નવી સંસદમાં મંત્રીઓને મળ્યા નવા રૂમ, જાણો PM ઓફિસ નજીક ક્યાં મંત્રીઓને રૂમ એલોર્ટ કરાયો, જુઓ List

TV9ને મળેલી માહિતી મુજબ નવા સંસદ ભવનનાં ગ્રાઉન્ડ ફ્લોર પર વડાપ્રધાન કાર્યાલય બનાવવામાં આવ્યું છે. પીએમ ઓફિસની આસપાસ અન્ય 11 મંત્રીઓની ઓફિસ હશે. તમામ મંત્રીઓને રૂમ પણ ફાળવવામાં આવ્યા છે. લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને 19 સપ્ટેમ્બરે સવારે 11 વાગે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એકઠા થવા માટે કહેવામાં આવ્યું છે.

નવી સંસદમાં મંત્રીઓને મળ્યા નવા રૂમ, જાણો PM ઓફિસ નજીક ક્યાં મંત્રીઓને રૂમ એલોર્ટ કરાયો, જુઓ List
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 8:16 PM

લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને 19 સપ્ટેમ્બરે સવારે 11 વાગે જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એકઠા થવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે અને સંસદના ઐતિહાસિક વારસાનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદોને પણ સંબોધિત કરશે અને જૂના સંસદ ભવનમાં અત્યાર સુધી યોજાયેલી બેઠકો અને કાયદાઓનો પણ ઉલ્લેખ કરી શકે છે.

આવી સ્થિતિમાં સંસદના નવા બિલ્ડીંગમાં કયા મંત્રીનો રૂમ ક્યાં હશે તે અંગે લોકોના મનમાં ઉત્સુકતા છે. TV9ને મળેલી માહિતી મુજબ નવા સંસદ ભવનનાં ગ્રાઉન્ડ ફ્લોર પર વડાપ્રધાન કાર્યાલય બનાવવામાં આવ્યું છે. આ સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર પીએમ ઓફિસની આસપાસ અન્ય 11 મંત્રીઓની ઓફિસ હશે. પીએમ નરેન્દ્ર મોદી ઉપરાંત નીચેના મંત્રીઓને ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો : ટૂંક સમયમાં શરૂ થશે સંસદનું વિશેષ સત્ર, આવતીકાલે નવા બિલ્ડિંગમાં એન્ટ્રી, જોવા મળશે આ ફેરફારો

શું તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે? માત્ર 2 રૂપિયાના ખર્ચે છોડ થશે ફરી જીવંત
નતાશા સ્તાનકોવિક સાથે Divorce થતાં બોલિવૂડ અભિનેત્રી સાથે ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા ?
હાર્ટ એટેક આવતા પહેલા પગમાં શું અનુભવ થાય છે?
હનીમૂન માટે ખાસ છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન, સુંદરતા જોઈને થઈ જશો ફેન
ઘરના દરવાજા પર બે લવિંગ બાંધવાથી શું થાય છે જાણો ?
ઝડપથી મસલ્સ વધારવા શાકાહારી લોકો આહારમાં સામેલ કરો આ ખોરાક

આ સાથે અન્ય મંત્રીઓને આપેલા રૂમ નંબર, અહીં જુઓ List

 1. રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રૂમ નંબર 34,
 2. ગૃહમંત્રી અમિત શાહ, રૂમ નં. 33
 3. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી, રૂમ નંબર 31
 4. રાજ્યસભામાં નેતા પીયૂષ ગોયલ, રૂમ નંબર 30
 5. નાણામંત્રી નિર્મલા સીતારમણ, રૂમ નંબર 12
 6. વિદેશ મંત્રી એસ જયશંકર, રૂમ નંબર 10
 7. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની, રૂમ નંબર 08
 8. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, રૂમ નંબર 41
 9. રેલવે અને સંચાર મંત્રી અશ્વની વૈષ્ણવ, રૂમ નંબર 17
 10. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર, રૂમ નંબર 11
 11. આદિજાતિ મંત્રી અર્જુન મુંડા, રૂમ નંબર 09

તેવી જ રીતે, અન્ય 9 કેબિનેટ મંત્રીઓને નવા સંસદ ભવનનાં પહેલા માળે ઓફિસ ફાળવવામાં આવી છે.

આ 9 મંત્રીઓને નવી સંસદના પહેલા માળે ઓફિસ આપવામાં આવી છે.

 1. MSME મંત્રી નારાયણ રાણે, રૂમ નંબર 39
 2. પોર્ટ, શિપિંગ અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલ, રૂમ નંબર 38
 3. સમાજ કલ્યાણ મંત્રી વીરેન્દ્ર કુમાર, રૂમ નંબર 37
 4. ગ્રામીણ વિકાસ મંત્રી ગિરિરાજ સિંહ, રૂમ નં. 36
 5. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, રૂમ નંબર 20
 6. ફૂડ પ્રોસેસિંગ મંત્રી પશુપતિ પારસ, રૂમ નંબર 19
 7. જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત, રૂમ નંબર 18
 8. પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજુ, રૂમ નંબર 17
 9. ઉર્જા મંત્રી આર.કે.સિંઘ, રૂમ નંબર 16

આ સિવાય કેટલાક અન્ય કેબિનેટ મંત્રીઓને સંસદના બીજા માળે ઓફિસ આપવામાં આવી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ગીર સોમનાથ:હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ
ગીર સોમનાથ:હિરણ-2 ડેમમાં નવા નીરની આવક, 2 દરવાજા એક-એક ફૂટ ખોલાયા, જુઓ
CM દ્વારા 1400 કરોડના નર્મદા સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું, જુઓ
CM દ્વારા 1400 કરોડના નર્મદા સિંચાઈ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરાયું, જુઓ
આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ
આકાશી આફત આવતા રાહત રસોડુ શરુ
જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું
જાસપુર ગામમાં સુએજ પ્લાન્ટનું પાણી ખેતરોમાં ફરી વળ્યું
પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા, ભારેવરસાદની પરિસ્થિતિની કરી સમીક્ષા
પોરબંદરની મુલાકાતે મનસુખ માંડવિયા, ભારેવરસાદની પરિસ્થિતિની કરી સમીક્ષા
બાયડ નગર પાલિકાના કર્મચારીએ પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ, ફરિયાદ કરાઈ
બાયડ નગર પાલિકાના કર્મચારીએ પૈસાની માંગણી કર્યાનો આક્ષેપ, ફરિયાદ કરાઈ
પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા
પ્રધાન ભીખુસિંહ પરમાર સૌથી છેલ્લે હિંમતનગર સિવિલની મુલાકાતે પહોંચ્યા
સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી રેલી નીકાળતા પશુપાલકોને અટકાવ્યા
સાબરડેરીના ભાવફેર સામે અસંતોષ દર્શાવી રેલી નીકાળતા પશુપાલકોને અટકાવ્યા
સાની ડેમમાં દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ ન થતા પાણી ફરી વળ્યા
સાની ડેમમાં દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ ન થતા પાણી ફરી વળ્યા
નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા
નખત્રાણાના પાલરધુના ધોધમાં 2 યુવકો ફસાયા
g clip-path="url(#clip0_868_265)">