અમેરિકાના ટોચના રોકાણકારે PM મોદીના કર્યા વખાણ, કહ્યું- ભારતનો વિકાસ દર સૌથી વધુ છે

અમેરિકાના ટોચના રોકાણકારે PM મોદીના કર્યા વખાણ, કહ્યું- ભારતનો વિકાસ દર સૌથી વધુ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 8:36 PM

વિશ્વના ટોચના અમેરિકન રોકાણકાર રે ડેલિયોએ ભારતના વડાપ્રધાન મોદીના ખૂબ વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતનો સંભવિત વિકાસ દર વિશ્વમાં સૌથી વધુ છે. તેમણે પીએમ મોદીની સરખામણી 1980ના દાયકાના ચીન સાથે પણ કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના પૂર્વ નેતા ડેંગ જિયાઓપિંગ સાથે કરી હતી.

અમેરિકન રોકાણકાર રે ડેલિયોએ ભારતના વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતનો સંભવિત વિકાસ દર વિશ્વમાં સૌથી વધુ છે. વડાપ્રધાન મોદીના શાસનની પ્રશંસા કરતા તેમણે કહ્યું છે કે તેમની પાસે આગામી 10 વર્ષ માટે ભારત સહિત વિશ્વના ટોચના 20 દેશોના વિકાસ દરનો અંદાજ છે અને તેમાં ભારતનું સ્થાન સૌથી શ્રેષ્ઠ છે. તેમણે પીએમ મોદીની સરખામણી 1980ના દાયકાના ચીન સાથે પણ કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈનાના પૂર્વ નેતા ડેંગ જિયાઓપિંગ સાથે કરી હતી. ચાલો તમને જણાવીએ કે કેવી રીતે.

ભારત ચીનથી આગળ નીકળી ગયું ?

અમેરિકન રોકાણકારે પીએમ મોદીની તુલના ચીનના ડેંગ જિયાઓપિંગ સાથે કરી હતી કારણ કે તેમણે ચીની અર્થવ્યવસ્થાને વિદેશી રોકાણકારો માટે ખોલવાનું કામ કર્યું હતું. રે ડેલિયોએ લોસ એન્જલસમાં યુસીએલએ કેમ્પસ ખાતે ઓલ-ઇન સમિટ 2023માં પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે અમારી પાસે ભારત માટે 10-વર્ષના વિકાસ દરની આગાહી છે, તમામ દેશો ટોચના 20 દેશો છે પરંતુ ભારતમાં સૌથી વધુ સંભવિત વૃદ્ધિ દર છે. તે તે જગ્યાએ છે જ્યાં ચીન એક સમયે હતું.

આ પણ વાંચો : નવી સંસદમાં મંત્રીઓને મળ્યા નવા રૂમ, જાણો PM ઓફિસ નજીક ક્યાં મંત્રીઓને રૂમ એલોર્ટ કરાયો, જુઓ List

ભારતની ક્ષમતા અપાર છે

રોકાણકાર રે ડેલિયો જૂનમાં તેમની યુએસ મુલાકાત દરમિયાન પીએમ મોદીને મળ્યા હતા અને સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારા અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ રે ડેલિયોને દેશમાં વધુ રોકાણ કરવાનું આમંત્રણ પણ આપ્યું હતું. ત્યારે અબજોપતિ રોકાણકારે ડેલિયોએ કહ્યું હતું કે ભારતની ક્ષમતા અપાર છે અને તે એવા સમયે છે જ્યાં ઘણી તકો ઊભી થશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 18, 2023 08:32 PM
g clip-path="url(#clip0_868_265)">