હતા અને એક સમયે તેઓ વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ પણ બની ગયા હતા પરંતુ સમયની સાથે તેમનું સ્થિતિ નબળી પડવા લાગી અને હવે સમય એવો આવી ગયો છે જ્યારે તેમને પોતાની કંપનીઓમાંથી બહાર કરી દેવામાં આવી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">